વર્ધમાન જીવદયા પરિવારના પ્રમુખ અને અખીલ વિશ્વ ગૌસંવર્ધન ટ્રસ્ટના મહામંત્રી રઘુભાઈ સીંધવને સાયલા તરફથી મહીન્દ્રા પીકઅપમાં ક્રુરતા પુર્વક પશુઓ લીંબડી તરફ આવતા હોવાની બાતમી મળી હતી.
આથી ગૌરક્ષકોની ટીમના ઘનશ્યામભાઈ ચારોલા, મુન્નાભાઈ પરમાર સહિતનાઓએ સાયલા-લીંબડી હાઈવે પર ઓનેસ્ટ હોટલ પાસે વોચ રાખી હતી. જેમાં શંકાસ્પદ વાહન આવતા તેને રોકવાની કોશીષ કરતા ચાલકે કાર મારી મુકી હતી. અને ગૌરક્ષકોએ ચોરણીયાના બોર્ડ પાસે કારને આંતરી હતી. પીકઅપમાં તપાસ કરતા બે બળદ ક્રુરતાપુર્વક બાંધેલા હતા. તેમના પાણી અને પોટેશનની પણ કોઈ વ્યવસ્થા ન હતી. આ સમયે લીંબડી પોલીસની ટીમ આવી જતા ચાલકની પુછપરછ કરતા તે જામનગરના જામજોધપુર તાલુકાના વલાસણ ગામનો ઈકબાલ હાજીભાઈ શેખ હોવાનું જણાવ્યુ હતુ. તથા પશુઓ ધ્રોલના લતીપર ગામથી ખેડાના કઠલાલ તાલુકાના વિશ્વનાથપુરા લઈ જતો હોવાનું સામે આવ્યુ હતુ. પોલીસે બે બળદ અને પીકઅપ ગાડી સહિત 5.10 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાલક ઈકબાલ શેખ સામે પશુઓ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવાના અધીનીયમ હેઠળ ફરિયાદ નોંધી છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ ઝેડ.એલ.ઓડેદરા ચલાવી રહ્યા છે.