દાડમ એ પોષક તત્વોનો ભંડાર ગણાતું આરોગ્યપ્રદ ફળ છે. તેના રોજના સેવનથી શરીરને ઘણા ફાયદા થાય છે. દાડમ તેના ખાટા અને મીઠા સ્વાદ માટે પ્રખ્યાત છે. પોષક તત્વોથી ભરપૂર આ ફળમાં વિટામિન સી, કે, ફોલેટ અને પોટેશિયમ મોટી માત્રામાં જોવા મળે છે. દાડમમાં બે શક્તિશાળી એન્ટીઑકિસડન્ટો પણ હોય છે જેને પ્યુનિકલગિન્સ અને ફ્લેવોનોઈડ કહેવાય છે.
હૃદયના રોગોમાં મદદરૂપ
દાડમ તેના એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો માટે પ્રખ્યાત છે. દાડમ હૃદયના રોગોમાં મદદરૂપ છે. દાડમ ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ સંતુલિત રહે છે. દાડમ બીપીની સમસ્યાને પણ કંટ્રોલ કરે છે. રોજ ખાલી પેટ દાડમનો રસ પીવાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે. તેનાથી હાર્ટ એટેકનો ખતરો પણ ઓછો થાય છે.
પાચન શક્તિ વધારો કરશે
દાડમમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. ફાયબર આંતરડાની ગતિમાં મદદરૂપ છે. દાડમ ખાવાથી આંતરડા સાફ થાય છે. દાડમમાં હાજર એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટીઑકિસડન્ટ ગુણો પાચનતંત્રમાં બળતરા ઘટાડે છે. દાડમ ખાવાથી પેટના અલ્સરની સમસ્યાથી પણ બચી શકાય છે. આ સિવાય પેટની તમામ સમસ્યાઓથી બચવા માટે દાડમ ખાવાથી પણ ફાયદો થાય છે.
બળતરાની સમસ્યાને ઘટાડશે
દાડમમાં હાજર એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો શરીરની અંદર બળતરાની સમસ્યાને ઘટાડે છે. દાડમ ખાવાથી ખૂબ જ જૂની સોજાની સમસ્યામાંથી પણ રાહત મળે છે. જે લોકોને સાંધામાં દુખાવો અને સોજો રહેતો હોય તેમણે રોજ દાડમ ખાવું જોઈએ. એક રિસર્ચ અનુસાર દાડમમાં કેટલાક એવા તત્વો હોય છે જે કોલોન કેન્સરને રોકવામાં મદદરૂપ છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે
દાડમ વિટામિન સીનો મુખ્ય સ્ત્રોત છે. તેથી, રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે દાડમ ખાવાની પણ સલાહ આપવામાં આવે છે. દાડમ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. દાડમમાં હાજર વિટામિન સી શરીરમાં શ્વેત રક્તકણોની વૃદ્ધિને વધારવામાં મદદ કરે છે, જે રોગપ્રતિકારક શક્તિ માટે જરૂરી છે.
ત્વચામાં લાવશે કુદરતી ગ્લો
દાડમમાં પોષક તત્વોનો ભંડાર જોવા મળે છે. દરરોજ દાડમ ખાવાથી અનેક ફાયદા થાય છે. જો તમે દરરોજ એક દાડમ ખાવ છો તો તમારી ત્વચામાં કુદરતી ચમક આવે છે. આ ફળમાં વિટામિન સી, કે, ફોલેટ અને પોટેશિયમ મોટી માત્રામાં જોવા મળે છે. ઘરે બેઠા તમે દાડમની મદદથી તમે ત્વચાની સુંદરતામાં વધારો કરી શકો છો.