– વૈશ્વિક અનિશ્ચિતતાને પગલે રેમિટેન્સ પર અસર પડી
Updated: Sep 30th, 2023
મુંબઈ : વિદેશમાં કામકાજ માટે ગયેલા ભારતીયો દ્વારા ઘરઆંગણે નાણાં મોકલવાની માત્રા જૂન ત્રિમાસિકમાં છેલ્લા ચાર ત્રિમાસિકની નીચી સપાટીએ રહી છે.રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા જાહેર કરાયેલા ડેટા પ્રમાણે વિદેશમાં કામ કરવા ગયેલા ભારતીયો દ્વારા વર્તમાન વર્ષના જૂન ત્રિમાસિકમાં સ્વદેશ નાણાં મોકલવાનો (રેમિટેન્સિસ) આંક ૧૪.૪૭ અબજ ડોલર રહ્યો હતો, જે માર્ચ ત્રિમાસિકની સરખામણીએ ૧.૪૦ ટકા ઓછો છે અને ગયા વર્ષના જૂન ત્રિમાસિકની સરખામણીએ ૦.૧૦ટકા ઓછો છે.
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં દેશની ચાલુ ખાતાની ખાધ વધીને ૯.૨૦ અબજ ડોલર રહી છે, જે માર્ચ ત્રિમાસિકમાં ૧.૩૦ અબજ ડોલર હતી. જો કે ૨૦૨૨ના જૂન ત્રિમાસિકમાં ખાધનો આંક ૧૭.૯૦ અબજ ડોલર જેટલો ઊંચો રહ્યો હતો.
વિદેશમાંથી નાણાં મોકલવાની માત્રામાં ઘટાડો ચિંતાજનક છે. વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા રેમિટેન્સ પર અસર જોવા મળી હોવાનું માનવામાં આવે છે. જો કે ક્રુડ તેલના ભાવમાં વધારો થતાં રેમિટેન્સમાં વધારો જોવા મળી શકે છે, પરંતુ સાથોસાથ ચાલુ ખાતાની ખાધ પણ ઊંચે જશે.
ભારતની ચૂકવણીની સમતુલામાં રેમિટેન્સિસ એક મહત્વનો હિસ્સો છે. ૨૦૨૨માં રેમિટેન્સિસ ૨૦૨૧ની સરખામણીએ ૧૨ ટકા વધી ૧૦૦ અબજ ડોલરના વિક્રમી આંકે પહોંચ્યું હતું.
કોરોનાને લગતા પ્રતિબંધા હળવા થવા સાથે ભારતમાંથી કર્મચારીઓ ફરી વિદેશ રવાના થતા ખાસ કરીને અખાતી દેશોમાં કર્મચારીઓ ફરી કામે વળગતા અને ક્રુડ તેલના ભાવમાં વધારાથી ગયા વર્ષે રેમિટેન્સમાં વધારો જોવા મળ્યો હતો.
High-quality cheap replica watches UK online store for men. The best fake watches for sale.