નશા વિરોધી દિન નિમિત્તે નારદીપુર મહિલા ગ્રામ વિદ્યાપીઠ બી.આર.સી.કોલેજ ખાતે વિશેષ કાર્યક્રમ નશાબંધી અને આબકારી વિભાગ ગાંધીનગર દ્વારા યોજવામાં આવ્યો હતો. નશા યુક્ત પદાર્થોના સેવનથી થતા નુકશાન વિશે નાટક ભજવવામાં આવ્યું હતું. અરિહંત આર્ટ કોમ્યુનિકેશન ગાંધીનગર સંસ્થાના પૂજા લખાવરા, કુસુમ, નીતિન, શંકારકુમારે નાટકની પ્રસ્તુતિ કરી આ જન ઉપયોગી સંદેશો પાઠવ્યો હતો.
જીવનમાં ગમે તેટલી કઠીન પરિસ્થિતિ આવે તેવા સમયે મનને મજબુત રાખવા અને કોઇપણ જાતના નશાકારક પદાર્થોના સેવન તરફ નહીં વળવા આ નાટકના માધ્યમથી લોકોને જાગૃત કરાયા હતા. મહિલા પી.એસ.આઇ ટી.સી.ઠાકોર, નિયોજક ભાવેશ પંડયા, મહિલા ગ્રામ વિદ્યાપીઠના ઇન્ચાર્જ મંજુલા, NSS કો.ઓર્ડિનેટર ડો. જસુમતી અને તમામ કર્મચારી વર્ગ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જીવનમાં કયારેય કોઇપણ જાતનું વ્યસન નહીં કરવાનો તમામને સંકલ્પ કરાવવામાં આવ્યો હતો.