ડીઝલ ચોરી કૌભાંડ ઝડપાયું:કોન્સ્ટેબલ ભરત મિયાત્રા સહિત નવની સંડોવણી
ડીઝલ સહિત 47 લાખનો મુદ્દામાલ જપ્ત: SMCની કાબિલે દાદ કાર્યવાહી
રાજ્યમાં ડીઝલ સહિતના ઇંધણનું પરિવહન કરતાં કેટલકા ટ્રાન્સપોર્ટરો તથા ડ્રાઇવરો ઇંધણની ચોરીના માર્ગે વળી જાય છે.સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મોરબીના વીરપરડા ગામ પાસે ઓમ બન્ના હોટલ પર દરોડો પાડી ડીઝલ ચોરી કૌભાંડ ઝડપી પાડ્યું છે. જેમાં પોલીસ કોન્સ્ટેબલ તથા અન્ય ત્રણ શખ્સોને SMCએ ઝડપી લીધા હતા.
આ અંગેની વિગત એવી છે કે, સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ સી.એન પરમારના માર્ગદર્શન હેઠળ SMCની ટીમે બાતમીને આધારે પીપળીયા ચાર રસ્તા માળિયા જામનગર હાઇવે પર વીરપરડા ગામ નજીક ઓમ બનના હોટેલ કમ્પાઉન્ડમાં રેડ કરી હતી. આ હોટેલના ગ્રાઉન્ડમાં પેટ્રોલ-ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું હતું. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સ્થળ પરથી ચોરાઉ ડીઝલનો ૧૫,૨૦૦ લીટર જથ્થો કીમત રૂ ૧૩,૯૮,૪૦૦ રૂપિયા સાથે ૫૨૦૦ લીટર પેટ્રોલનો જથ્થો જેની કિંમત રૂ ૪,૮૮,૨૦૦ સહિત ટેન્કર , મારુતિ સ્વીફ્ટ કાર, મહિન્દ્રા થાર જીપ, મોબાઈલ ફોન, પાઈપ, ડોલ અને કટર જેવા સાધનો મળીને કુલ રૂ ૪૭, ૦૫,૦૮૫ રૂપિયાની કિંમતનો મુદામાલ જપ્ત કર્યો છે.
પોલીસકર્મી સહીત નવ આરોપી ઝડપાયા
રેડ દરમિયાન સ્થળ પરથી આરોપી રાજેશ મારવાણીયા, રાજુ ખુંગલા, શક્તિસિંહ જાડેજા અને રાજસ્થાની યુવક નેતારામ બાવરી, ગોંવિદ બાવરી, સંતોક બાવરી, પ્રકાશ બાવરી અને હિરાલાલ બાવરી ઝડપાયા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલના ઓફિસર સીં.એન પરમાર અને કે.ટી કમારીયાએ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
હજુ 2 આરોપી પોલીસ પકડથી દૂર
જયારે મુખ્ય આરોપી શ્રવણસિંહ રાજપૂત (રહે.રાજસ્થાન) નો પાર્ટનર ભાવેશ ઉર્ફે મુન્નો પ્રભાતભાઈ ધ્રાંગા રહેવાસી નાગડાવાસ, મોરબી અને બીપીનભાઈ રહેવાસી મોરબી જે મુખ્ય આરોપીના ધંધાની દેખરેખ અને હિસાબ રાખનાર એમ ત્રણ આરોપીઓ મળી આવ્યા ન હોવાથી મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે
પોલીસકર્મીઓ સામે પણ ગુનો
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે હોટેલ કમ્પાઉન્ડમાં રેડ કરી હતી જ્યાં પેટ્રોલ અને ડીઝલ ચોરી કોભાંડમાં એક પોલીસ કર્મચારી પણ ઝડપાયા હતા. જે આરોપી પોલીસ કર્મચારી ભરતભાઈ મિયાત્રા પાસેથી બીયરના આઠ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૮૦૦ ની કિમતના બીયરનો જથ્થો કબજે લઈને આરોપી પોલીસ કર્મચારી વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો છે, તેમજ દારૂનો જથ્થો આપનાર તપાસમાં જે ખુલે તે આરોપી વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપી પોલીસ કર્મચારી ભરતભાઈ મિયાત્રાની ધરપકડ કરવામાં આવી છે. અને અન્ય તમામ પકડાયેલા આરોપી અને પોલીસ કર્મચારી ભરતભાઈ મિયાત્રાની આકરી પૂછપરછ માટે રીમાન્ડની માંગણી કરવામાં આવી છે.
રાજ્યમાં ડીઝલ સહિતના ઇંધણનું પરિવહન કરતાં કેટલકા ટ્રાન્સપોર્ટરો તથા ડ્રાઇવરો ઇંધણની ચોરીના માર્ગે વળી જાય છે.સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મોરબીના વીરપરડા ગામ પાસે ઓમ બન્ના હોટલ પર દરોડો પાડી ડીઝલ ચોરી કૌભાંડ ઝડપી પાડ્યું છે. SMC ટીમે મોરબી ના વિરપરડા ગામ નજીકથી ડીઝલ ચોરી કરતા એક પોલીસકર્મી સહિત 11 ઇસમોને પકડી પાડયા હતા.જેમાં પોલીસકર્મી ભરત પરબતભાઇ મિયાત્રા સહિતની ધરપકડ કરાઇ હતી.મોરબી તાલુકાના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા બીટ જમાદાર અર્જુનસિંહ ઝાલા અને આરોપી પોલીસકર્મી ભરત મિયાત્રાને સસ્પેન્ડ કરાયા છે. વધુમાં પોલીસકર્મી સહિત પકડાયેલ આરોપીઓ પૈકી ત્રણના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. SMC ટીમ તમામ આરોપીઓને લઈને અમદાવાદ તપાસ માટે લઇ ગઈ છે.