સુપ્રિમ કોર્ટે મત વ્યકત કરી અને ભારતની આઝાદી પહેલાંના પ્રશ્નને ફરી એક વખત ચર્ચાના એરણે મૂકયો છે
અનામત મામલે દેશ બે ભાગમાં વહેંચાઇ ગયો છે,લાભાર્થી અને પીડિત. બન્ને પોતાના મત ઉપર કટ્ટર બની ગયા છે
અનામતના એક મામલાની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટ કહયુ હતું કે, જે પણ લોકોએ અનામતનો લાભ લઇ લીધો હોય તેઓને હવે અન્ય અતિ પછાત લોકો માટે જગ્યા કરવી જોઇએ. અને પોતે સધ્ધર થઇ ગયા હોય તો અનામતમાંથી બહાર નીકળી જવુ જોઇએ. પંજાબના એક કેસમાં સુપ્રીમ કોર્ટના ન્યાયધિશ ડી.વાય. ચંદ્રચૂડની આગેવાનીમાં સાત ન્યાયધીશોની બ઼ધારણીય બેંચ દ્વારા સુનાવણી ચાલી રહી છે. જે દરમિયાન ટીપ્પથી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ સવાલ કર્યો હતો કે જે લોકો અનામતનો લાભ લઇને સમુધ્ધ થઇ ગયા છે અને આર્થિક રીતે આગળ ગયા છે તેઓને અનામતમાંથી બહાર ન કરી શકાય ?
દેશમાં અનામતનો વિવાદ હવે પેન્ડોરા બોકસ બની ગયો છે. પંજાબમાં અનામતમાં પણ અનામતની જોગવાઇનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. દેશમાં સ્થીતિ વધુ ખરાબ છે. આઝાદીના ૭૦ વર્ષ થઇ ગયા છતાં અનામત મામલે દેશમાં સ્થીતી સુધરવાની બદલે બગડતી જાય છે. અનામત જે વર્ગને મળે છે એ વર્ગ અનામતની વિરૂધ્ધમાં જે વ્યકિત, નેતા કે સમવાય તંત્ર બોલે તેની વિરૂધ્ધ તુરંત મન બનાવી લ્યે છે. સામા પક્ષે અનામત નથી મળતી એ બીન અનામત વર્ગ તેમની તરફેણમાં કોઇ બોલે છે ત્યાર દ્રઢ માન્યતા સાથે તેમન ટેકો આપે છે. રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ જેવા વિશ્વના સૌથી મોટા હિન્દુવાદી સંગઠન માટે પણ દેશમાં આ મુદ્દો પડકારજનક છે. સંઘ પણ કદી આ વિષે ખુલીને નથી બોલતું.
સૌ પ્રથમ તો અ સમજીએ કે અનામત પ્રથા શા માટે આવી છે. ? દેશમાં આઝાદ પહેલાં જ્ઞાતી પ્રથા અને વર્ણ પ્રથામાંથી સવર્ણ અને પછાત જાતીના ભેદભાવમાંથી આ પ્રથા જન્મી છે. આઝાદી બાદ બંધારણીય રીત તમામ જાતીની સમાનતા માટ પછાત વર્ગને આર્થિક અને સામાજીક સુદ્રઢ બનાવવા અનામત પ્રથાનો અમલ થયો. અનામત મતલબ સરકારી અને દેશના કેટલાક સંશાધનો ઉપર પછાત વર્ગની વ્યાખ્યામાં આવતાં લકોને જ્ઞાતિના આધારે અનામતનો લાભ અપાયો. જેમાં શિક્ષણ, નોકરી,નોકરીમાં પ્રમોશન,સતામાં એટલે કે ચૂંટણીમાં ઉમેદવારોમાં પણ અનામત પ્રથા છે.
દેશમાં આજે ખાસ કરીને યુવાનોમાં અનામત પ્રથાની તરફેણ અને વિરોધ ખુબ કટ્ટર બની ગયો છે. અનામતના લાભ મેળવતા વર્ગને આ બાબતે કોઇ તેમના હિતના વિરોધમાં બોલે તો સાંખી નથી લેવાતું. બીજી બાજુ સવર્ણોમાં પારિવારીક માહોલમાંથી અને શિક્ષણ રોજગારીમાં અનામતને કારણે તેમને તેજસ્વી હોવા છતાં રિસોર્સીસથી આ દેશમાં ચોકકસ સવર્ણ જાતિમાં જન્મ લેવાથી સહન કરવુ પડે છે તે તેના માટે અસંતોષ અને કયારેક રોષ કે બળવાનું સ્વરૂપ પણ લ્યે છે.
સુપ્રીમ કોર્ટે જે ટીપ્પણી કરી તેને સંભવત: કોઇ રાજકિય પક્ષ સ્પર્શ નહિ કરે. કારણ કે લોકસભાની ચૂંટણી માથે છે. આવા સંજોગોમાં કોઇ પણ એક વર્ગની તરફેણમાં બોલવુ એ આપોઆપ બીજા વર્ગની વિરૂધ્ધમાં ચાલ્યુ જાય છે. આવો પક્ષ રાખવાની ભારતના મોટા રાજકિય પક્ષોમાં હિંમત નથી.દેશમાં અનામત મામલે ઇતિહાસની મોટી લડત સંભવિત છે. સુપ્રીમ કોર્ટ તો માત્ર તેમનો મત વ્યકત કર્યો છે પરંતુ અનામતનો લાભ લઇને શ્રીમંત થઇ ગયેલા લોકો હવે તેમને મળેલી સવલતોના આદિ થઇ ગયા છે. તેમના જ વર્ગના ગરીબ અને વંચિત વર્ગ માટે પોતાનો લાભ છોડવા તૈયાર નથી. અનામત મામલો ઘણી લાંબી લડત માંગે છે લાંબી રાજકિય ઇચ્છા શકિત માંગે છે. બન્ને પક્ષે મોટી પરિપકવતા માંગે છે.