દાઉદના મોતની કથિત ખબર વચ્ચે ખુફિયા તંત્રની રહસ્યના તાણાવાણા સર્જતી થ્રીલર
દાઉદની સનસનાટી પચી નથી ત્યાં હબિબુલ્લાહને ઠાર કરવાના સમાચાર આવે છે!
બે વર્ષમાં અજ્ઞાતવીરોએ 3ર આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા
દાઉદની સનસનાટી પચી નથી ત્યાં હબિબુલ્લાહના મોતના સમાચાર આવે છે!
આશ્ચર્યની વાત એ છે કે નથી પાકિસ્તાને ભારત તરફ આંગળી ચિંધી કે અમેરિકાએ.
ભારત આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહયુ છે ત્યારે પાકિસ્તાનમાં મોતનો માતમ છે. પાકિસ્તાન[ પાળીને પોષેલા અને ભારત વિરૂધ્ધ આતંકી ષડયંત્ર રચવામાં સંડોવાયેલા એક એક ત્રાસવાદીનો સફાયો થઇ રહ્યો છે. જેઓ ભારતને મીટાવી દેવાના નારા લગાવતાં હતાં એ એક એક ત્રાસવાદી હાલ મોતથી ફફડી રહયા છે. અત્યાર સુધી ઓછા જાણીતા અને આઇએસઆઇના ઓપરેટીવ કક્ષામાં આવતાં આતંકીઓનો સફાયો થઇ રહયો હતો. પરંતુ રવિવારથી જે ખબર અફવા સ્વરૂપે દેશ દુનિયામાં પ્રસરી ગયા છે એ દાઉદને કોઇએ ઝેર પીવડાવી જહન્નુમમાં પહોંચાડી દીધાની વાત છે. દાઉદના મોતને પાકિસ્તાન સમર્થન આપી શકે તેમ નથી. કારણ કે દાઉદ પાકિસ્તાનમાં રહેતો હતો તેનો સીધો સ્વીકાર થઇ જાય. ઇન્કાર પણ કરી શકે તેમ નથી. કારણ કે તેના પુરાવા હશે.
અગ્ર ગુજરાતના વાંચકને આ સરળ વાત કરી દીધી. પણ જાસુસી અને કુટનીતિ એટલો સરળ વિષય નથી. પરંતુ દેશ દુનિયાની બિટવીન ધ લાઇન્સ જે કદી કોઇને સીધી અને સરળ શબ્દોમાં નહિ મળે. આથી થોડી કોમ્પલેકસ અને ધારણાની ભાષામાં થોડા ભીતરના વ્હેણ હવે અહીં જુદા જુદા કટકામાં કરીશુ. જેને તમે સ્વયં ધારણાથી સમજણથી એક ચેઇન બનાવી શકો.
સૌ પ્રથમ વાત એ કરી એ કે ર૦ર૧થી અત્યાર સુધીમાં બિનસતાવાર રીતે 3ર પાકિસ્તાની આતંકવાદીઓનો સફાયો થઇ ગયો છે. જે તમામ ભારત વિરોધી આતંકવાદી લીસ્ટમાં હતાં. જે પાકિસ્તાન પ્રેરિત આઇએસએસ જાસુસી સંસ્થાના પીઠઠુ હતાં. દેશ અને દુનિયામાં તેની ખાસ ચર્ચા નહોતી. પરંતુ મુંબઇના શ્રેણીબધ્ધ બોમ્બ ધડાકા બાદ આઇએસઆઇના આઇકોન બની ગયેલા દાઉદને ઝેર પીવડાવીને કોઇએ હત્યા કરી નાંખી હોવાની વાતો વહેતી થયા બાદ દેશ દુનિયાનું ધ્યાન પાકિસ્તાન ઉપર ગયુ છે.દાઉદની સનસનાટી ભારત અને દુનિયા પચાવે એ પહેલા ભારતના કટ્ટર દુશ્મન હબિબુલ્લાહની કોઇ અજ્ઞાત ગનમેને હત્યા કરી નાંખ્યાના સમાચાર આવ્યા ! સૌ કોઇ પૂછે છે કે કોણ આ અજ્ઞાતવીરો છે? જે આતંવાદીઓને વીણી વીણીને સાફ કરી રહયા છે. ? પહેલી ધારણા એ થાય છે કે પાકિસ્તાનના કટ્ટર દુશ્મન ભારતની જાસુસી એજન્સી RAW પાકિસ્તાનમાં આતંકીઓનો સફાયો કરી રહી છે ? આશ્ચર્યની વાત એ છે કે અત્યાર સુધી 3ર આતંકીઓનો સફાયો થઇ ગયો છતાં પાકિસ્તાને ભારત તરફ કે RAW તરફ આંગળી નથી ચિંધી. ! અમેરિકા પન્નુના મામલે ઉછળી ઉછળી ભારત સામે આક્ષેપ કરી રહયુ હતું. આ મામલે અમેરિકા અને તેની જાસુસી એજન્સી પણ ચૂપ છે. !(અગેઇન આશ્ચર્ય ચિહન્!)
પાર્ટ ટુ : સીડીના પગથિયા ઉપર ચઢે છે…..
આઇએસઆઇના બ્રીડીંગ સેન્ટરમાં તૈયાર થયેલા નીચેના સ્તરના જેને ઓપરેટીવ કહેવાય છે એવા આંતકીઓનો સફાયો થઇ જતાં હવે અજ્ઞાતવીરોએ સીડીના પગથિયા ચઢી ઉપર ટોચે બેઠેલા આંતંકના આંકાઓને ઢેર કરવાની શરૂઆત કરી છે. તમે દાઉદની વાત સાંભળી રહયા છો. કદાચ થોડા દિવસોમાં આવુ જ કોઇ નામ સાંભળશો. જેમણે ર૬-૧૧ના હુમલામાં સૂત્રધાર માંહેના એક સાજીદ મીરને ઝેર પીવડાવી કોઇ અજ્ઞાતવીરે જહન્નુમમાં પહોંચાડી દીધો છે. આ અંગે ખાસ હંગામો થયો નથી.
પાર્ટ થ્રી : દાઉદ જ કેમ ?
ખુફિયા આલમમાં એક એવી થિયરી ચાલે છે કે કોરોના દરમિયાન દાઉદની તબિયત ખુબ લથડી ગઇ હતી. તેની બન્ને કિડની ફેઇલ થઇ જવાની વાત આવી હતી. હવે તે ઘરડો પણ થયો છે. આવા સંજોગોમાં હવે આઇએસઆઇને તે ખાસ કામનો પણ નથી રહયો. આર્થિક રીતે કંગાળ થઇ ગયેલા પાકિસ્તાનને મદદ કરી અમેરિકા સહિત દેશો હવે ભારતનો અણગમો વ્હોરી લેવા તૈયાર ન હોય એવુ પણ બને. આથી ભારતના વોન્ટેડ આતંકીઓનું લીસ્ટ વર્ડ સિકયોરીટી ફોરમમાં હોય. આ લીસ્ટનો અમલ કરવા અજ્ઞાત દબાણ હોઇ શકે. પાકિસ્તાન કટોરો લઇને દુનિયામાં ફરે છે. તે હવે આતંકીઓને પનાહ આપી શકે એવી સ્થીતિમાં નથી રહયુ એવા પણ અહેવાલ છે. આથી તેમને માટે લીસ્ટેડ આતંકીઓની સિકયોરીટી અને જવાબદારી ભારરૂપ બની હોય.
પાર્ટ ફોર :અફઘાની તાલીબાનો ભારતના નથી દોસ્ત કે દુશ્મન
જયારે અફઘાન ઉપર તાલીબાનોએ કબજો લઇ લીધો હતો ત્યારે ભારતની જનતાને ડર હતો કે પાકિસ્તાન અને અફઘાની આતંકીઓ ભેગા થઇ કાશ્મીરમાં આતંક ફેલાવવામાં કોઇ કસર નહિ છોડે. પણ એવુ નથી બન્યુ. કોઇ કુટનીતિ કામ કરી રહી છે. અફઘાની તાલીબાનો પાકિસ્તાનમાં કબજો કરી રહયા છે. પાકિસ્તાનમાં આતંક ફેલાવી રહયા છે. ભારત સામે કોઇ પણ મોરચે કશું જ નથી બોલતાં ! તેઓ ભારતના દોસ્ત નથી તો દુશ્મન પણ નથી. તેમને ભરપુર અનાજ અને દવા વગેરેની જરૂરિયાત પણ હોય ને !
આવતાં બે મહિના ખુબ મોટા ધડાકા થશે ?
આંતરરાષ્ટ્રિય ખુફિયા નિષ્ણાતોની સોશિયલ મિડિયાની ચર્ચાઓ હવે કયાંક ને કયાંક સાચી પડે છે. કોઇ વાતને તમે વન પ્લસ વન ન કરી શકો. પણ ખુફિયા નિષ્ણાતોની ડિબેટનો સૂર એ જ નિકળે છે કે વૈશ્વિક રાજકારણ ખુબ જ નવા જુનીના મોડ ઉપર આવી ગયુ છે. યુક્રેન રશિયા વોર હજુ ચાલુ છે. ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વોર પણ લાંબી ચાલે એવા અણસાર છે. પાકિસ્તાન સતત ખોખરુ થઇ રહયુ છે. ચીન પણ ભારત પાકના મામલામા કશું બોલતું નથી. રશિયા પણ સમજે છે. અમેરિકાને ચીનના વિકલ્પમાં ભારત ભરોસામંદ દેશ લાગે છે. આથી સમજીને આગળ વધે છે ભારત હવે કોઇ સુપર પાવરના પ્રભાવમા નથી. પન્નુના મામલે અમેરિકાની અવળચંડાઇનો ડિપ્લોમેટિક જવાબ આપી રહયુ છે. આવા સંજોગોમાં પાકિસ્તામાં આગામી થોડા સમયમાં ખુબ મોટી નવા-જુની થાય એવી અટકળો થઇ રહી છે. સર્જીકલ સ્ટ્રાઇકને ભુલાવી દયે એવી નવાજુની. બલકે તેનાથી પણ મોટી નવાજુની થાય. ખુફિયા નિષ્ણાતોના ઇશારા ગર્ભીત છે. પરંતુ હવે જે થશે તેના ધડાકા વિશ્વને પણ સંભળાશે. જોઇએ ખુફિયા નિષ્ણાતોની અટકળો કેટલી સાચી પડે છે.
RAW કે ન્યુ મોસાદ !
પાકિસ્તાનમાં બેસીને કર્કશ ભાષામાં ભારત વિરોધી ઝેર ઓકતી વિડીયો વાઇરલ કરનાર સંખ્યાબંધ આતંકીઓ તો જહન્નુમમાં ચાલયા ગયા. પણ જેઓ હજુ જીવે છે તે મોતના પડછાયાથી ફફડે છે. હવે તેમને જીવતર પણ જહન્નુમ જેવુ લાગે છે. મોત કરતાં મોતનો ભય વધુ ખરાબ છે. લીસ્ટેડ આતંકીઓના મોતથી દેશ દુનિયામાં ભારતની જાસુસી અજન્સી RAW ચર્ચામાં આવી છે. અમેરિકા પણ ભારતને ફરિયાદ કરે કે અમારા નાગરિક(ભાતરતના દુશ્મન આતંકી )પન્નુની હત્યાનો પ્લાન તમારા લોકોએ ઘડયો છે.અચાનક RAW ચર્ચામાં આવી ગઇ છે. કોઇ તેની તુલના ન્યુ મોસાદ તરીકે સોશિયલ મિડિયામા કરે છે. જેમ મોસાદ તેમના દુશ્મનોને વિશ્વના કોઇ પણ દેશમાથી શોધી નિકાલ કરે છે તેમ અમેરિકા સહિતના દેશોને પણ હવે RAW થી ડર લાગે છે. કોઇ રાષ્ટ્રપ્રેમી તો એટલે સુધી કહે છે કે RAW હાલ ન્યુ મોસાદના રોલમાં જ છે. !