ગત શનિવારે અરબી સમુદ્રમાં પ્લુટો નામક માલવાહક જહાજ ઉપર હુમલો થયો તે કોણે કર્યો તે ભારતનું ગુપ્તચર તંત્ર શોધી રહયુ છે. આ હુમલા બાદ ર૪ કલાકમાં લાલ સમુદ્રમાં ભારતિય ક્રુ મેમ્બર સાથેના બે માલવાહક જહાજ ઉપર હુમલા થયા. પ્લુટો જહાજ ઉપર હુમલો થયો તે અંગે સૌ પ્રથમ અમેરિકાએ જાહેરાત કરી કે આ હુમલામાં ઇરાનની સંડોવણી છે. બાકીના બે હુમલામાં પણ એવી જ શંકા છે. સમાન બાબત એ છે કે તમામ માલવાહક જહાજમાં ભારતના ક્રુ મેમ્બર હતાં. હુમલાગ્રસ્ત જહાજને મુંબઇ ખાતે લાવવામાં આવ્યુ છે. જયાં ઇન્ડિયન નેવીની એકસપ્લોઝિવ ઓર્ડિનન્સ ડિસ્પોઝલ (ઇઓડી) ટીમ જહાજની તપાસ કરશે. આ ટીમમાં એવા એકસપર્ટ હોય છે કે જહાજને થયેલા નુકસાનમાં કયા પ્રકારનું ડ્રોન વપરાયુ હશે? તેમાં કયા પ્રકારના એકસપ્લોઝિવ વપરાયા હશે અને કેટલા અંતરથી તેને છોડવામા આવ્યુ છે . રિયલ ટાઇમ એ સમય ત્યાં કોની હાજરી હશે એ બધુ ટ્રેક કરવાની ક્ષમતા ભારતિય નેવી ધરાવે છે.
હવે જે શંકાઓ સુરક્ષા નિષ્ણાતો ઉઠાવી રહયા છે તેમા અમેરિકા ઉપર શંકાની સોય શા માટે જાય છે ? સૌ પ્રથમ તો ભારતિય સમુદ્રમાં પ્લુટો શીપ ઉપર હુમલો કરાયો. બીજા બે હુમલા ભારતિય ક્રુ મેમ્બર હોય એવા જહાજો ઉપર લાલ સમુદ્રમાં થયા. આ તમામની જાણકારી અમેરીકાએ આપી. ઇરાનનું નામ પણ અમેરીકાઅ આપ્યુ.
હવે અમેરિકા ઉપર શંકા શા માટે જાય છે ? કારણ કે ભારત હવે સ્વતંત્ર વિદેશ નીતિ ઉપર આગળ નિકળી રહયુ છે. છેલ્લા થોડા સમયથી અમેરિકાની આદેશ ધરાવતી રિકવેસ્ટને ભારતે નકારી દીધી છે એથી કેટલીક ઘટનાઓ જેમાં ભારત સરકાર ભીડાય એવી બની રહી હોવાની શંકા છે.
જેમાં પુંચ હુમલો, પન્નુના કેસમાં ભારતિય વ્યકિત વિરૂધ્ધ ફરીયાદ કરવી, અમેરિકા,કેનેડામાં ભારતિય મંદિરો ઉપર હુમલા થવા વગેરે ઘટનાઓના ટપકા જોડવામાં આવે તો દરેકમા અમેરિકાની પ્રત્યક્ષ કે પરોક્ષ હાજરી દેખાય છે. ભારતના ખાલીસ્તાનીઓ અમેરિકામાં રહી અને ભારતિય મંદિરોને નિશાન બનાવે અને લાદેનને પાકિસ્તાનમાં ઘુસીને પતાવી દેનાર અમેરિકા આ ખાલિસ્તાનીઓને અમેરિમાંથી પકડી ન શકે એ કેમ માની શકાય ?
ભારતની સંસદમાં ગેસ એટેક પણ શંકાથી જોવાય છે. છેલ્લા થોડા સમયની તમામ ઘટનાઓને કયાંક ને કયાંક આનુસંગિક સંદર્ભ હોવાનું સુરક્ષા નિષ્ણાતો માને છે. દરેક ઘટના પહેલાં કે બાદમાં અમેરીકાની પાવર લોબીના ચોકકસ લોકોની મુલાકાતો,વિધાનો આ શંકાને મજબુત બનાવે છે.
એક એવુ કારણ પણ અપાય છે કે યુક્રેઇન –રશિયા વોરમાં ભારતે રશિયા પાસેથી અમેરિકાની મરજી વિરૂધ્ધ ક્રુડની ખરીદી કરી અને એ જ ક્રુડ ભારતમાં રિફાઇન્ડ કરી અમેરિકન કંપનીને વેંચ્યુ તેથી અમેરિકાના પેટમાં તેલ રેડાયુ છે.કોવિડની રસીના મામલે ભારતની ઇન્ટરનેશનલ ડિપ્લોમસી તો અમેરિકા માટે પેટમાં તેલ રેડાય તેવી જ રહી. સુપર પાવરને જે કામ કરવા જોઇએ તે ભારત તરફથી થાય છે. ભારતનો વિદેશ વેપર ૭પ૦ બિલિયન પહોંચી ગયો છે. જે એક ટ્રિલિયનને પાર કરી જશે. ભારતની ઉભરતી તસવીર અમેરિકાને ખુંચે છે એવી પણ આશંકા છે.
તાજેતરમાં અમેરિકાએ ઇઝરાયલ-હમાસ વોરમા ભારતને જોતરવાની કોશિષ કરી હતી. દરિયાઇ સુરક્ષા માટે દસ દેશોની ટીમમાં ભારતને જોડવા દબાણ કર્યુ હતું.