સરપંચ પરિષદ ગુજરાત દ્વારા ગુજરાતનાં નવા નીમણુંક પામેલા રાજ્ય મુખ્ય વિકાસ કમિશનર હિતેશભાઇ કોયાનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય પ્રધાન મુખિયા સરપંચ સંઘનાં રાષ્ટ્ર્રીય મહાસચિવ મુકેશભાઈ સખિયા, સરપંચ પરિષદ ગુજરાતના પ્રદેશ પ્રવકતા મુકેશભાઈ શાહ અને સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી સાગરભાઇ ફૂલતરિયા હાજર રહી રાજ્યનાં સરપંચોનાં પ્રશ્નો હલ કરવા અને સહકાર આપવા ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી. જેનાં જવાબમાં વિકાસ કમિશનરશ્રી એ હકારાત્મક અભિગમ સાથે આવકારેલ હતાં