- બોલાચાલી બાદ ડ્રાઇવરે રીક્ષા ચાલકને માર માર્યો
- બસને સાઈડ ન આપતા બંને વચ્ચે બોલાચાલી
- સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
રાજકોટમાં યાજ્ઞિક રોડ પર એસ.ટી ડ્રાઇવર બેફામ બન્યો છે. જેમાં સામાન્ય વાતમાં ઉગ્ર બની જવું અને માનસિક સંતુલન ગુમાવી બેસવું તે જાણે એક સામાન્ય બાબત બની ગઈ હોય તેમ રોજ બરોજ ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ST બસના ડ્રાઈવરે રિક્ષા ચાલક સાથે માથાકૂટ કરી હતી.
રાજકોટના યાજ્ઞિક રોડ પર ST ડ્રાઈવર બેફામ બન્યો છે. રિક્ષા ચાલકે સાઈડ ન આપતા બસ ડ્રાઈવર રોષે ભરાયો હતો અને માથાકૂટ કરીને રિક્ષા ચાલકને લાકડીથી માર માર્યો હતો. થોડા સમય સુધી બસ ડ્રાઈવરે દાદાગીરી કરીને રોડ પર ટ્રાફિક જામ કરી મુક્યો હતો. ત્યારે બસ ડ્રાઈવરની આ દાદાગીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
જે વીડિયોમાં જોઈ શકાય છે, બેફામ બનેલો બસ ડ્રાઈવર ધીરે ધીરે બસ ચલાવી રહ્યો છે અને રિક્ષા ડ્રાઈવર પર લાકડીઓનો મારો પણ ચલાવી રહ્યો છે. જો કે, થોડા અંતર બાદ તે બસની બ્રેક મારીને રિક્ષા ડ્રાઈવર પર બે-ચાર લાકડીનો ઘા કરે છે. જો કે, આ વાયરલ વીડિયો બાદ લોકોમાં આ બસ ડ્રાઈવર પ્રત્યે રોષ પણ જોવા મળી રહ્યો છે