રાજકોટના ઇંટ ઉત્પાદકને રામમંદિરના પાયામાં જરૂરી ઇંટો બનાવવાનો ઓર્ડર
અગ્ર ગુજરાત, રાજકોટ
સમગ્ર દેશના આસ્થાનું કેન્દ્ર અયોધ્યાના રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની હવે મંગલ ઘડીઓ ગણાય છે ત્યારે રાજકોટ માટે એક ગૌરવરૂપ સમાચાર સામે આવ્યા છે. અયોધ્યાના ઐતિહાસીક રામ મંદિરના પાયામાં રાજકોટના કારીગરોનું પ્રદાન છે. મળતી વિગતો મુજબ રાજકોટના ઇંટ ઉત્પાદકોએ અયોધ્યા રામ મંદિરના પાયામાં જરૂરી એવી ઇંટો મોકલવાનું શરૂ કર્યુ છે અને નજીકના ભવિષ્યમાં ૪પ થી ૪૭ કિલો વજનની એક એવી ૬૦૦૦ ઇંટોના બ્લોક રવાના કરવામાં આવશે.
રાજકોટના રાવકી ગામમાં આવેલ ઓલટેક પેરોકાસ્ટ નામની કંપની ચલાવતા પિયુષ વીરડીયાને આ કામ મળ્યું છે. જેમાં કુલ ૬૦૦૦ નંગ બ્લોક તૈયાર કરવાના છે. જેમાંથી ૨૦૦ બ્લોક તૈયાર થઈ ગયા છે જે એક બે દિવસમાં અયોધયા ખાતે મોકલી આપવામાં આવશે જ્યારે ૧૦૦ જેટલા કાસટીગના બ્લોક બનાવવાનું કામ ચાલી રહ્યું છે તેમ પિયુષ વીરડીયાએ ‘અગ્ર ગુજરાત’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાના મંદિરનું નિર્માણ કાર્ય ૨૨ જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થઈ જશે પહેલા માળ સુધી પૂર્ણ થશે. ભગવાન શ્રીરામલલ્લા જાન્યુઆરી 2024માં તેમના દિવ્ય ભવ્ય મંદિરમાં બિરાજશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સમગ્ર મંત્રીમંડળ અયોધ્યામાં ભગવાન શ્રી રામ લલ્લાને ભવ્ય મંદિરમાં બિરાજવા માટે હાજર રહેશે.
અયોધ્યામાં રામ મંદિરનું બાંધકામ મજબૂત બને તે માટે રામ જન્મ ભુમી ટ્રસ્ટ દ્વારા દેશના વિવિધ ઉત્પાદન કરતા ઔદ્યોગિક એકમોને કામ સોંપવામાં આવ્યું છે જેમાં રાજકોટ ના રાવકી ગામમાં આવેલ ઓલટેક પેરોકાસ્ટ નામના ઔદ્યોગિક એકમોને પાયાના ચણતરમા કુશળ કારીગરોનુ કૈશલય જોવા મળશે જેમાં પાયા માટેના બ્લોક બનાવવાનું કામ મળ્યું છે આમ રાજકોટ તથા સૌરાષ્ટ્રની પ્રજાએ ગૌરવ લેવા જેવી બાબત છે.
રાવકીમા આવેલ ઓલટેક પેરોકાસ્ટ કંપનીના માલીક પિયુષ વીરડીયા એ જણાવ્યું હતું કે રામ મદિરના પાયામાં ૪૫ થી ૪૭ કિલો વજન ધરાવતી કાસટીગની બોડીના કુલ એક હજાર બ્લોક બનાવવાનું કામ મળ્યું છે જેમાંથી ૨૦૦ જેટલા બ્લોક બનીને તૈયાર થઈ ગયા છે જે ટુંક સમયમાં અયોધયા ખાતે મોકલી આપવામાં આવશે જ્યારે ૧૦૦ જેટલા બ્લોક બનાવવાનું કામ ચાલી રહ્યું છે. પિયુષ વીરડીયા એ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે એક બ્લોક ની સાઈઝ દોઢ ફુટ ઉંચાઇ અને ૧ ફુટ પહોળાઈ ધરાવે છે.
રામાયણમાં રામની જન્મભૂમિ તરીકે જેનો ઉલ્લેખ થયો છે તે રામની જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર નિર્માણ થઇ રહયું છે. અયોધ્યામાં ૨૧થી ૨૩ સુધી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન થયું છે અને ૨૫ જાન્યુઆરીના રોજ આમ જનતા પણ તના દર્શન કરી શકશે. રામમંદિરના ઉદઘાટન માટે દુનિયાભરમાં ભારતીય દૂતાવાસ દ્વારા વિભિન્ન પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવાની તૈયારી રહયું છે. જયારે જયારે રામ મંદિરનો ઉલ્લેખ થશે ત્યારે ત્યારે તેના પાયામાં રાજકોટના પ્રદાનને પણ યાદ કરવામાં આવશે.