એન્જોય ક્લબ અને કૃતિકા ગોળના સથવારે વાનગી સ્પર્ધાનું આયોજન
વિજેતાઓને અઢળક ઈનામોથી નવાજવામાં આવ્યા
તહેવારોની અને વરસાદની સીઝન જામી છે ત્યારે જન્માષ્ટમી અને શ્રાવણ માસને વધાવવા બહેનો વિવિધ પ્રકારની વાનગીઓ બનાવે છે. બહેનો ના પાક કળા નું આ કૌશલ્ય બહાર આવે અને પરંપરાગત વાનગી બનાવે તે હેતુથી એન્જોય ક્લબ અને કૃતિકા નૈસર્ગિક દેશી ગોળ ના સહયોગ થી એક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે ભારતીય જનતા પક્ષના કાશ્મીરાબેન નથવાણી તેમજ ગુજરાતી ફિલ્મના જાણીતા કલાકાર યુવા સરકાર ફેમ હર્ષલ માંકડે હાજરી આપી હતી
આ વાનગી સ્પર્ધાનું બે વિભાગમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઈ સીંગ વગર હેલ્ધી કેક અથવા કોઈ પણ ટ્રેડિશનલ વાનગી બનાવી શકાશે અને બીજી કેટેગરીમાં મકાઈમાંથી વાનગી બનાવવાની હતી.100 થી વધુ બહેનોએ વાનગી સ્પર્ધામાં ભાગ લીધો હતો. દરેક લોકો વાનગી ઘરેથી બનાવીને લાવ્યા હતા. એક થી એક ચડિયાતી વાનગી બનાવીને બહેનો લાવ્યા હતા જેવા જજ તરીકે કુકિંગ એક્સપર્ટ હેતલબેન માંડવીયા તથા સોનલબેન ગણાત્રાએ સેવા આપી હતી.
ભાગ લેનાર દરેકને સ્યોર ગિફ્ટ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા તેમજ વિજેતા થયેલ બહેનોને ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં હાઉઝી ગેમ પણ રમવનો પણ આનંદ લીધો હતો.
બંને કેટેગરીમાં પાંચ પાંચ બહેનોને વિજેતા જાહેર કરાયા હતા.જેમાં સ્વીટની કેટેગરીમાં1. પરિતા ગણાત્રા 2. મનીષા મોનાની 3.કરુણાબેન હરસોરા 4. માલતી માનાની 5. જાનવી પાબારી અને મકાઈની કેટેગરી 1. સોનલ ત્રિવેદી 2.મનિષાબેન મોનાની 3. હીનાબેન સંપટ 4.અલકાબેન સોની 5. પારુલ બેન સોની વિજેતા બન્યા હતા તેમજ ગ્રાન્ડ વિનર તરીકે
પલવીબેન ઠકકરનું નામ જાહેર થયું હતું.
કૃતિકા ગોળના મીનલબેન મહેતાએ જણાવ્યું હતું કે બહેનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક વાનગી સ્પર્ધામાં ભાગ લીધો છે. આ વાનગી સ્પર્ધા નો મુખ્ય હેતુ લોકો સ્વસ્થ ભોજન તરફ મળે તે હતો જેને સફળ બનાવતા બહેનોએ ગોળ માંથી પણ અનેક પ્રકારની વાનગીઓ બનાવી ને પોતાનું કૌશલ્ય દેખાડ્યું હતું. આજે ડાયાબિટીસ પ્રેશર ના રોગો ઘર કરી ગયા છે ત્યારે ગોળ માંથી બનેલ વાનગી ને પ્રોત્સાહન આપવા માટે આ સમગ્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું.
એન્જોય ક્લબના પ્રમુખ દિવ્યાબેન સાયાણી એ જણાવ્યું હતું કે આ વાનગી સ્પર્ધામાં બે કેટેગરી હતી બંનેમાં બહેનોએ ખૂબ જ ઉત્સાહ બતાવી ભાગ લીધો છે આપણી અનેક પરંપરાગત ગોળમાંથી બનતી વાનગીઓ લોકો ભૂલી રહ્યા છે ત્યારે વાનગી સ્પર્ધા દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનો પણ એક હેતુ હતો. સમગ્ર વાનગી સ્પર્ધા માટે દિવ્યાબેન સાયાણી મીનલબેન મહેતા રચનાબેન રૂપારેલ તેમજ સોનલબેન ગણાત્રાએ જહેમત ઉઠાવી હતી.