અગ્ર ગુજરાત, મોટી પાનેલી
મોટાદડવા ખાતે હમીરપરા સ્થિત રામજી મંદિરના ઠાકોરજીને જલજીલણી એકાદશી પર્વની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી ઠાકોરજીને વાજતે ગાજતે ઢોલના ઢાળે અને મંજીરાના નાદે સેવક સમાજ પ્રાચીન ભજનો સાથે વાતાવરણ પુલકિત કર્યું હતું. મોટાદડવા ગામના સરપંચ ભુપત વાળા તેમજ રામજી મંદિરના પૂજારી તેમજ બહોળી સંખ્યામાં સેવક સમાજ ઉપસ્થિત રહ્યો હતો. રાજગોર બ્રાહ્મણ રમેશદાદા એ જણાવ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ દિવસ પછી 21 દિવસેમા યશોદાજી ન્હાવા માટે લઈ જાય છે…
ત્યારથી જળજીલણી ઉજવણી કરવામાં આવે છે. જેમાં શાસ્ત્રોક વિધિ સાથે ભગવાનને વાઘા પહેરવામાં આવે છે. ત્યારબાદ મહાઆરતી તેમજ મહાપ્રસાદનો થાળ પીરસવામાં આવે છે.