હું એક મતદાન નહીં કરું તો શું ફેર પડશે તેવો વિચાર ન કરો, દરેક વ્યક્તિનો મત અમૂલ્ય છે અને તેનું મહત્વ છે.
આવતીકાલનો સુરજ નવી આશા અને ઉમંગ સાથે ઉગશે.આવતીકાલે લોકશાહીનો અવસર અવસર આપણે સહુએ સાથે મળીને ઉજવવાનો છે.બહેનો! અન્ય પર્વ, તહેવાર દર વર્ષે આવે છે પરંતુ લોકશાહીનું આ પર્વ પાંચ વર્ષ બાદ ઉજવવા મળે છે. આ પર્વની ઉજવણી આપણે સહુ મતદાન કરીને કરીએ એ જરૂરી છે. મતદાન કરીએ અને કરાવીએ. બહેનો પરિવારમાં કેન્દ્રવર્તી જવાબદારી સંભાળતી હોય છે ત્યારે આ પર્વની ઉજવણીમાં પણ તેઓ આગળ રહી રહી દરેકને મતદાન કરાવે તે જરૂરી છે. મતદાન પ્રત્યે ઉદાસીન રહેવું બિલકુલ પાલવે નહીં. સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં અનેક બહેનો પોતાના પરિવારની જવાબદારી સાથે પોતાની ફરજ પણ નિભાવી રહ્યા છે. લોકશાહીનો આ ઉત્સવ છે જેની પળે પળને માણીએ .
ઘરે-ઘરે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ, માર્ગદર્શિકા પુસ્તિકા, આમંત્રણ પત્રિકાઓનું વિતરણ, દૂધ ભર્યાની પહોંચ, માલસામાનની ડીલીવરી, મેડીકલ પ્રિસ્ક્રીપ્શન, પે સ્લીપમાં મતદાન જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો છે. વેપારીઓ અને રેસ્ટોરન્ટ દ્વારા ડિસ્કાઉન્ટની ઓફર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ હેઝટેગ અને રીલ મેકિંગ સ્પર્ધાઓમાં જોડાયા છે ત્યારે દસ મિનિટ દેશ માટે જરૂર આપીએ.
આવતી કાલની દિવસ ભારત દેશના નાગરિકો માટે નિર્ણાયક છે. લોકશાહીનું આ પર્વ દેશનું ગર્વ છે અને આ ગર્વનો અનુભવ કરવા માટે દરેકે મતદાન કરવું એટલું જ જરૂરી છે. આ એ સોનેરી અવસર છે કે વ્યક્તિને પોતાના પ્રતિનિધિને ચૂંટવા માટેની તક મળે છે. એક જાગૃત નાગરિક તરીકે મતદાન કરવાની ફરજ છે અને લોકશાહીમાં મત આપવાનો આપણો અધિકાર પણ છે જેનો જરૂરથી ઉપયોગ કરીએ. પુરુષ મતદારોના પ્રમાણમાં મહિલા મતદારોનું પ્રમાણ ઓછું જોવા મળે છે ફરિયાદ દૂર કરીએ. જેમ દરેક પ્રસંગે બહેનો જવાબદારી લઈને કામગીરી સંભાળી લે છે એ જ રીતે આ લોકશાહીના પર્વમાં પણ બહેનો પોતે મતદાન કરે અને પરિવારજનો તેમજ પડોશીને પણ મતદાન અચૂક કરાવો. હું એક મતદાન નહીં કરું તો શું ફેર પડશે તેવો વિચાર ન કરો. દરેક વ્યક્તિનો મત અમૂલ્ય છે અને તેનું મહત્વ છે.જો તમારી પાસે ચુંટણી કાર્ડ નથી તો ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ અન્ય 12 પુરાવાઓ જેવા કે આધાર કાર્ડ સરકારી આઈકાર્ડ પાસપોર્ટ વિગેરે જેવા પુરાવાઓ સાથે આપ ચોક્કસ મતદાન કરી શકો છો આ ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા ટોલ ફ્રી નંબરની સુવિધા આપવામાં આવેલ છે જે ટોલ ફ્રી નંબર 1950 ઉપર કોલ કરી આપ આપના ચૂંટણી કાર્ડ અંગે કે અન્ય માહિતી મેળવી શકો છો.રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી લોકસભા ચુંટણી 2024 અનુસંધાને વધુ ને વધુ નાગરિકો મતદાન માં સહભાગી બને તે માટે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
રાજકોટમાં 7 વિધાનસભા વિસ્તાર 66,67,68,69,70,71,72 છે જેમાં 7 મદદનીશ ચુંટણી અધિકારીમાં 4 સ્થાન પર AR તરીકે મહિલાઓ જવાબદારી સંભાળે છે.68,69,70,72 વિસ્તારમાં આ કામગીરી મહિલાઓ સંભાળી રહી છે. આ મહિલાઓ પણ પોતાના પરિવારની જવાબદારી સાથે છેલ્લા બે મહિનાથી રાત દિવસ જોયા વિના અવિરત કામગીરી કરી રહી છે.આ ઉપરાંત પણ અનેક વિધ કામગીરી મહિલાઓએ પોતાના શિરે લીધી છે ત્યારે આપણે તો ફક્ત મતદાન મથક સુધી પહોંચવાનું છે એટલું તો આપણે જરૂર કરી શકીએ…બધા જ બહેનો કાલે મતદાન કરશો ને?