- ODI વર્લ્ડકપની પ્રથમ સિઝન 1975માં રમાઈ
- વર્લ્ડકપના ઇતિહાસમાં સૌથી ઓછો સ્કોર કેનેડાના નામે
- કેનેડાએ વર્લ્ડકપ 2003માં 36 રન બમાવ્યા હતા
ODI વર્લ્ડકપની પ્રથમ સિઝન 1975માં રમાઈ હતી અને તેની 13મી સિઝન 2023માં રમાઈ રહી છે. અત્યાર સુધી વર્લ્ડ કપના ઈતિહાસમાં ઘણી એકતરફી મેચો બની છે જેમાં એક ટીમે બીજી ટીમને ખૂબ જ ઓછા સ્કોર પર ઓલઆઉટ કરી દીધી છે.
સામાન્ય રીતે ક્રિકેટના ઈતિહાસમાં એવું જોવામાં આવ્યું છે કે જ્યારે કોઈ મોટી ટીમનો સામનો ખૂબ જ નબળી ટીમનો થાય છે ત્યારે નબળી ટીમ ખૂબ જ ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ જાય છે. જો કે, જો આપણે વર્લ્ડકપના ઇતિહાસમાં 10 સૌથી ઓછા ટોટલ પર નજર કરીએ તો તેમાં બે મોટી ટીમોના નામ પણ સામેલ છે. જે ઓછા સ્કોર પર ઓલઆઉટ થઇ ગઇ છે.
1. કેનેડા- 36 રન- વિ. શ્રીલંકા, (વર્લ્ડકપ 2003)
કેનેડા વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થવાનો શરમજનક રેકોર્ડ ધરાવે છે. વર્લ્ડકપ 2003ની 8મી મેચમાં પાર્લમાં શ્રીલંકા સામે પ્રથમ બેટિંગ કરતી કેનેડિયન ટીમ માત્ર 36ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને તેને 9 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
2. કેનેડા- 45 રન- ઈંગ્લેન્ડ, માન્ચેસ્ટર, (વર્લ્ડકપ 1979)
1979માં પ્રથમ વખત વર્લ્ડકપમાં ભાગ લેનાર કેનેડિયન ટીમ તે ટુર્નામેન્ટમાં માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા માત્ર 45ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
3. નામિબિયા- 45 રન- ઓસ્ટ્રેલિયા, પોચેફસ્ટ્રુમ, (વર્લ્ડ કપ 2003)
વર્લ્ડકપ 2003ની 31મી મેચમાં પોચેફસ્ટ્રુમમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી મેચમાં નામિબિયાની ટીમ માત્ર 45ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા નામિબિયાને 302 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને 256 રનથી જીત મેળવી હતી. આ જ મેચમાં ગ્લેન મેકગ્રાએ વર્લ્ડકપ ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન (7/15) રેકોર્ડ કર્યું હતું.
4. શ્રીલંકા- 55 રન- ભારત, વાનખેડે (વર્લ્ડ કપ 2023)
વર્લ્ડકપ 2023માં ભારત સામે શ્રીલંકાની ટીમ 55 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આ મેચમાં મુબઇમાં વાનખેડેમાં પ્રથમ બેટિંગ કરતા 357 રન બનાવ્યા હતા. જવાબમા ંટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 55 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી અને ભારતની 302 રને જીત થઇ છે.
5. બાંગ્લાદેશ- 58 રન- વેસ્ટ ઈન્ડિઝ, મીરપુર, (વર્લ્ડ કપ 2011)
વર્લ્ડકપ 2011માં, સહ-યજમાન બાંગ્લાદેશની ટીમ, વેસ્ટ ઈન્ડિઝ સામે તેના હોમ ગ્રાઉન્ડ મીરપુરમાં પ્રથમ બેટિંગ કરતા, 18.5 ઓવરમાં માત્ર 58 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. વર્લ્ડકપના ઈતિહાસમાં કોઈપણ ICC પૂર્ણ સભ્ય દેશની ટીમ દ્વારા કરવામાં આવેલો આ સૌથી ઓછો સ્કોર પણ છે. તે મેચમાં વેસ્ટ ઈન્ડિઝે 226 બોલ બાકી રહેતા 9 વિકેટે જીત મેળવી હતી.
6. સ્કોટલેન્ડ- 68 રન- વેસ્ટ ઈન્ડિઝ, લેસ્ટર, (વર્લ્ડ કપ 1999)
સ્કોટલેન્ડે 1999માં પ્રથમ વખત ભાગ લીધો હતો. આ જ ટૂર્નામેન્ટની 23મી મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે પાર્લમાં રમાયેલી મેચમાં તે 31.3 ઓવરમાં માત્ર 68 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયો હતો. તે મેચમાં વેસ્ટ ઈન્ડિઝે 239 બોલ બાકી રહેતા 8 વિકેટે જીત મેળવી હતી. સ્કોટલેન્ડ વર્લ્ડકપ ઈતિહાસની ચાર ટીમોમાંથી એક છે જેણે કુલ 14 મેચ રમી હોવા છતાં ક્યારેય એક પણ જીત મેળવી નથી.
6. કેન્યા- 69 રન- ન્યુઝીલેન્ડ, ચેન્નાઈ, (વર્લ્ડ કપ 2011)
1996માં વર્લ્ડ કપની સફર શરૂ કરનાર કેન્યાની ટીમે તેની છેલ્લી વર્લ્ડ કપ ટુર્નામેન્ટ 2011માં રમી હતી. ચેન્નાઈમાં ન્યુઝીલેન્ડ સામેની આ જ ટુર્નામેન્ટની બીજી મેચમાં તે પ્રથમ બેટિંગ કરતા માત્ર 69 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. તે મેચમાં ન્યુઝીલેન્ડે 252 બોલ બાકી રહેતા જીત મેળવી હતી.
8. પાકિસ્તાન- 74 રન- ઈંગ્લેન્ડ વિરુદ્ધ, (વર્લ્ડ કપ 1992)
વર્લ્ડકપ 1992ની 13મી મેચમાં એડિલેડમાં ઈંગ્લેન્ડ સામે પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 40.2 ઓવરમાં માત્ર 74 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જોકે, આ મેચનું કોઈ પરિણામ આવ્યું ન હતું. પાકિસ્તાને તે વર્ષે વર્લ્ડકપનો ખિતાબ પણ જીત્યો હતો.
9. આયર્લેન્ડ- 77 રન- વિ. શ્રીલંકા, (વર્લ્ડ કપ 2007)
આયર્લેન્ડ 2007માં પ્રથમ વખત વર્લ્ડકપ રમ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં સેન્ટ જ્યોર્જમાં શ્રીલંકા સામે રમાયેલી મેચમાં તે પ્રથમ બેટિંગ કરતા આયર્લેન્ડ માત્ર 77 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઇ હતી. તે મેચમાં શ્રીલંકાએ 240 બોલ બાકી રહેતા 8 વિકેટે જીત મેળવી હતી.
10. બાંગ્લાદેશ- 78 રન- વિરૂદ્ધ સાઉથ આફ્રિકા, (વર્લ્ડ કપ 2011)
વર્લ્ડકપ 2012 ની 39મી મેચ તેમના હોમ ગ્રાઉન્ડ મીરપુર ખાતે રમી રહી હતી ત્યારે બાંગ્લાદેશની ટીમ સાઉથ આફ્રિકા સામે 285 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે માત્ર 78 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને તેને 206 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.