કામધેનુ યુનિવર્સિટીનો ૧૦મો પદવીદાન સમારંભ આવતીકાલે તા. ૦૫ માર્ચ ૨૦૨૪ના રોજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે યોજાશે.
આ પદવીદાન સમારંભમાં કામધેનુ યુનિવર્સિટીના વિવિધ વિદ્યાશાખાના સ્નાતક કક્ષાના ૫૮૭ વિદ્યાર્થીઓ, અનુસ્નાતક કક્ષાના ૧૫૪ વિદ્યાર્થીઓને અને પીએચ.ડી.ના ૪૪ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત ૧૯ વિદ્યાર્થીઓને ૪૨ મેડલ અને ૨૨ વિદ્યાર્થીનીઓને ૫૯ મેડલ એમ કુલ મળી ૪૧ વિધાર્થીઓને ૧૦૧ મેડલ આપવામાં આવશે.
આ સમારંભમાં કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પશુચિકિત્સા વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ ડો. એ. કે. શ્રીવાસ્તવ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે.