ટીમ ઈન્ડિયા હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. 5 મેચોની ટેસ્ટ સિરીઝની ચોથી મેચ 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં રમાશે. આ સ્પર્ધા 30મી ડિસેમ્બર સુધી ચાલશે. આ મેચ સાથે ટીમ ઈન્ડિયા માટે 2024નો અંત આવશે. આ પછી ટીમ ઈન્ડિયાએ આ સિરીઝની છેલ્લી અને પાંચમી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીએ રમવાની છે. આ પછી ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે મર્યાદિત ઓવરોની સિરીઝ રમવાની છે. ટીમ ઈન્ડિયાને 2025માં ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે. ઈંગ્લેન્ડે ભારત સામે 5 T20I અને 3 ODI મેચ રમવાની છે. ચાલો જાણીએ 2025માં ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ.
ઈંગ્લેન્ડનો ભારત પ્રવાસ (22 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી, 5 T20I અને 3 ODI)
ભારત vs ઈંગ્લેન્ડ T20I સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ (5 T20I)
- ભારત vs ઈંગ્લેન્ડ, 1લી T20I: 22 જાન્યુઆરી 2025, કોલકાતા (ઈડન ગાર્ડન્સ)
- ભારત vs ઈંગ્લેન્ડ, બીજી T20I: 25 જાન્યુઆરી 2025, ચેન્નાઈ (એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ)
- ભારત vs ઈંગ્લેન્ડ, ત્રીજી T20I: 28 જાન્યુઆરી 2025, રાજકોટ (સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ)
- ભારત vs ઈંગ્લેન્ડ, 4થી T20I: 31 જાન્યુઆરી 2025, પુણે (મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ)
- ભારત vs ઈંગ્લેન્ડ, 5મી T20I: 02 ફેબ્રુઆરી 2025, મુંબઈ (વાનખેડે સ્ટેડિયમ)
ભારત vs ઈંગ્લેન્ડ ODI સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ (3 ODI)
- ભારત vs ઈંગ્લેન્ડ, 1લી ODI: 06 ફેબ્રુઆરી 2025, નાગપુર (વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ)
- ભારત vs ઈંગ્લેન્ડ, બીજી ODI: 09 ફેબ્રુઆરી 2025, કટક (બારાબતી સ્ટેડિયમ)
- ભારત vs ઈંગ્લેન્ડ, ત્રીજી ODI: 12 જાન્યુઆરી 2025, અમદાવાદ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ)
- ચેમ્પિયન્સ ટ્રોફી 2025: 19 ફેબ્રુઆરી – 9 માર્ચ 2025 (પાકિસ્તાન અને તટસ્થ સ્થળો)
IPL 2025
- ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025: 14 માર્ચ – 25 મે 2025
ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ (5 ટેસ્ટ મેચ)
- ભારત vs ઈંગ્લેન્ડ, 1લી ટેસ્ટ: 20 -24 જૂન 2025, હેડિંગલી, લીડ્ઝ
- ભારત vs ઈંગ્લેન્ડ, બીજી ટેસ્ટ: 2-6 જુલાઈ 2025, એજબેસ્ટન, બર્મિંગહામ
- ભારત vs ઈંગ્લેન્ડ, ત્રીજી ટેસ્ટ: 10-14 જુલાઈ 2025, લોર્ડ્સ, લંડન
- ભારત vs ઈંગ્લેન્ડ, 4થી ટેસ્ટ: 23-27 જુલાઈ 2025, માન્ચેસ્ટર
- ભારત vs ઈંગ્લેન્ડ, 5મી ટેસ્ટ: 31-04 ઓગસ્ટ 2025, કેનિંગ્ટન ઓવલ, લંડન