ભૂમાફીયાઓએ સરકારી જમીનમાં કર્યો હતો કબ્જો : તંત્રની શિથીલતાના કારણે થઇ ગયા હતાં બાંધકામ
૨૦ ઝૂપડા, ૧ વાહનોનું સર્વિસ સ્ટેશન, 3 શેડ, ૪ ઓરડી બની ગઇ હતી
રાજકોટમાં ભૂ-માફિયાઓ માટે જાણે મોકળુ મેદાન હોય તેવા સામાકાંઠના ખાસ કરીને મોરબી રોડ સહિતના વિસ્તારમાં સરકારી જમીન પણ સલામત નથી. મહાપાલિકાની માલિકીના આવા પ્લોટમાં ખડકાઇ ગયેલા દબાણો તોડવા માટે ટીપી શાખાએ આજે વહેલી સવારથી જ બુલડોઝરની ધણધણાટી બોલાવવાનું શરૂ કર્યુ હતો. બપોર સુધીમાં વોર્ડ નં.૪ અને ૫માં અલગ અલગ ૬ થી ૭ સ્થળે મનપાના રિઝર્વેશન પ્લોટમાં ખડકાઇ ગયેલા ૨૦ જેટલા ઝૂપડા, ચાર ઓરડી, ૨ ડેલા, ૧ વાહનનું સર્વિસ સ્ટેશન અને 3 શેડ, ૨ ચાની હોટલ સહિતના દબાણો બપોર સુધીમાં દૂર કરવામા આવ્યા હતા. કુલ ૨ અબજ 3 કરોડ ૧૪ લાખ ૪૦ હજારની કિંમતની 3૭૮૬૧ ચો.મી. સરકારી જમીન પર દબાણ થઇ ગયા હતા.