સમાજ સેવા અને જળક્રાંતિ ટ્રસ્ટના પ્રણેતા મનસુખ સુવાગીયાની સ્ફોટક પોસ્ટ વાઇરલ
યહૂદી જેવી બળવાન અને મહાન રાષ્ટ્રભકત પ્રજા વેદજ્ઞાનથી જ બની શકે : આર્ય સમાજની ૧૫૦ વર્ષની પૂર્ણાહુતિ પ્રસંગે સુવાગીયાએ મૂકેલી પોસ્ટે સર્જયો વિવાદ
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્રમાં, રાજયમાં અને દેશમાં હાલ અનેક ભગવાધારીઓ અને કહેવાતા સંતો અને સંપ્રદાયોએ વાડા બંધી કરી સમાજનું વાતાવરણ બગાડી નાંખ્યું છે. જયારે ભાવિકો ક્ષુબ્ધ છે ત્યારે કોઇ સાચા સાધુ સંત કે નેતાઓ સોય ઝાટકીને જે વાત નથી તે વાત જળક્રાંતિ ટ્રસ્ટના પ્રણેતા અને સમાજ સેવક મનસુખભાઇ સુવાગીયાએ કરી છે. મનસુખ સુવાગીયાની એક પોસ્ટ વાઇરલ થઇ છે. જેમાં તેમણે આર્ય સમાજના ૧૫૦ વર્ષની પૂર્ણતાને સંદર્ભે જણાવ્યું છે કે પટેલ સમાજ અને સમગ્ર હિન્દુ સમાજે સંપ્રદાયના ખીલે બંધાવવુ ન જોઇએ. યહુદી જેવી બળવાન અને મહાન રાષ્ટ્રભકત પ્રજા વેદજ્ઞાનથી જ બની શકે.
દેશીકુળની ગીર ગાયોના સંવર્ધન અને સંરક્ષણ તેમજ ચેકડેમ દ્વારા જળક્રાંતિ સર્જનાર અને સ્પષ્ટ વકતા મનસુખભાઈ સુવાગીયા (પ્રમુખ, જળક્રાંતિ ટ્રસ્ટ)એ આજથી 200 વર્ષ પૂર્વે ટંકારામાં જન્મેલ એક મહામાનવ દયાનંદ સરસ્વતીજીએ 1875માં મુંબઈમાં સૌપ્રથમ આર્ય સમાજની સ્થાપના કરી. જેને આજે 150 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, તેના સંદર્ભમાં આર્ય દેવજીભાઈ પટેલ(આર્ય સંસ્કૃતિ વિદ્યાપીઠ, ટંકારા, મોરબી)ના પત્રને ટાંકીને પટેલ સમાજના આગેવાનો અને ધનપતિઓને એવી અપીલ કરી છે કે, પટેલ અને સમગ્ર હિન્દુ પ્રજાને યહૂદી જેવી બળવાન, મહાન અને રાષ્ટ્રભક્ત બનાવવી હોય, તો ખોટા ખીલાથી સંપૂર્ણ મુક્ત થઈને વેદજ્ઞાનથી બનાવવી જોઈએ.
મનસુખભાઈ સુવાગીયાના વાઇરલ થયેલા એક પત્રમાં પટેલ સમાજના આગેવાનો અને ધનપતિઓને એવી અપીલ કરાઇ છે કે, ધર્મ અને પુણ્યના નામે સમાજનું શોષણ અટકાવવા અને સંપ્રદાયવાદમા સમાજને ભવિષ્યમાં સંસ્કૃતિ અને રાષ્ટ્રનો ઘાતક થતો અટકાવવા દયાનંદ સરસ્વતી અને આર્ય સમાજને ઓળખો. એક યહૂદી 10 જેહાદીને એકલે હાથે ભોંમાં ભંડારી દે છે. જ્યારે સંપ્રદાયો, ૐ શાંતિ, દાદા ભગવાન અને અક્ષરધામના સંપૂર્ણ ખોટા ખીલે બંધાયેલા હિન્દુઓ એક ગુંડાથી કે એક જીહાદીથી 10 જણા થરથર કંપે છે ! પટેલ પ્રજા યહૂદી જેવી નથી જ. પટેલ અને સમગ્ર હિન્દુ પ્રજાને યહૂદી જેવી બળવાન , મહાન અને રાષ્ટ્રભક્ત બનાવવી હોય,તો ખોટા ખીલાથી સંપૂર્ણ મુક્ત થઈને વેદજ્ઞાનથી ચોક્કસ બનાવી શકાશે.
કોણ છે મનસુખ સુવાગીયા?
મનસુખભાઈની સંસ્થા દ્વારા દેશી ગીર ગાયો માટે નિઃસ્વાર્થ સેવા આપી રહી છે અને ગુજરાતને અસર કરતી અન્ય મુખ્ય સમસ્યા એટલે કે. પાણીની અછત, તેઓ સમગ્ર ગુજરાતમાં નાના અને સીમાંત ખેડૂતો સાથે નિઃસ્વાર્થપણે કામ કરી રહ્યા છે અને સમગ્ર ગુજરાતમાં 300 થી વધુ ગામડાઓમાં જળ સંરક્ષણ માટે 3000 ચેકડેમ બનાવવા માટે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપી રહ્યા છે, જેમાં સરકારના લઘુત્તમ અથવા કોઈ સમર્થન સાથે નહીં. મનસુખભાઈએ સ્થાનિક ખેડૂતોના સમર્થન સાથે વરસાદની અનિશ્ચિતતાના આ સમયમાં પાણીની કટોકટીનું નિરાકરણ લાવવાનું અકલ્પનીય કામ કર્યું છે.