મુંબઈ ના કથાકાર રસીકભાઈ રાજયગુરૂ ભાગવત કથા,રાકેશ રાજયગુરૂ દેવી ભાગવત નું રસપાન કરાવશે પોથી યાત્રા,કપીલ જન્મ,કૃષ્ણ જન્મ,દેવી ભાગવત માં દેવી પ્રાગટય,તુલશી પ્રાગટય ના પ્રસંગો ધામધુમ થી ઉજવાશે.
રાજકોટ લોહાણા મહાજન વંડી સાગણવા ચોક ખાતે તા.૧૯ થી ૨૭ ડીસેમ્બર શ્રી મદ ભાગવત સપ્તાહ તથા દેવી ભાગવત નું ભવ્ય આયોજન કરાયેલ છે અમેરીકા રહેતા અને મુળ જન્મ સ્થળ રાજકોટ ના શોભનાબેન ગણાત્રા દ્વારા સ્વર્ગસ્થ થયેલા પરીવારો ના લાભાર્થે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયેલ છે.
વેરાવળ લોહાણા મહાજન પ્રમુખ તેમજ પરીવાર ના દીપક કકકડે જણાવેલ હતું કે અમેરીકા રહેતા શોભનાબેન ગણાત્રા નું જન્મ સ્થળ લોહાણા ચાલ જંકશન પ્લોટ રાજકોટ છે સ્વંગવાસ થયેલ ભાઈઓ બહેનોની મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જન્મ સ્થળે થાય તેવી લાગણી હતી જેથી મૃત્યુ પામેલ સ્વ.પ્રેમજીભાઈ હીરજીભાઈ ગણાત્રા(પિતા),સ્વ.લીલાવંતીબેન પ્રેમજીભાઈ ગણાત્રા (માતા) ,સ્વ.ચંદ્રકાંન્તભાઈ ગણાત્રા(ભાઈ), સ્વ.રજંનીભાઈ (ભાઈ) ,સ્વ.સીતાબેન(ભાભી) ,સ્વ.અશ્વીનકુમાર (કુમારભાઈ)(ભાઈ),વેરાવળ સ્વ.વૃજલાલ નારણદાસ કકકડ(બનેવી),સ્વ.દેવીબેન વ્રજલાલ કકકડ(બહેન),સ્વ.નિલેષ વૃજલાલ કકકડ (ભાણેજ), સંજયભાઈ વ્રજલાલ કકકડ (ભાણેજ),રાજકોટ સ્વ.રતીલાલ મોહનલાલ માખેચા(બનેવી ),સ્વ.ચંદ્રીકાબેન રતીલાલ માખેચા(બહેન),સ્વ.ભગવતી સુરેશચંદ્ર ઠકકર (બહેન) ના મોક્ષાર્થે ધાર્મિક કાર્યક્રમ યોજાયેલ છે
અમેરીકા રહેતા શોભનાબેન ગણાત્રા ના દીકરી પ્રિતીબેન ઠકકર, બીજલબેન સાંગાણી,દેવ ઠકક૨(પૌત્ર) એ આ કાર્ય કરવા માટે સહકાર આપેલ છે ભાગવત સપ્તાહ તારીખ ૧૯/૧૨/૨૩ ના રોજ પ્રારંભ થશે જેની પોથી યાત્રા નિકળશે તા.૨૨ ના રોજ રામ જન્મ, કૃષ્ણ જન્મ,તા.૨૪ ના રોજ રૂક્ષમણી વિાહ તેમજ તા.૨૫ ના રોજ સુદામા ચરીત્ર સાથે કથા ને વિરામ આપવામાં આવશે સવારે ૯.૩૦ બપોરે ૧૨.૩૦ કથા નું રસપાન શાસ્ત્રી રસીકભાઈ રાજયગુરૂ કરાવશે તેમજ તા. ૧૯/૧૨/૨૩ થી તા.૨૭/૧૨/ ૨૩ દરરોજ બપોરે ૩ વાગ્યા થી ૬.૩૦ સુધી દેવી ભાગવત નો પ્રારંભ થશે તા.૨૩ ના દેવી પ્રાગટય,તા.૨૭ ના દેવી યજ્ઞ તેમજ દેવી નિવાસ મહીમા ના રસપાન સાથે કથા ને વિરામ આપવામાં આવશે દેવી ભાગવત કથા નું સરપાન મુંબઈ ના રાકેશભાઈ રાજયગુરૂ કરાવશે.
કથાના સ્થળે જીવતે જગતીયું ના કાર્યક્રમ આયોજન કરાયેલ છે જેમાં પ્રિતીબેન ઠકકર, બીજલબેન સાંગાણી એ જણાવેલ હતું કે માતૃશ્રી શોભનાબે ન ગણાત્રા ની ઈચ્છા અનુસાર આ બન્ને ધાર્મિક કાર્યક્રમ માં જીવતા જગતીયું કરવાનું આયોજન કરાયેલ છે તા.૨૭/૧૨/૨૩ સવારે ૧૦ કલાકે આ કાર્યક્રમ નું આયોજન કરાયેલ છે.
રાજકોટ સાંગણવા ચોક લોહાણા મહાજન વંડી માં યોજાયેલ શ્રીમદ ભાગવત તેમજ દેવી ભાગવત કથાઅમૃત નો લાભ લેવા ધર્મપ્રેમી જનતા ને નિમંત્રણ અપાયેલ છે.