૬ ડિસેમ્બરે બાબરી ધ્વંશ દિવસ : ૨૨મી જાન્યુઆરીએ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ
રાજકોટના સંઘના અગ્રણી ગિરીશ ભટ્ટ વર્ણવે છે એ દિવસોની યાદો
અગ્ર ગુજરાત, અયોધ્યા
આગામી જાન્યુઆરી માસની ૨૨મી તારીખથી અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્યાતિભવ્ય મહોત્સવ શરૂ થઇ રહ્યો છે. દેશ-દુનિયા માટે તવારીખી ઘટના બની રહી છે. આ સમયે રામમંદિર માટેના પ૦૦ વર્ષના સંઘર્ષની યાદો કયાંકને કયાંક ચમકતી રહે છે. પરંતુ ૧૯૯૦થી રામજન્મભૂમિ મુકિત માટે શરૂ થયેલી લડત અને કારસેવાનો સંઘર્ષ ભર્યો ઇતિહાસ જાણવા લાયક છે. ૧૯૯૦ની સાલમાં રાજકોટથી સંઘના અગ્રણીઓ ગિરીશ ભટ્ટ, કમલેશ જોશીપુરા, કલ્પક ત્રિવેદી, પ્રકાશ ટીપરે, મુરલીભાઈ દવે, હસુભાઈ દવે સહિતના કાર સેવકો કાર સેવા માટે અયોધ્યા ગયા હતાં. એ સમયે યુપીમાં પહેલા મુલાયમ યાદવની સરકાર હતી અને કારસેવકોનો સાચો સંઘર્ષ એ સમયે હતો. કારસેવકો પર ગોળીબાર, ધરપકડ, લાઠી ચાર્જ સહિતના દમન થયા હતાં. આ સમગ્ર રસપ્રદ વિગતને સંઘ અગ્રણી ગીરીશભાઇ ભટ્ટ અગ્ર ગુજરાત સમક્ષ વર્ણવી છે.વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ લલ્લાના જન્મ સ્થળને મુક્ત કરાવવા માટે 1990માં મુલાયમ સિંહ મુખ્યમંત્રી હતા. ત્યારે હજારોની સંખ્યામાં એકત્રિત થયેલા કાર સેવકો ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં મૂળ ગુજરાતના અને કોલકાતા સ્થાહી થયેલા બે કોઠારી બંધુઓ ગોળીબારમાં મૃત્યુ પામ્યા હતા. તેમજ આ કાર સેવામાં રાજકોટના 7 યુવાનો અયોધ્યા પહોંચી શક્યા હતા. જ્યારે બાકીના કાર્યકરોની લખનૌ પાસે અટકાયત કરવામાં આવી હતી. મંદિરમાં “કનક ભવન” સૌથી વધારે સુંદર છે. આમ આ કાર સેવા ખૂબ જ સંઘર્ષ રહી હતી. પરંતુ કાર સેવકો બાબરી ઢાંચો તોડી શકયા ન હતા.
1990ની કાર સેવામાં રાજકોટના યુવાનો કમલેશ જોશીપુરા, કલ્પક ત્રિવેદી, ગિરીશ ભટ્ટ, પ્રકાશ ટીપરે, મુરલીભાઈ દવે, હસુભાઈ દવે સહિતના કાર સેવકો ગયા હતા. જેમાંથી માત્ર 7 જ કાર સેવકો બાબરી ઢાંચો સુધી પહોંચ્યા હતા. આ બાબરી ઢાંચોની સંધર્ષ કથા વર્ણવતા વ્યવસાયે એડવોકેટ ગિરીશભાઈ ભટ્ટે અગ્ર ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 1990માં દેવઉઠી અગિયાસના દિવસે પ્રથમ વખત કાર સેવા થઈ ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી એક હજારથી વધુ કાર સેવકો ગયા હતા. જેમાં RSS અને VHPની યોજના પ્રમાણે સમગ્ર દેશમાંથી એક મહિના પહેલા અંદાજે 50 હજારથી વધુ કાર સેવકો છૂપીરીતે અયોધ્યા પહોંચી ગયા હતા. અને આ તમામ કાર સેવકોને અયોધ્યામાં આવેલા તમામ અખાડામાં ઉતારા આપવામાં આવ્યા હતા. તેમજ એક લાખ લોકો સત્યાગ્રહ કરવા માટે જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. જ્યારે રાજકોટના કાર સેવક ગિરીશભાઈ ભટ્ટ અને તેમની સાથે રહેલા કાર સેવકોનું બિના જંકશન ખાતે ધરપકડ કરવામાં આવી હતી. અને ફૂલબાઈ જ્ઞાતિની વાડીમાં કામ ચલાઉ ધોરણે ઊભી કરવામાં આવેલ જેલમાં પૂરી દેવામાં આવેલ. પરંતુ અહિયાં જમવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હોય આ જેલમાં રહેલા તમામ કાર સેવકોને આયોધ્યાના મામલતદારની કારનો કબજો મેળવી અને નજીકના વિસ્તારમાંથી ખાદ્ય સામગ્રી લાવી અને જાતે રસોઈ બનાવતા હતા. દરમિયાન આ અંગેની જાણ આસપાસના રહીશોને તથા તે લોકોએ પોતાના ઘરેથી ભોજન બનાવી કાર સેવકોને પૂરું પાડતા હતા.
વધુમાં ગિરીશ ભટ્ટે અગ્ર ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 1990માં બાબરી ઢાંચો તોડવા માટે એકસાથે 50 હજારથી વધુ કાર સેવકો વિવિધ અખાડામાંથી બહાર નીકળ્યા હતા. અને બાબરી ઢાંચો તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે ઉત્તર પ્રદેશની મુલાયમસિંહની સરકારે કાર સેવકો ઉપર ગોળીબાર કરાવતા અસંખ્ય કાર સેવકોના મૃત્યુ નિપજ્યાં હતા. આમ આ દિવસ કલંકિત દિવસ બન્યો હતો .
કાર સેવામાં લાલકૃષ્ણ અડવાણી – ઉમા ભારતીની ભૂમિકા
લાલકૃષ્ણ અડવાણી રામમંદિર આંદોલનનો સૌથી મોટો ચહેરો હતો. આ મુદ્દાના પાયે 1989 લોકસભા ચૂંટણીમાં 9 વર્ષ જૂનો ભાજપ પક્ષ 2 સીટના વધારા સાથે 85 પર પહોંચી ગયો હતો. આ બાદ પણ મુદ્દો ગરમાતો ગયો. અગાઉ સપ્ટેમ્બર 1990માં અડવાણી સોમનાથથી રથ લઈને મંદિર માટે જનજાગરણ કરવા નીકળી પડ્યા હતા. બાબરી ઢાંચો વિધ્વંસ દરમિયાન ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી અયોધ્યામાં જ હાજર હતાં. ઉમાએ ખુદ કહ્યું કે હું પાંચ દિવસ પહેલાથી જ અયોધ્યામાં હાજર હતી. 1 ડિસેમ્બરે હું ત્યાં પહોંચી ગઈ હતી અને 7 ડિસેમ્બર સવાર સુધી હું ત્યાં જ રહી હતી. જે કંઈ થયું હતું તે ખુલ્લેઆમ થયું હતું. 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં ભારે સુરક્ષાની વચ્ચે ભાજપના નેતાઓની આગેવાનીમાં ભીડ બાબરી ઢાંચો તરફ આગળ વધી રહી હતી, જો કે પહેલા પ્રયત્નમાં પોલીસ તેમને રોકવામાં સફળ રહી હતી. બાદમાં અચાનક બપોરે 12 વાગ્યે કારસેવકોનું એક જૂથ ઢાંચોની દિવાલો પર ચઢવા લાગ્યું. લાખોડની ભીડમાં કારસેવક ઢાંચો પર ટૂટી પડ્યા અને થોડીવારમાં જ ઢાંચોને કબ્જામાં લઈ લીધી.