વિજય હજારે ટ્રોફી 2024 માટે કેરળની ટીમમાં સંજુ સેમસનની પસંદગી કરવામાં આવી ન હતી. જે બાદ હવે કેપ્ટન્સી પણ તેના હાથમાંથી જતી રહી છે. IPLમાં રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપ કરનાર સંજુ સેમસન માટે મોટો ઝટકો લાગ્યો છે. આ પહેલા સંજુ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કેરળ ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો હતો. જો કે તેની કેપ્ટનશીપમાં ટીમનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. વાસ્તવમાં, સંજુ સેમસને ટૂર્નામેન્ટ પહેલા કેરળ ટીમના પ્રેક્ટિસ કેમ્પમાં ભાગ લીધો ન હતો, જેના કારણે તેને આ મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું.
સંજુ સેમસને જણાવ્યું કારણ
રિપોર્ટ અનુસાર, સંજુ સેમસને કેરળ ક્રિકેટ એસોસિએશનને પ્રેક્ટિસ કેમ્પમાં ન આવવાનું કારણ આપ્યું છે. જો કે આ પછી પણ તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો અને ન તો તેને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. KCAમાં એવા ખેલાડીઓનો જ સમાવેશ થતો હતો જેમણે પ્રેક્ટિસ કેમ્પમાં ભાગ લીધો હતો. સંજુની જગ્યાએ હવે સલમાન નિઝાર વિજય હજારે ટ્રોફીમાં કેરળ ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.
IPL 2025માં રમતો જોવા મળશે
સંજુ સેમસન ફરી એકવાર IPL 2025માં રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. મેગા ઓક્શન પહેલા ફ્રેન્ચાઇઝીએ આ ખેલાડીને રિટેન કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, વિજય હજારે ટ્રોફીમાં ન રમી શકવું સંજુ માટે તેની ભવિષ્યની ટુર્નામેન્ટમાં મોટો ફટકો બની શકે છે.
કેરળની સંપૂર્ણ ટીમ
સલમાન નિઝાર (કેપ્ટન), અજનાસ એમ (વિકેટકીપર), આનંદ ક્રિષ્નન, એ ઈમરાન, રોહન કુનુમલ, શોન રોજર, કૃષ્ણ પ્રસાદ, જલજ સક્સેના, એ સરવતે, સિજોમન જે, બેસિલ થમ્પી, બેસિલ એનપી, નિધિશ એમટી, એડન ટોમ, શરાફુદ્દીન, એ સ્કારીયા, વિશ્વેશ્વર, વૈશાખ ચંદ્રન.