આઇપીએલ વિશ્વની સૌથી લોકપ્રિય ટી20 લીગ બની ચૂકી છે. 2023ની આ લીગથી બીસીસીઆઇને બમ્પર નફો થયો છે અને બોર્ડે 2022ની તુલનામાં 2023માં 116 ગણો વધારે નફો ખર્યો છે. ઇનકમ વધવાની સાથે બીસીસીઆઇના ખર્ચમાં પણ વધારો થયો છે. બીસીસીઆઇને આઇપીએલથી 5120 કરોડ રૂપિયાનો સરપ્લસ મળ્યો છે. 2022માં બોર્ડને 2367 કરોડ રૂપિયાનો નફો થયો હતો. રિપોર્ટના અનુસાર આઇપીએલ 2023થી કુલ આવક 11,769 કરોડ રૂપિયાની થઇ છે. બોર્ડનો ખર્ચ 66 ટકા વધીને 6,648 કરોડ રૂપિયાનો થયો છે.
બીસીસીઆઇએ આઇપીએલના મીડિયા રાઇટ્સથી સર્વાધિક કમાણી કરી છે. આ ઉપરાંત સ્પોન્સર દ્વારા પણ મોટી રકમ મળી છે. આઇપીએલના નવી મીડિયા રાઇટ્સ 2023થી 2027 સુધી 48,390 કરોડ રૂપિયાના છે. આ રકમ બોર્ડની 2023ની આવકમાં ઉમેરાશે. આઇપીએલ ટીવી રાઇટ્સ ડિઝની સ્ટારે 23,575 કરોડ રૂપિયામાં હાંસલ કર્યા હતા. ડિજિટલ રાઇટ્સ જિયો સિનેમાએ 23,758 કરોડમાં મેળવ્યા છે. બોર્ડને વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ) દ્વારા 377 કરોડ રૂપિયાનો નફો થયો છે. ફ્રેન્ચાઇઝી ફી, મીડિયા રાઇટ્સ તથા પ્રાયોજન દ્વારા ડબ્લ્યૂપીએલથી 636 કરોડ રૂપિયા મળ્યા છે. લીગનો કુલ ખર્ચ 259 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.