આવનારા વર્ષોમાં પૃથ્વી, વિશ્વ અને બ્રહ્માંડ પર શું થવાનું છે? આ અંગેની આગાહીઓ કરવામાં આવી છે અને ભવિષ્યમાં પણ થતી રહેશે પણ કેટલાક લોકોની આગાહીઓ સાચી સાબિત પણ થાય છે. બલ્ગેરિયા (બાલ્કન)ના બાબા વેંગા, જેઓ આવી જ ભવિષ્યવાણીઓ કરવા માટે ખુબ જ જાણીતા છે, તેમણે વર્ષ 2025 માટે પણ ભવિષ્યવાણી કરી છે.
અત્યારે સુધી અનેક ભવિષ્યવાણીઓ સાચી પડી
આ પહેલા તેમની ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી છે. જેમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) પર થયેલા આતંકવાદી હુમલો અને અમેરિકાનું ગૌરવ, બંને ટ્વીન ટાવર તોડી પાડવામાં આવ્યા હતા. વિશ્વના સૌથી મોટા દેશોમાંના એક અમેરિકા પર થયેલા આતંકવાદી હુમલાથી સમગ્ર વિશ્વ ચોંકી ગયું હતું, તેમ છતાં બાબા વાંગા આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની આગાહીઓ વિશ્વને આંચકો આપે છે. હવે વર્ષ 2025 માટે તેમણે કરેલી ભવિષ્યવાણી સામે આવી છે, જેના વિશે જાણીને તમે ચોંકી ઉઠશો.
વર્ષ 2025 માટે શું કરી છે આગાહીઓ
મીડિયા રિપોર્ટ્સ મુજબ બાબા વાંગાએ આગાહી કરી હતી કે વર્ષ 2025માં સીરિયા સાથેના યુદ્ધથી સમગ્ર વિશ્વમાં સંઘર્ષ થશે. સીરિયાના પતન પછી, પૂર્વ અને પશ્ચિમ વચ્ચે યુદ્ધ વધશે અને વિશ્વ ત્રીજા વિશ્વ યુદ્ધ (વિશ્વ યુદ્ધ III 2025)ની અણી પર પહોંચી જશે. આ વર્ષે ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ શકે છે. બાબા વાંગાએ આગાહી કરી હતી કે યુરોપમાં થનારા યુદ્ધને કારણે માનવજાતનો વિનાશ શરૂ થશે. યુરોપિયન દેશોમાં ગૃહયુદ્ધ ફાટી નીકળશે અને રાજકીય અસ્થિરતા જોવા મળશે. આ વર્ષે વસ્તીમાં પણ મોટો ઘટાડો જોવા મળી શકે છે. મનુષ્ય અવકાશની દુનિયામાં પૃથ્વીની બહાર અન્ય જાતિના લોકોનો સંપર્ક કરવામાં પણ સફળ થઈ શકે છે. વર્ષ 2025માં ઘણી કુદરતી આફતો પણ માનવ અને પૃથ્વીના વિનાશ તરફ દોરી જશે.
વર્ષ 5079 સુધીની આગાહીઓ કરવામાં આવી છે
તમને જણાવી દઈએ કે બાબા વાંગાનું સાચું નામ વાંગેલિયા પાંડેવા ગુશ્તેરોવા છે. તે એક અંધ બલ્ગેરિયન જ્યોતિષી છે, જેને ‘બાલ્કન્સના નોસ્ટ્રાડેમસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. બાબા વાંગાનો જન્મ 1911માં થયો હતો અને 1996માં તેમનું અવસાન થયું હતું. તેમણે 12 વર્ષની ઉંમરે તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી, ત્યારબાદ ભગવાનના ચમત્કારથી તેમને ભવિષ્ય જોવાની દ્રષ્ટિ મળી અને આ પછી તેમણે કવિતાઓ દ્વારા વર્ષ 5079 માટે ભવિષ્યવાણી કરી છે. દર વર્ષે તેમના દ્વારા કરવામાં આવતી ભવિષ્યવાણીઓ વિશ્વમાં જાણીતી બને છે.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર બાબા વેંગા દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીને આધારે લખવામાં આવી છે, સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.