ભારતીયો માટે અજાણી એવી અલ્ટીમેટ ફ્રીસબી રમતમાં નાના ગામમાંથી ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ પહોંચ્યા છે
આર્થિક,સામાજિક પડકારો ઝીલીને પણ ગામના 6 ખેલાડીઓ વર્લ્ડ અલ્ટીમેટ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
તાજેતરમાં ઓલમ્પિક રમતોત્સવમાં મહિલા ખેલાડીઓની તાકાતનો પરચો દરેકને મળ્યો. સામાન્ય રીતે રમતગમતમાં મહિલાઓ પણ ખભે ખભા મિલાવીને આગળ વધી રહી છે ત્યારે વર્લ્ડ અલ્ટીમેટ ચેમ્પિયનશિપમાં દિલ્હીના ઝમરૂદપુર ગામની દીકરીઓ વિશ્વકક્ષા સુધી પહોંચી છે. આ રમત વિશે ભારતમાં ઘણા ઓછા લોકો જાણે છે આમ છતાં નાના ગામના આ ખેલાડીઓ પોતાની જાત મહેનતથી વિશ્વકક્ષાની ચેમ્પિયનશિપમાં ભાગ લેવાના છે.
આ રમતથી મોટાભાગના લોકો અજાણ છે.અલ્ટીમેટ ફ્રીસબી જેને અલ્ટીમેટ પણ કહેવામાં આવે છે તે આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક કમિટી દ્વારા માન્ય એક ટીમ સ્પોર્ટ છે.આર્થિક સામાજિક અનેક પડકારો હોવા છતાં દિલ્હીના ઝમરુદપુરના છ ખેલાડીઓ વર્લ્ડ અલ્ટીમેટ ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્ત્વ કરશે જેમાં દીકરીઓનો પણ સમાવેશ થાય છે.
આ રમત માટે વાય અલ્ટીમેટ સંસ્થાના ડાયરેક્ટર અને સહસંસ્થાપક બીનોય સ્ટીફનના જણાવ્યા મુજબ આ એક એવી રમત છે જે કૌશલ્ય પ્રદાન કરે છે આ રમતમાં યુવા અને યુવતીઓ એક સાથે ટીમમાં રમે છે. ફૂટબોલની જેમ ફલાયિંગ ડિસ્ક જેવી એક ડિસ્ક પાર્ટનરને પાસ કરતા કરતા ગોલ કરવાનો હોય છે. આ રમત સેલ્ફ રેફરી હોય છે તેથી ભૂલ થાય તો જાતે જ જાણ કરવાની હોય છે. આ રમત માટે ખેલાડીઓને અનેક સંઘર્ષ કરવા પડે છે કારણ કે ભારત સરકાર દ્વારા માન્યતા મળી ન હોવાના કારણે નેશનલ ટીમ સુધી પહોંચવા માટે જાતે જ ફંડ ભેગું કરવું પડે છે તેમજ રમતમાં ભાગ લેવા માટે જાતે જ ખર્ચ કરવો પડે છે.
વાય અલ્ટીમેટ ના ડાયરેક્ટર રોહિત કોહલીના જણાવ્યા મુજબ
નાના ગામમાં એક જ ઘરમાં પાંચથી વધુ લોકો રહેતા હોય છે કોઈ પણ જાતની ફેસિલિટી મળતી નથી સામાન્ય જીવન પણ પડકાર જનક હોય છે આમ છતાં પ્રેક્ટિસ કરી શારીરિક રીતે સક્ષમ બનીને તેઓ નેશનલ સુધી પહોંચ્યા છે. આ રમતના ખેલાડી મેઘા રાવત ના જણાવ્યા મુજબ ઘરની પરિસ્થિતિ એવી નથી હોતી કે હેલ્ધી ફૂડ ખાઈ શકે આ ઉપરાંત વર્કઆઉટ માટે પણ કોઈ ખાસ જગ્યા નથી હોતી જેથી સાંજના ટાઈમે જ ખેલાડીઓ ભેગા થઈને વર્કઆઉટ કરે છે અમુક માતા-પિતા પોતાની દીકરીને આ રમત માટે મનાઈ પણ કરતા હોય છે કારણ કે સાથે છોકરાઓ પણ હોય છે આમ છતાં દીકરીઓ બધા જ સંઘર્ષોને પાર કરીને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી છે સપ્ટેમ્બર 2024 માં ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપ યોજાવાની છે જેમાં જમરૂખપુર ગામની આ દીકરીઓ ભારતનો પ્રતિનિધિત્વ કરશે.