જાહેરાત કેસમાં રામદેવને સુપ્રીમ કોર્ટની ફટકાર : લોકોને ગેરમાર્ગે દોરતી જાહેરાતોના કેસમાં રામદેવ અને બાલકૃષ્ણએ માફી માંગી
લોકોને ગેરમાર્ગે દોરનારી ભ્રામક જાહેરાતોના કેસમા પતંજલીના બાબા રામદેવ અને બાલકૃષ્ણ ન્નેન સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટના આદેશનં ઉલ્લંઘન કરવા બદલ બન્ને સામે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહયોછે. રામદેવ અને બાલકૃષ્ણએ આ મામલે માફી માગી હતી. જો કે સુપ્રીમ કોર્ટે તેને નકારી દીધી હતી. અને કહયુ હતું કે આકરા પગલા માટે તૈયાર રહો. માત્ર મૌખિક માફીથી નહી ચાલે. સાથે જ કેન્દ્ર સરકારને પણ સવાલ કર્યો હતો કે આ કેસમાં તમે કોઇ કાર્યવાહી કેમ ના કરી.કેમ આંખો બંધ રાખી. સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ હીમા કોહલી અને ન્યાયધીશ અહસાનુદીન અમનુલ્લાહ સમક્ષ બન્ને મંગળવારે હાજર થયા હતાં. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પતંજલી સામે પીટીશન ફાઇલ કરી છે. જેમા એલોપેથી પર રામદેવના આરોપો અને પતંજલીની દવાઓ કોરોના સહિતની બીમારી ઠી કરતી હોવાના દાવા સામે દલીલો કરાઇ હતી. સુપ્રીમ કોર્ટમા બાબા રામદેવે કોઇ પણ શરત વગર માફી માંગી હતી.
બાબા રામદેવે સુપ્રીમ કોર્ટમાં બીનશરતી માંફી માંગી તેનો સીધો અર્થ એ થાય કે બાબા પાસે તેમની દવાઓ વિષે ભારત અને વિશ્વની જનતા પાસે જાહેરાત દ્વારા જે ભ્રમણાઓ ફેલાવવામાં આવી તેના કોઇ પૂરાવા નથી. કોરોનામાં બાબાની દવા લઇને કેટલાં માણસો મોત પામ્યા હશે તેના અંગે અલગથી કેસ થઇ શકે. સૌથી મહત્વની બાબત એ છે કે બાબા રામદેવે ભારતના સનાતન ધર્મ સાથે ઋષિમૂનિઓ સાથે જોડાયેલા યોગના માધ્યમથી લોકોને ગ્રૃહ કર્યા. એટલે સનાતન ધર્મ અને ભગવા વસ્ત્રોને પણ તેમણે લજવ્યા છે. ભારતમાં રાતો રાત પ્રસિધ્ધ થઇ જાય છે.રામ રહિમ હોય કે આસારામ હોય તેઓ કેદી બની જાય તો પણ તેમના પ્રત્યેનો લોકોનો મોહ છુટતો નથી. અંધભકિત થાય છે તે કરુણતા છે. અખબારો અને માધ્યમોને ગાળો દેવાની એક ફેશન અમુક લોકોએ વિકસાવી છે. પરંતુ આ જ લોકોએ આવા બાબાઓનો સમયોચિત સ્વપ્રસિધ્ધી માટે ઉપયોગ કર્યો છે. આવા જ લોકોએ માધ્યમોના પગ પણ પકડયા છે. બાબા રામદેવ કેસમા મોટા મિડિયા હાઉસોએ પણ વહેતી ગંગામાં હાથ ધોઇ લીધા હતાં.પતંજલીની જાહેરાતોનું બજેટ હજારો કરોડ રુપિયા હતું.
રામદેવે પતંજલી લોન્ચ કર્યા પૂર્વે બાલુ સાથે દેશભરમાં ભ્રમણ કરી કોકા કોલા અને વિદેશી કંપનીઓને ગાળો આપી સ્વદેશી મુવમેન્ટ જગાવી હતી. શહેરોમાં યોગ શિબિર કરી નિરોગી જીવનના લોકોને સપનાં દેખાડયા હતાં. રામદેવ જે રીતે પેટના ઘુમડિયા કરી શકતાં હતાં તે લોકોને આંજી દેવા પૂરતાં હતાં.યોગ શિબિરમાં તેમના યોગ કરતબે મોટો ફોલોઅર કલાસ ઉભો કર્યો. જનું પાછળથી કલ્ટીવેટીંગ થયુ. પતંજલીનું સ્ટોન્ચ ફેન ફોલોઇંગ આ જ હતું બાદમાં પ્રચારના માધ્યમથી જે એમએનસી કંપની કરતી હતી તે વધુ સારી રીતે પોલિટિકલ સપોર્ટથી રામદેવે કર્યુ. આજે રામદેવ દેશની સુપ્રિમ કોર્ટ પાસે ચાલાકી પૂર્વક માફી માગતા રામદેવ અને બાલુને સુપ્રિમ કોર્ટ માફ કરવાના મિજાજમાં નથી. પણ દેશની જનતાને ભૂલવાનો રોગ લાગ્યો છે. લોકોને ઝડપથી માફ કરી દેવાનો આ રોગ દેશમા વધુને વધુ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન પેદા કરે છે. કોઇ ધર્મના નામે. કોઇ યોગના નામે.
રાજકોટમાં રામદેવની કેરિયરના પ્રારંભે જ વિરોધ થયો હતો
રાજકોટમાં રામદેવ તેમની કેરિયરના પ્રારંભે જ યોગ શિબિર માટે આવ્યા હતાં. રેસકોર્ષ મેદાનમાં તેમની યોગ શિબિર હતી. શામજીભાઇ ખુંટ રાજકોટમાં તેમના યજમાન આયોજક વગેરે હતાં. તેમની પીપલ્સ બેંકના સહયોગથી આ યોગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એ સમયે હું ‘સાંજ સમાચાર’ અખબારમાં પત્રકાર તરીકે ફરજ બજાવતો હતો. મારા માલીક તંત્રી પ્રદીપભાઇ શાહે મારું ધ્યાન દોર્યુ કે આ ફ્રોડ જેવું લાગે છે. જરા તપાસ કરીને લખજે. એમની અનુભવી નજરમાં ઘઉં અને કાંકરા તુરંત નજર આવી જતાં. મેં તપાસ કરી તો આ યોગ શિબિર આમંત્રિતો માટે એટલે કે પેઇડ હતી. તેમાં સામાન્ય લોકોને પ્રવેશ નહોતો. જયારે અખબારોમા બુધ્ધીપૂર્વકના સમાચારો વહેતાં કરી મિડિયાનો પણ ઉપયોગ કરવામા આવ્યો હતો. આ અહેવાલ પ્રસિધ્ધ કર્યા બાદ વાત બાબા સુધી પહોંચી હતી. આયોજકોએ ફરજીયાત આપવા માટે છેલ્લી હરોળ રાજકોટવાસીઓને વિનામૂલ્યે આપી હતી. એ યોગ શિબિરમાં જોડાયેલા રાજકોટવાસીઓ રામદેવથી અભિભુત હતાં. ખાસ તો શું થાય છે એ જોવા હું એ શિબિરમાં સવાર પાંચ વાગ્યે ઉઠીને જોડાયો હતો. મારી હાજરી વિષે એ સમયે બાબાની જાહેરાતનું કામ કરનાર જીતેન્દ્ર જોશીને જાણ થઇ હતી. પછી કોઇ સંજોગોમાં બાબા સુધી આ વાત પહોંચી. આટલા મોટા કાર્યક્રમમાં રામદેવે સાંજ સમાચારનું નામ લીધા વગર મંચ ઉપરથી એક અખબારના પ્રતિનિધિ પણ અહીં ઉપસ્થિત છે એમ કહી મારી હાજરીની કટાક્ષમાં નોંધ લઇ મને હિણપતની સ્થીતિમાં મૂકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જે અખબારના ડીએનએમાં પત્રકારત્વ હોય એ અખબારના રિપોર્ટર માટે આ સિધ્ધિ હતી. આમ પણ પત્રકાર બનતાં પહેલાં અમને દિગ્ગજોએ શિખડાવ્યુ છે કે પત્રકારની પ્રથમ યોગ્યતા એ છે કે પત્રકારે કોઇ વ્યકિતની પ્રતિભાથી પ્રભાવિત ન થવુ. તેમના કામથી પ્રભાવિત થવુ અથવા તેમના કામનું મૂલ્યાંકન કરી ત્યાર બાદ જ એપ્રુવલ આપવુ. આજે એ જ જીવનમંત્ર સાચો પડી રહયો છે તેનો સંતોષ છે. રાજકોટની જનતાને પણ એ જ કહેવાનું મન થાય છે કે, બી વેર ઓફ ફ્રોડસ્ટર એન્ડ ઠગ્સ. નામ બેડ ઔર દર્શન ખોટે એ વાત આજે પણ એટલી જ સાચી છે.એટલે જ અમે તમારી આ જ રીતે સેવા કરતાં રહીશુ. નીર અને ક્ષિર પારખીને.