વડાપ્રધાન કહે છે કે દલિત-પછાત અનામતનો અંત નહિ આવે ,ધર્મના આધારે ભાગલા નહી પડે
ખડગે કહે છે વોટ માટે દેશને હિન્દુ –મુસ્લીમ,એસટીઓબીસીમાં વહેંચી રહયા છે વડાપ્રધાન
સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદીને એક વખત ચૂંટણી પ્રચારમાં નરેન્દ્ર મોદીને મોતના સોદાગર કહયા હતાં. ત્યાર બાદ પવના પલટાયો હતો.નરેન્દ્ર મોદી અને ભાજપએ સોનિયા ગાંધીના આ નિવેદનનો જબ્બર ઉપયોગ કરી વિકટીમ કાર્ડ ખેલ્યુ હતું.સહાનુભૂતિ કાર્ડ ખેલ્યુ હતુ. સોનિયા ગાંધીનું આ વિધાન ભાજપને અને મોદીને ફળ્યુ હતું. દેશમા મુદા આધારિત અને પર્ફોર્મન્સ આધારિત ચૂટણી લડવાની બાબતમાં નેતાઓ પછાત છે. પ્રજા પણ વિકાસ કે અન્ય મુદા ઉપર કદાચ ખાસ ધ્યાન આપતી નથી.ધર્મ,નાત,જાત,હિન્દુ-મુસ્લીમના મુદા ચૂંટણીમાં આવી જ જાય છે. દેશના ટોચના નેતાઓ હેટસ્પીચ કહી શકાય તેવા મુદાઓ તેમના ભાષણમાં લાવે છતાં ચૂંટણી પંચ મૂક સાક્ષી બની રહે છે. બીજા તબકકાના ચૂંટણી પ્રચારમાં આવુ જ બન્યુ છે. હવે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના ખડગે,રાહુલ ગાંધી સહિતના ભાષણમાં હિન્દુ,મુસ્લીમ,શીખ ઇસાઇ, અનામત,દલિત સહિતના મુદાઓ આવવા માંડયા છે.
સૌ પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાજસ્થાનના જયપુર અને ટોંકમાં કહયુ કે, કોંગ્રેસ દલિત પછાતના અનામતમાં કાપ મુકીને મુસ્લીમોને આપવા માંગે છે. પણ મોદી ગેરન્ટી આપે છે કે, દલ્ત પછાત વર્ગનો અનમતનોલાભ કયારેય ખતમ નહી થાય. અને ધર્મના નામે ભાગલા પણ નહી પડે. ર૦૦૪ થી ર૦૧૦માં આંધ્રમાં કોંગ્રેસ મુસ્લીમોને ચાર ગણી અનામત આપવા માંગતી હતી.
ટોંકમાં વડાપ્રધાન મોદીએ હનુમાન ચાલીસાનો મુદો ઉઠાવ્યો હતો. તેમણે કહયુ હતું કે કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા સાંભળવા ગુનો હતો. આસ્થાનું પાલન કરવુ મૂશ્કેલ હતું. થોડા દિવસ પહેલાં કર્ણાટકમાં એક ગરીબ માસણ પોતાની દુકાનમાં બેસીને હનુમાન ચાલીસા સાંભળી રહયો હતો. ત્યો તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. જયાં સધી લોહીલુહાણ ન થયો ત્યાં સુધી તેને મારવામાં આવ્યો હતો. કર્ણાટકમાં કોંગ્રેસ આ રીતે સરકાર ચલાવી રહી છે.
કોંગ્રેસના નેતા ખડગેએ વડાપ્રધાન સામે પણ નિવેદનો કર્યા છે. તેમણે કહયુ કે વડાપ્રધાન ભાગલા પાડવાના પ્રયાસ કરે છે. તેમણે કેરળના ચેંગનુરમાં કહયુ હતું કે, પીએમ કયારેક હિન્દુ –મુસ્લીમ તો કયારેક એસટી –ઓબીસી ની વાતો કરે છે. તેઓ આ વોટ માંગવા માટે કરી રહયા છે. દેશની ભલાઇ માટે નહિ.આ તેમની ભાગલા પાડવાની રણનીતિ છે.
ખડગેએ વધુમાં કહયુ હતું કે, ખેડૂતો અને ગરીબોની સ્થીતિ સૌથી વધુ ખરાબ છે. સરકારમાં અમીર ગરીબ વચ્ચેની ખાઇ ૧૦૦ વર્ષમાં સૌથી વધારે છે. આટલી મોટી ખાઇ તો બ્રિટીશ સરકાર સમયે પણ નહોતી. છેલ્લા દસ વર્ષમાં મોદી તેમના બે –ત્રણ ખાસ દોસ્તો માટે કામ કરી રહયા છે. જયારે આ દરમિયાન આશરે એક લાખ ખેડૂતો આત્મહત્યા કરી ચૂકયા છે. દેશમાં સરેરાશ 3૦ ખેડૂત આત્મહત્યા કરે છે.
બીજા તબકકાની ચૂંટણી સુધીમાં તો જાતીવાદી,ધાર્મીક સંવેદનશીલતા ધરાવતાં મુદાઓનો શબ્દ પ્રયોગ ખુદ વડાપ્રધાન અને કોંગ્રેસના પ્રમુખ કરતાં થઇ ગયા છે. આ સ્થીતિમાં હવે વિકાસ અને ગરીબી,મોંઘવારી,બેરોજગારી જેવા મુદે કોઇ વાત કરતું નથી. અથવા આ મુદા પાશ્ચાદભૂમાં ધકેલાઇ ગયા છે.
ભાજપને દસ વર્ષના શાસન બાદ ફરી એક વખત હિન્દુ-મુસ્લીમ,અનામત અને જાતિવાદી મુદાઓ ઉપર ચૂંટણી પ્રચાર લઇ જવો પડે એ મજબુરી છે. કોંગ્રેસના ખાતામાં પણ કર્ણાટક,કેરળ વગેરે રાજયમાં લઘુમતીની આળપંપાળના આક્ષેપોનો જવાબ નથી. સોશિયલ મિડિયાને કારણે કોઇ પણ ઘટનાઓ હવે રાજયના સરહદના સિમાળા ઓળંગતા વાર નથી લાગતી. આથી બચાવ પણ કરી શકાતો નથી. બન્ને પક્ષોના નેતાઓને ખુલ્લા પડી જવાનો ભય લાગે છે. આથી ગોળ ગોળ આક્ષેપોના અર્થહિન ભાષણોથી પ્રચાર આગળ વધી રહયો છે. જોઇએ હજુ આખરી તબકકા સુધીમાં રાજકીય પક્ષો સમાજમાં વિગ્રહ થાય એવા કેટલા ભાષણો કરે છે. કારણ કે ચૂંટણી તંત્ર માત્ર સાક્ષી ભાવે નિરખી રહયુ છે. આવા ભાષણો અટકાવી શકતું નથી. નેતાઓના ભાષણ પવિત્ર નહિ હોય તો મત કેમ પવિત્ર કહેવાશે ?