મોરબીના લીલાપર કેનાલ રોડ પર નાલા નીચે અજાણી મહિલાનું ગળુ દબાવી હત્યા નિપજાવનાર આરોપીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે વાંકાનેર તાલુકાના વાંકીયા ગામથી ઝડપી પાડયો છે.
મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર કેનાલના નાલા નીચેથી થોડા સમય પહેલા એક અજાણી મહીલાની લાશ મળી આવેલ હોય જેનુ રાજકોટ ખાતે ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરાવતા મરણજનારને ગળેટુંપો આપી મારી નાખેલ હોવાનું સામે આવેલ હોય જેથી પોલીસે અજાણી મહીલાનુ મર્ડર કરનાર અજાણ્યા ઇસમ વિરુધ્ધ આઇપીસી ૩૦૨ મુજબ ગુન્હો રજી કરવામાં આવેલ હતો.
અજાણી મહિલાની ઓળખ કરવા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસની કાર્યવાહી ચાલુ કરી હતી. ત્યારે એક પ્રેસનોટ વાઈરલ કરવામાં આવી હતી અને મરણજનારના વાલીવારસની શોધખોળ ચાલુ હોય તે દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટરને મધ્યપ્રદેશના જાંબવાથી ફોન આવેલ હતો જેમા તેઓએ જણાવેલ કે આ લાશ મળેલ છે તે તેમના પત્ની સુનિતાની છે. જેની ગુમશુધ્ધા નોંધ કાકનવાણી પોલીસ સ્ટેશન જી.જાંબવા ખાતે રજીસ્ટર કરવામા આવેલ છે. તેમ વાતચીત કરતા તેમના પત્ની ગુમ થયેલ તેને કુલસીંગ ઉર્ફે ઇડલુ ઉર્ફે રાજુ રાઠવા ભગાડી લઈ ગયેલાની હકિકત જણાવતા આ મર્ડર કરેલ હોવાની શકયતા જણાતા આરોપીને ટેકનીકલ માધ્યમથી વાંકાનેર તાલુકાના વાંકીયા ગામની સીમમાથી મળી આવતા તેની પુછપરછ કરતા તેને મર્ડર કરેલાની કબલાત કરી હતી.
મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા પકડાયેલ આરોપી કુલસીંગ ઉર્ફે ઇડલુને મરણ જનાર સુનીતા સાથે પ્રેમસબંધ હોય જેથી સુનીતા તેની સાથે રહેવા આવતી રહેલ હતી અને તેઓ ચોટીલા તાલુકાના લાખણકા ગામે રહેતા હોય ત્યારે મરણ જનાર સુનિતાએ કોઈ કારણોસર સામાન્ય થોડી દવા પી લેતા તેમના વાડી માલીકને વાતચીત કરતા તેના વાડી માલીક દ્વારા બંનેને આરોપી કુલસીંગના સગા વહાલાઓ લીલાપર ગામ પાસે વાડી રાખી રહેતા હોય જેથી લીલાપર તેમના સગાને ત્યા વાડી માલીક તેની ઇકો ગાડીમા લીલાપર પાસે મુકી ગયેલ હતા ત્યારબાદ આરોપીએ મરણજનારને રાત્રીના સમયે કેનાલના નાલા નીચે લઇ જઇ ગળુ દબાવી મારી નાખી મર્ડર કરેલ હોવાનુ ફલીત થતા આરોપી કુલસીંગ ઉર્ફે ઇડલુ ઉર્ફે રાજુ અમેરસીંગ કીકરીયા રાઠવા ઉવ.૩૦ રહે.હાલ વાંકીયા ગામની સીમ રાતીદેવળી રોડ અકબરભાઇ જુણેજાની વાડીએ વાંકાનેર મુળરહે.ભીંબરડા આલીકામત ફળીયુ તા.ઉમરોલી જી. અલીરાજપુરવાળાને અટક કરી મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ઈ.પી.કો કલમ.૩૦૨ મુજબનો ગુનહો ડીટેકટ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.