ઉનાળામાં તાપની સાથે માનસિક સંતાપ પણ દૂર કરે છે સફેદ રંગ
સફેદ રંગ માનસીક શાંતી પણ આપે છે મંદિરોમાં સાધુ-સંતો, હોસ્પિટલમાં ડોક્ટરો ,શાળાના વિદ્યાર્થીઓ સફેદ રંગના યુનિફોર્મ પહેરે ક છે જે કાર્યક્ષમતા વધારે છે તેમ જ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
ઉનાળાની ગરમીમાં આછા રંગો અને સફેદ રંગના કપડા પહેરવાનું વધુ પસંદ કરે છે .એમા પણ સફેદ રંગ હોય તો કહેવું જ શુ? દરેેેક રંગનું મહત્ત્વ અલગ હોય છે. સફેદ રંગ સૂર્ય કિરણો શોષવાને બદલે પરાવર્તિત કરે છે, તેથી ગરમી લાગતી નથી આ ઉપરાંત સફેદ અને સુતરાઉ કાપડ હોય તો તો સોનામાં સુગંધ ભળે કારણકે સુતરાઉ કાપડ કે ખાદીનું કાપડ પરસેવાને શોષી લે છે એટલે જ ગરમીમાં સફેદ કપડા પહેરવાનું લોકો વધારે પસંદ કરે છે.ફેશન ડિઝાઇનર ઈશા લાલવાણી જણાવે છે કે સફેદ રંગ શાંતિનું પ્રતિક છે તેથી એ પહેરવાથી મનને શાંતિનો અનુભવ થાય છે. પહેલાના સમયમાં લોકો ધોતી ,બંડી ,ઝભ્ભો,પાયજામો,કેડિયું વગેરે સફેદ જ પહેરતા તેમજ અમુક મહિલાઓ પણ સફેદ સાડી પહેરતી તેનું પણ આજ કારણ હોઈ શકે.સફેદ કલર માં ગરમી લાગતી નથી પરંતુ આ રંગ જીવ-જંતુઓને પણ દૂર રાખે છે તેથી આરોગ્યપ્રદ પણ કહેવાય છે. જીવજંતુ દૂર હશે તો રોગ થવાની શક્યતા નહીંવત રહેશે કદાચ એટલે જ હોસ્પિટલના ડોક્ટર,નર્સ,સ્ટાફ તેમજ હોટેલમાં શેફ વગેરે સફેદ કપડા યુનિફોર્મ પહેરે છે.આમ ઉનાળાની ઋતુમાં સફેદ કપડાની પસંદગી કરવી હિતાવહ છે.
સફેદ રંગનું અન્ય જગ્યાએ પણ ઘણું મહત્વ છે.
*સફેદ રંગ ત્યાગનું પણ પ્રતિક દર્શાવે છે.ચર્ચ હોય કે મંદિરમાં કે પછી જૈનોના દેરાસરમાં પૂજન વખતે સફેદ કપડાં પહેરવામાં આવે છે તેમજ જૈનોના સાધુ-સંતો અને બીજા ધર્મના સંતો પણ સંસાર ત્યાગીને સફેદ કપડાં પહેરવાનું પસંદ કરે છે.
* સફેદ રંગ માનસિક શાંતિ આપે છે તથા આઘાત ઓછો કરવા માટે પણ સફેદ રંગ જ ઉપયોગી છે અને તેથી જ કદાચ દુઃખના પ્રસંગે કે શોકના પ્રસંગે હલકા રંગો કે પછી સફેદ રંગ પહેરવાનું ચલણ હશે.
* અમેરિકામાં થયેલા એક સર્વે મુજબ સફેદ રંગની ગાડીને ઓછા અકસ્માત નડે છે.
*ઘરમાં પણ જો સફેદ રંગનો પ્રમાણ વધારે રાખવામાં આવે તો માનસિક શાંતિ મળે છે આ ઉપરાંત ઘરના બારી-બારણા ના પડદા સોફાના કવર વગેરે પણ સફેદ રાખી શકાય છે.
* સ્પોર્ટ્સમાં પણ સફેદ યુનિફોર્મ હોય છે તેમજ અમુક શાળામાં યુનિફોર્મ પણ સફેદ હોય છે જેનાથી બાળકો આનંદપૂર્વક,એકાગ્રતાથી ભણી શકે.
*બે દેશો વચ્ચે શાંતિના પ્રતીક તરીકે સફેદ ધ્વજ લહેરાવવામાં આવે છે.
આતો થોડા ઉદાહરણો લીધા છે બીજા પણ અનેક લોકો સફેદ વસ્ત્રમાં યાદ આવશે પણ કારણ હવે સમજાઈ ગયું હશે. ઉનાળાનો તાપ તેમજ માનસિક થાક ,સંતાપ સફેદ રંગ દૂર કરે છે.