પે એન્ડ પાર્કિંગ અને શિવમ કોમ્પ્લેક્સ વચ્ચે સળંગ યાજ્ઞિક રોડ સુધી પતરાની દિવાલ ઉભી કરી દેવાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના સર્વેશ્વર ચોકમાં વોંકળા પરનું સ્લેબ ધસી પડતા સર્જાયેલી ભયાવહ દૂધર્ટનાના તીવ્ર પ્રત્યાઘાત પડ્યા છે. જ્યા સ્લેબ ધસી પડી છે તે ૧૪૪ ઓફિસ-દુકાન સાથેનું બિલ્ડીંગ સીલ કરાયા બાદ વોંકળા પર સ્લેબ બનાવી નખાયો છે તેની મજબૂતાઇ માટે સ્ટ્રક્ચર ટેસ્ટીંગ કરવામા આવ્યુ હતુ. એ દરમિયાન એવો નિર્ણય લેવાયો છે કે, મુખ્ય ચોકમાં પે એન્ડ પાર્કિંગ નીચે જેટલા ભાગમાંથી વોંકળો પસાર થઇ રહ્યો છે એ બોટલનેક જેટલો ભાગ તોડી પાડીને નવી ડિઝાઇનથી જ રસ્તો બનાવવામા આવશે. તેના માટે કન્સલ્ટન્ટ પાસેથી વોંકળા પરનો સ્લેબ બનાવવા નવી ડિઝાઇન તૈયાર કરાવવામા આવી છે.
મુખ્ય ચોકમાં જ ભયજનક એવો વોંકળા પરનો આ સ્લેબ તોડવા માટેનું કામ ટૂંક સમયમાં જ શરૂ થવા જઇ રહ્યુ છે. એ પૂર્વે ગઇકાલથી પે એન્ડ પાર્કિંગનો અડધો ભાગ તેમજ શિવમ કોમ્પ્લેક્સ તરફનો ભાગ આ બન્ને વચ્ચેથી પસાર થતા વોંકળાના વિસ્તારને કોર્ડન કરવા પતરાની આડસ મુકીને ચોક સંપૂર્ણપણે બંધ કરી દેવામા આવ્યો છે.