જગદગુરૂના ઇશા ફાઉન્ડેશન આશ્રમમાંથી ૬ લોકો ગુમ થયાની હેબિયર્સ કોપર્સ થઇ છે !
સનાતન ધર્મને કોરોના ,મેલેરિયા સાથે સરખાવનાર સ્ટાલિન સરકાર માટે સદગુરુ એક પડકાર છે
૧૭મી માર્ચના રોજ તમિલનાડુ સહિત દેશ વિશ્વમાં ખ્યાતનામ ઇન્ટેલેકચ્યુઅલ,સ્પિરિચ્યુઅલ સદગુરુ જગ્ગી વાસુદેવ ઉપર દિલ્હીની એપોલો હોસ્પિટલમાં વિખ્યાત ન્યુરો સર્જન વિનીત સુરીએ બ્રેઇન સર્જરી કરી. સદગુરુની તબિયત દાખલ હોસ્પિટલમાં દાખલ થયા તે સમયે ખુબ બગડી ગઇ હતી. તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ ઉપર રાખવામાં આવ્યા હતાં.પરંતુ ઓપરેશન બાદ તેમની તબિયતમાં સતત સુધારો આવી રહયો છે. આ જ સદગુરુ જગ્ગીના તમિલનાડુના ઇશા આશ્રમમાંથી છ વ્યકિ ગુમ થયાની સ્ટાલિન સરકારે હેબિયર્સ કોપર્સ કરી છે. જેમાંની એક મહિલાનો અન્ય સ્થળેથી મૃતદેહ મળ્યાનું પણ સમાચારોમાં છે. આ મામલે તમિલનાડુમાં પબ્લીક પર્સેપ્શન શું છે? અને તેનો મોટા સ્કેલ ઉપર શું અર્થ થઇ રહયો છે તે જાણીએ.
સૌ પ્રથમ તો તમિલનાડુનું રાજકારણ સમજવુ જરૂરી છે. હાલ તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન એટલે મુથ્થુવેલ કરુણાનિધિ સ્ટાલિન.કાળા ચશ્માવાળા સ્વર્ગસ્થ બુઝર્ગ કરુણાનિધિના પુત્ર એમ.કે. સ્ટાલિન દ્રવિડ મુનેત્ર કડગમ (ડીએમકે)ના સર્વે સર્વા છે. તેમજ તામિલનાડુના મુખ્યમંત્રી છે. તેમના પુત્ર ઉદયનિધિ મારન તેમની જ સરકારમા મંત્રી છે. થોડા સમય પહેલાં ઉદયનિધિ મારને સનાતન ધર્મ વિષે વિવાદાસ્પદ વિધાન કર્યુ હતું. તેમણે સનાતન ધર્મનો વિરોધ કરી સનાતનીઓને કોરોના,મેલેરિયા અને મચ્છર સાથે સરખાવ્યા હતાં.સ્વાભાવિક સ્ટાલિન પરિવાર ઇસાઇ ધર્મી છે. હિન્દુ વિરોધી છે.સનાતન વિરોધી છે.
કટ ટુ પાર્ટ ટુ: ગત ૧૭મી માર્ચ વિશ્વવિખ્યાત સદગુરુ જગ્ગીની તબિયત લથડયા બાદ તેમને બ્રેઇનસ્ટ્રોકની સારવાર માટે દિલ્હીની એપોલો હોસ્પીટલમાં ખસેડાયા હતા.જયાં તેમનું ઓપરેશન કરાયુ હતું. વિશ્વ વિખ્યાત ન્યુરો સર્જન વિનિત સુરીએ સદગુરુની સર્જરી કરી હતી. એક તબકકે સદગુરુની સ્થીતિ ગંભીર હતી. તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ ઉપર રાખવામાં આવ્યા છે. પરંતુ ઓપરેશન સફળ રહયુ છે. તેમની તબિયતમાં સુધારો આવ્યો છે. ડો. સુરીના જણાવ્યા મુજબ સમયસર સારવાર ન મળી હોત તો સદગુરુના જીવ ઉપર જોખમ હતું.
કટ ટુ પાર્ટ થ્રી : આ સદગુરુ જગ્ગીનું તામિલનાડુમાં ખુબ મોટુ નામ છે. એ સનાતન ધર્મના મોડર્ન એજના ગુરુ છે. તેમનો અંગ્રેજી ઉપર પ્રભાવક કાબુ છે. તેમની પાસે સનાતન ધર્મના મૂળને સમજાવવા માટે ઓશો જેવો તર્ક છે. તેમના મહાશિવરાત્રિના વૈશ્વિક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહયા હતાં. તેમના નૃત્ય અને ધાર્મિક કાર્યક્રમમાં કયારેક એ અલગારી જેવા લાગે છે. આ સદગુરુ સામે તામિલનાડુ સરકારે કાર્યવાહી શરૂ કરી છે. તેમના આશ્રમમાંથી ૬ વ્યકિત ગુમ થયા છે એવી હેબિયર્સ કોપર્સ થઇ છે. કોર્ટે તપાસના આદેશ આપ્યા છે.
ભારતમાં કોઇ પણ વ્યકિત સામે પોલીસ કે સરકારની તપાસ શરૂ થાય એટલે લોકો તેને ગુનેગાર માનવાનું શરૂ કરી દયે. જેને પબ્લીક ટ્રાયલ અને પબ્લીક પરશેપ્શન કહેવાય. જે તે વિસ્તારમાં જે બહુમતી ધર્મપાલક કે બહુમતી સમાજનું અધિપત્ય હોય ત્યાં સરકાર આધારિત ધર્મ હોય. તામિલનાડુમાં હાલ સ્ટાલિનના રાજમાં ઇસાઇ ધર્મની ફેવરમાં કાયદા ફેરવાય છે. સદગુરુ સામે કાર્યવાહિ પાછળ આશારામ જેવી જ મોડસ ઓપરેન્ડી જોવાય છે. જે લોકો ગુમ થયા એ કયારે આશ્રમમાં ગયા હતાં કે ગયા નહોતા તેના કોઇ પુરાવા નથી. આથી શંકાના વાદળ છે. બીજી બાજુ ઇશા ફાઉન્ડેશને આ આરોપોને સખત રીતે ફગાવી આ સમગ્ર કાર્યવાહિને કિન્નાખોરીવાળી ગણાવી છે.
કટ ટુ પાર્ટ ફોર એન્ડ લાસ્ટ : તામિલનાડુમાં સનાતન ધર્મ વિરૂધ્ધ ઇશાઇ ધર્મનીલડાઇ શરૂ થઇ ગઇ છે. મોગલ અને આક્રાંતાઓએ પશતુન પહાડીઓ તરફથી ઉતર ભારતમાંથી આક્રમણો કર્યા હોવાનો ઇતિહાસ છે. તેઓ દક્ષિણ સુધી કયારે ય પહોંચી શકયા નહોતા. દક્ષિણ ભારતમાં ગુપ્ત અને મૌર્ય શાસકોની બોલબાલા હતી. સમ્રાટ અશોકનો સિતારો બુલંદ રહયો હતો. એ સમયે ખુબ હિન્દુ વૈષ્ણવ મંદિરો અને બૌધ્ધ મંદિરો સ્તુપ બન્યા હતાં. જે પાછળથી ઇસાઇ ધર્મના પ્રભાવમાં અને ધર્માંતરણમાં ઝંખવાતાં રહયા. આજે પણ ભારતના અતિ પ્રખ્યાત મંદિરો દક્ષિણભારતમાં છે. શીલાઓમાંથી કોતરણી કરી બનાવેલા મંદિરો દક્ષિણ ભારતમાં યે. પરંતુ સનાતન વિરોધી રાજય સરકારોએ ધર્માંતરણ સાથે સાથે મંદિરો અને મંદિરોની જમીનો પણ કબજે કરવાનો એજન્ડા ચલાવ્યો. દક્ષિણ ભારતમાં વ્યાપક હિન્દુ વિરોધી માનસ આ એજન્ડાનું માનસ છે. જેને હાલ ભાજપ અને કેન્દ્રની સરકારે પડકારી છે. તામિલનાડુ સરકારે હિન્દુ મંદિરોની ૪૪ હજાર એકર જમીન રેકોર્ડમાંથી જ અદ્રશ્ય કરી દીધી છે તે મામલે હવે તપાસનો ગાળિયા કસવામા આવી રહયો છે.
લાસ્ટ લાઇન્સ : આ તમામ સ્થીતિમાં સદગુરુ જગ્ગી વાસુદેવના ઇશા આશ્રમ સામે થતી કાર્યવાહિને સનાતન ધર્મના હિમાયતીઓ એક ષડયંત્ર તરીકે જોઇ રહયા છે. જે રીતે કોંગ્રેસ સરકારમાં આશારામ સામે કાર્યવાહી થઇ હતી. એ જ રીતે હવે સદગુરુને ફસાવવામાં આવશે તેવો દાવો થઇ રહયો છે. લોકસભાની ચૂંટણી માથા ઉપર ગાજે છે ત્યારે સાઉથમાં સનાતન વિરૂધ્ધ સ્ટાલિનની લડાઇએ જોર પકડયુ છે. સમયના ગર્ભમા શું છુપાયુ હશે ? એ સમય જ કહેશે.