ગરમીથી બચવાનો આસાન ઉપાય છે પાણી. જેટલા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવામાં આવશે એટલી શરીરને ગરમીથી રાહત રહેશે.
અશક્તિ લાગવી, માથું દુખવું, ચક્કર આવવા, ચામડી લાલ-સુકી અને ગરમ થઇ જવી, સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ, ઉબકા અને ઉલટી થવી જેવા લક્ષણો જણાય તો તરત જ સારવાર લેવી
કાળઝાળ ગરમી સાથે ઉનાળો પોતાનો અસલી મિજાજ બતાવી રહ્યો છે. બપોર થતા જ શેરી ગલી મહોલ્લા અને રસ્તા સુમસામ થઈ જાય છે. ગરમીના અસહ્ય તાપ ને જીરવવો મુશ્કેલ છે. તાજેતરમાં હવામાન વિભાગે આવનારા દિવસો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. દરેક વ્યક્તિએ હીટ વેવ થી બચવા કાળજી રાખવી જરૂરી છે.બહેનો ખાસ પોતાનું અને પરિવાર જનોનું ખાસ ધ્યાન રાખે. ગરમીથી બચવાનો આસાન ઉપાય છે પાણી. જેટલા પ્રમાણમાં પાણી નો ઉપયોગ કરવામાં આવશે એટલી શરીરને ગરમીથી રાહત રહેશે.નાના બાળકો અને વડીલોને સમયાંતરે પાણી,લીંબુ શરબત,વરિયાળી શરબત વગેરે આપતા રહેવું.
જરૂર ન હોય તો 12 વાગ્યાથી 5 દરમિયાન બહાર નીકળવાનું ટાળવું.વેકેશન હોવાથી બાળકોનો ખાસ ખ્યાલ રાખવો.
વારંવાર પાણી પીશું ગરમીથી બચીશું, તેમ ૧૦૮ સેવા અને આરોગ્ય શાખા રાજકોટ દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે
અતિશય ગરમીને લીધે લુ લાગવાનાં લક્ષણો જેવા કે હ્દયનાં ધબકારા વધી જવા, ખુબ પરસેવો થવો, અશક્તિ લાગવી, માથું દુખવું, ચક્કર આવવા, ચામડી લાલ-સુકી અને ગરમ થઇ જવી, સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ, ઉબકા અને ઉલટી થવી જેવા લક્ષણો જણાય તો તરત જ ૧૦૮ સેવા અથવા નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવી.
આ બાબત ડો.જીજ્ઞા મહેતા જણાવે છે કે હાલ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે અતિશય ગરમીમાં બાળકો, વૃદ્ધો તેમજ પશુ પંખી અને પ્રાણીઓની પણ કાળજી રાખવી જરૂરી છે.
આકરા તાપથી બચવા વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન પણ કરી શકાય.લાંબો સમય તડકામાં ન રહેવુ, હળવા રંગના સુતરાવ કપડા પહેરવાં, ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો, નાના બાળકો-વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવુ.ઉનાળામાં ચા કોફીનો ઉપયોગ બિલકુલ ઓછો કરો જેથી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે. ગરમીથી બચવા સુતરાવ કપડા પહેરવાનો આગ્રહ રાખો જે શરીરમાંથી પરસેવાને શોષી લેવાનું કામ કરશે આ ઉપરાંત કોટન જેવા કપડાં પહેરો.
ઘરની બહાર નીકળતી વખતે માથા પર ટોપી પહેરો તેમજ સન ગ્લાસ નો ઉપયોગ કરો તથા હાથ કવર કરી લે તો સ્કિન ને રક્ષણ મળે છે.
આ ઉપરાંત બહાર નીકળતા પહેલા સાથે બોટલમાં પાણી રાખો જેથી તરસ લાગે તો તરત જ તેનો ઉપયોગ કરી શકાય આ ઉપરાંત પાણી વડે મોં પર છાલક મારવી તેમજ ભીનું કપડું કરીને માથા પર પણ રાખી શકાય. ગરમી લાગી જાય ત્યારે પાણીમાં મીઠું નાખીને પગ બોળવાથી પણ રાહત થાય છે.
ખોરાકમાં ફ્રૂટ નું પ્રમાણ વધુ રાખવાથી પાણીનું પ્રમાણ જળવાઈ રહેશે પરંતુ ખાસ યાદ રાખો કે બજારના લાંબા સમયથી સુધારેલા તેમજ ખુલ્લા રાખેલા ફળોનો ઉપયોગ ન કરવો.