મોદી સરકારે બ્રીજ ભુષણને છાવરી મોટી ધોબી પછડાટ ખાધી છે
ઓલમ્પીક વિજેતા ખેલાડીઓનો વિરોધ હળવાશથી લેવાની ભુલ ભારે પડી
લોકસભાની ચૂંટણી ટાણે જ આ મામલો તુલ પકડતાં બ્રિજભુષણથી દૂરી કરી
ભારતિય મહિલા પહેલવાનોના શારિરિક શોષણ અને યૌન ઉત્પીડન સહિતના મામલે લગભગ એક વર્ષથી ચાલતાં વિવાદમાં મોદી સરકારે ધોબી પછાડ ખાધી છે.છેલ્લા એક વર્ષથી ચાલતાં વિવાદને પગલે કેન્દ્ર સરકારે રવીવારે કુશ્તી મહાસંઘની માન્યતા રદ કરી તેને વિખેરી નાંખ્યુ છે. આ સાથે ડબલ્યે એફઆઇના નવ નિયુકત અધ્યક્ષસંજય સિંહ સહિત બધાન સભ્યોની હકાલપટ્ટી કરવામાં આવી છે. વધુમાં સરકારના આદેશના પગલે ભારતિય ઓલમ્પીક સંઘે ફેડરેશન માટે ૪૮ કલાકમાં નવી એડહોક સમિતિ બનવાવાની હેરાત કરી છે. સરકારે નવા કુશ્તી સંઘ પર ઉતાવળે નિરણય લેવાના અને બંધારણનો ભંગ કરવાના આક્ષેપ મુકયા છે.
આ સાથે કુશ્તીસંઘના પૂર્વ અધ્યક્ષ બ્રીજભુષણ શરણસિંહનો વિરોધ કરનાર ઓલમ્પીક ખેલાડીઓએ હવે લડત મ્યાન કરી દીધી છે. સાક્ષી મલિકે રેસલીંગ છોડી દેવાની જાહેરાત કરી હતી તે પાછી ફરે તેવા નિર્દેશ છે. સાક્ષીએ સંઘની માન્યતા રદ કરવાના પગલાં બાદ જણાવ્યુ હતું કે અમારી લડાઇ સરકાર સાથે નથી. માત્ર મહિલા એથ્લિટોની ચિંતા છે. આ ચિંતા વાજબી છે મોદી સરકારના ધ્યાને આ ચિંતા ન આવી. દિવાલ ઉપરના શબ્દો કોઇએ ન વાંચ્યા. ઓલમ્પિક તો ઠીક જો પોતાની દીકરીઓ જેના હાથમા સોંપવાની હોય તે શિક્ષણ હોય કે રમત કોઇ મા-બાપ પોતાની દીકરીઓને આવા હાથોમાં ન સોંપે. આપણે એક બાજુ મહિલા અનામત અને બેટી બચાવો,બેટી પઢાઓના ભાષણ કરતાં હોય અને બીજી બાજુ દિલ્હીમાં આંતરરાષ્ટ્રિય રમત સાથે જોડાયેલી દીકરીઓને ટીંગાટોળી કરી તેને પોલીસ વાનમાં ધકેલાતી હોય તે વિરોધાભાસ દેશમાં મહિલા સ્પોર્ટસને માટે ખતરનાક સાબિત થાય.
પરાકાષ્ટા તો ત્યાં આવી જાય કે દિકરીઓના રક્ષણ અને સન્માનની લડત લડતા સ્ત્રી પુરુષ ખેલાડીઓ તેમને મળેલા રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સન્માન પરત કરે ત્યારે સરકારની આંખ ઉઘડે તે ઘણુ બધુ સૂચવે છે.
રાજકાણ ઉપર પણ એક જાહેર જીવન હોય છે. જે વાજપેયી પાસેથી શિખવુ પડે. કેટલાક મુદા એવા હોય છે કે જેને રાજકાણીઓએ પણ સ્પર્શવા ન જોઇએ. બ્રીજભુષણ શરણની ચુંટણીલક્ષી ગમે તેટલી ઉપયોગીતા હોય મજબુત ગણાતાં નેતાઓએ તેને એક વરસ સુધી છાવર્યો કેમ? સરકારને કદાચ એમ હશે કે આ વિરોધ કચડી નાંખીશુ. પરંતુ ભારતિય નારીઓ પોતાના શીલ માટે સતિઓ થવાના દાખલા છે. અહીં લડત અટકવાને બદલે વધીને પોતાની કારકિર્દીના ક્ષેત્ર સંન્યાસ સુધી પહોંચી. બજરંગ પુનિયા અને સાક્ષી મલ્લીકે પોતાના પદ અકરામ છોડવાની જાહેરાત કરી સરકારને બેકફુટમાં ધકેલી દીધી. સરકારે રાતોરાત કુશ્તીસંઘ વિખેરવાની જાહેરાત કરી. પણ સવાલ એ છે કે સરકારે બ્રિજભુષણને એક વરસ સુધી છાવર્યો શા માટે ?હવે કહેવાય છે કે ખેલાડીઓના રોષથી લોકસભાની ચૂંટણીમા ભાજપને ૪૦ બેઠક ઉપર નુકસાન જાય તેમ હતું. આ કારણે હવે રાતોરાત કુશ્તીસંઘ વિખેરવાનો નિર્ણય લેવાયો.
સરકારે પ્રારંભિક વિરોધમાં જ આ મામલાનું સત્યશોધન કરી ઘીના ઠામમાં ઘી ઠાલવી દીધુ હોત તો નેવાના પાણી મોભે ન ચડત. સરકારે આજે જે નિર્ણય લીધો તે એક વર્ષ પહેલાં લીધો હોત તો સરકારનું અને ભાજપનું માન રહી જાત. હવે આ નિર્ણય થયો એટલે જેનો અંત સારો તેનું સૌ સારુ એમ કહિ શકાય. પણ એટલું જરૂર કહેવુ પડે કે બડી દેર કરદી સનમ આતે આતે…..
રમતવીર બહેન દીકરીઓ અને રમતવીર ભાઇઓના મન ઉપર સરકારના જે વર્તનથી જે ઘાવ પડયા છે તેને રૂઝાતા સમય લાગશે.