કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, તરઘડીયા ખાતે ચાલતી “સ્પેશ્યલ પ્રોજેક્ટ ઓન કોટન” યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના સ્ટેટ નોડલ ઓફિસર અને સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોટન રિસર્ચ, નાગપુરના વૈજ્ઞાનિક ડો. વિવેક શાહ અને ડો. જયવર્ધન દ્વારા પ્રોજેક્ટની કાર્યપદ્ધતિ વિશેની જાણકારી મેળવી હતી.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, તરઘડીયા ખાતે ચાલતી “સ્પેશ્યલ પ્રોજેક્ટ ઓન કોટન” યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના સ્ટેટ નોડલ ઓફિસર અને સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોટન રિસર્ચ, નાગપુરના વૈજ્ઞાનિક ડો. વિવેક શાહ અને ડો. જયવર્ધન દ્વારા પ્રોજેક્ટની કાર્યપદ્ધતિ વિશેની જાણકારી મેળવી હતી.કે.વિ.કે. ના વડા ડો.જી.વી.મારવીયા દ્વારા સ્વાગત કરવા સાથે ડો. જે. એચ. ચૌધરી દ્વારા “સ્પેશ્યલ પ્રોજેક્ટ ઓન કોટન” પ્રોજેક્ટની વિવિધ પ્રવૃતિઓ વિશે માહિતગાર કરાયા હતા. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલ ખેડૂતોની મુલાકાત કરાઇ હતી. જે અંતર્ગત રાજકોટ તાલુકાના મઘરવાડા ગામ ખાતે આ પ્રોજેક્ટમાં જોડાયેલ એક ખેડૂતના ખેતરની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતમાં ડો. જે. એચ. ચૌધરી, જિલ્લા નોડલ અધિકારી તેમજ પાયલ ટાંક (YP-II), અરવિંદ બેરાણી (YP-I) પણ જોડાયા હતા.રાજકોટ જિલ્લાના ખેડૂતો કપાસની ખેતીનું સાંકડા ગાળે વાવેતર કરી વધુ ઉત્પાદન મેળવે તે માટેના આ “સ્પેશ્યલ પ્રોજેક્ટ ઓન કોટન” પ્રોજેક્ટની રાજકોટ જિલ્લામાં થતી પ્રવૃતિઓ જોઈને બંને વૈજ્ઞાનિકો પ્રભાવિત થયા હતા અને ખેડૂતો માટે કરવામાં આવેલી આ કાર્ય પ્રણાલીને બિરદાવી હતી.