આર અશ્વિને ઓસ્ટ્રેલિયા સિરીઝની મધ્યમાં અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા હતા. ટીમ ઈન્ડિયા આ દિવસોમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે, આર અશ્વિન પણ આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાનો ભાગ હતો, પરંતુ અત્યાર સુધી તેને ત્રણમાંથી માત્ર એક જ મેચમાં રમવાની તક મળી છે.
ગાબા ટેસ્ટ ડ્રો થયા બાદ અશ્વિન રોહિત શર્મા સાથે પ્રેસ કોન્ફરન્સમાં આવ્યો હતો અને નિવૃત્તિની જાહેરાત કરી હતી. અશ્વિનના આ નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું હતું. હવે અશ્વિન ભારત પરત ફર્યો છે, ત્યારબાદ તેણે સોશિયલ મીડિયા પર તેની કોલ હિસ્ટ્રીનો ફોટો શેર કર્યો છે. જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
જાણો કોણે-કોણે કર્યો ફોન
આર અશ્વિને તેના X એકાઉન્ટ પર તેના પોલ હિસ્ટ્રીનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. જેમાં તેણે દર્શાવ્યું હતું કે નિવૃત્તિ બાદ તેને કોણે ફોન કર્યો હતો. આ તસવીરમાં જોઈ શકાય છે કે તેના પિતાના કોલ સિવાય પૂર્વ દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવ અને સચિન તેંડુલકરે પણ અશ્વિનને ફોન કર્યો હતો. આ તસવીર શેર કરતા અશ્વિને લખ્યું કે, જો 25 વર્ષ પહેલા કોઈએ મને કહ્યું હોત કે મારી પાસે સ્માર્ટ ફોન હશે અને ભારતીય ક્રિકેટર તરીકે મારી કારકિર્દીના છેલ્લા દિવસનો કોલ લોગ આવો દેખાતો હોત, તો મને માનવામાં આવત નહીં. આભાર..”
<a href="http://Enter a X URL
” target=”_blank”>Enter a X URL
એડિલેડ ટેસ્ટ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ બની
બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાઈ છે. સિરીઝની બીજી મેચ એડિલેડમાં રમાઈ હતી, આ ગુલાબી બોલની ડે-નાઈટ ટેસ્ટમાં અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં પસંદ કરવામાં આવ્યો હતો. આ મેચમાં અશ્વિન માત્ર 1 વિકેટ જ લઈ શક્યો હતો, આ સિવાય ટીમ ઈન્ડિયાને પણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ સિરીઝમાં 1-1ની બરાબરી મેળવી લીધી છે.