ભારત સાથે જોડાણ કરવું કે પાકિસ્તાન સાથે એ માટે 2,34,738 મતદારોએ મતદાનમાં ભાગ લીધો હતો, પાક.ને માત્ર 130 મતો મળેલા!
સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ ઢેબરભાઈ તથા રતુભાઈ અદાણી તરફથી તેઓની લડતના અંતે જુનાગઢને આઝાદ કરવામાં આવેલ ત્યારે જૂનાગઢ રાજ્યના લોકોએ સૌ પ્રથમ મતદાન
અખંડ ભારતની રચના થયા પછી દેશમાં સૌથી પહેલીવાર મતદાન 20 ફેબ્રુઆરી 1948ના રોજ સોરઠમાં બેલેટ પેપરથી થયું હતું. જો કે, આ મતદાન નેતા પસંદગી માટે નહતું, પરંતુ દેશ પસંદગી માટેનું હતું. આ મતદાન કરવા માટે બે અલગ અલગ કલરની પેટી બનાવવામાં આવેલી હતી. જેમાં લાલ કલરની પેટી હિન્દુસ્તાન માટે અને લીલા કલરની પેટી પાકિસ્તાન માટે તૈયાર કરવામાં આવી હતી.
અંગ્રેજોની ચૂંગાલમાંથી દેશ મુક્ત થયા પછી દેશી રાજ્યોના વિલિનીકરણનો તબક્કો શરૂ થયો હતો, જેમાં જૂનાગઢ નવાબે પાકિસ્તાન સાથે જૂનાગઢ રાજ્યના જોડાણની જાહેરાત કરતા સમસ્યા ખડી થઈ હતી. ભારત દેશ જયારે આઝાદ થયો ત્યારે જુનાગઢ રાજ્ય નવાબ મહોબત ખાનના કબ્જામાં હતું. . તેઓ જૂનાગઢ રાજ્યને પાકિસ્તાન સાથે જોડણીની જાહેરાત કરેલ તેના અનુસંધાને સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ ઢેબરભાઈ તથા રતુભાઈ અદાણી તરફથી તેઓની લડતના અંતે જુનાગઢને આઝાદ કરવામાં આવેલ ત્યારે જૂનાગઢ રાજ્યના લોકોએ સૌ પ્રથમ મતદાન યોજાયું હતુ
આ યોજાયેલ ચૂંટણીમાં જુનાગઢ રાજ્યના લોકોને એ બાબતનું મતદાન કરવાનું હતું કે તેઓ હિન્દુસ્તાનમાં રહેવા ઈચ્છે છે કે પાકિસ્તાનની હકુમતમાં રહેવા માંગે છે તે અંગે અભિપ્રાય લેવા માટે મતદાન કરાયું હતું. મતદાન પ્રક્રિયામાં જૂનાગઢ, માંગરોળ, માણાવદર, બાંટવા, સરદારગઢ, ઊના, વેરાવળ પંથકના બાબરિયા વાડના કુલ 2,34,378 મતદારોએ ભાગ લીધો હતો. જે પૈકી ફક્ત 130 મતદારોએ જ પાકિસ્તાનની તરફેણમાં મત આપ્યા હતા. 2,22,184 મતદારોએ ભારત સાથે રહેવાની તરફેણમાં મત આપ્યા હતા. દેશમાં રાજાશાહી યુગમાં મતદાનની કોઈ જ આવશ્યકતા રહી ન હતી. દેશ આઝાદ થયો તે પછી ઉપરોક્ત પ્રથમ મતદાન થયું હતું. મતદાનના દિવસે લોકોને પડદા પાછળ રાખેલ પેટીઓમાં મતદાન કરવાનું કહેવામાં આવેલ જેના દ્વારા જુનાગઢ રાજ્યના લોકો હિન્દુસ્તાન જોડે કરવા બહુમતી લોકોએ મતદાન કરેલ આ બંને પ્રકારની કલર પેટી હાલમાં એન્ટિકપીસ તરીકે જૂનાગઢના ભેસાણ ગામના રહેવાસી સ્વ શ્રી કેશવલાલ છગનલાલ શીલુ પાસે છે જે હોય એ આરજે હકુમતની લડત વખતે ભાગ લીધેલ આ બંને કલરની પેટીઓ હાલ તેના વારસપુત્ર વસંતલાલ કેશવલાલ શીલું પાસે છે