જણસીની ખરીદીની નોંધણી તાકીદે શરૂ કરવા મોટીપાનેલી સહકારી મંડળની મુખ્યમંત્રી, કૃષિ મંત્રીને રજૂઆત
Share
SHARE
અગ્ર ગુજરાત, રાજકોટ સરકાર દર વર્ષની જેમ આ વર્ષે પણ અલગ અલગ પાકની ટેકાના ભાવે ખરીદી કરે છે. સરકાર દ્વારા ટેકાના ભાવે વિવિધ જણસીની ખરીદીની ઓનલાઇન નોંધણી તાકીદે શરૂ કરવા માટે મોટીપાનેલી જુથ વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીની પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. હાલ મોસમનો મિજાજ વારે વારે બદલાયા કરે છે ચોમાસું પુરુ થયા હોવા છતા હજુ પણ વરસાદ પડી રહ્યો છે. તેવા સમયે મગફળી, સોયાબીન, તુવેર, મગ, અડદ જેવા વિવિધ પાકોની ટેકાના ભાવે વેચાણ કરવા યાર્ડમાં આવતા ખેડૂતોને તેનું પુરતું વળતર મળી રહે તે માટે ઓનલાઇન નોંધણી તાકીદે શરૂ કરવા ઉપલેટા તાલુકાના પાનેલી મોટી સહકારી મંડળી ના પ્રમુખ વિરેન ફળદુ, ઉપપ્રમુખ મેહુલ વરસાણી, કારોબારી સભ્યો સરકારને માંગ કરતો પત્ર પાઠવ્યો હતો.