ઠગ્સ ઓફ લાહોર એવો શબ્દ જાણીતો છે. પરંતુ રાજકોટમાં પોલીસ ચોપડે ફરિયાદ પણ ન થઇ શકે એવી ઠગાઇ અને ગાળિયા નાંખનારાઓની ટોળકી છે. જેને ગ્રુપ કહી શકાય.કયારેક એ કલબનું સ્વરૂપ લઇ લ્યે.કયારેક સેવા સંસ્થાનો ઓઠો લઇ લ્યે. કયારેક સમાજ સેવક તો કયારેક બિઝનેશમેન થઇ જાય.તેમનું મુખ્ય કામ પાવરબ્રોકીંગ છે. જેને ચોકકસ ભાષામાં દલાલી પણ કહિ શકાય. એનામાં ગજબની કાંચીડા વૃતિ આવી જાય છે. કયારેક નેતા બની જાય તો તેમનો ઠસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે. આવા લોકો એક બાબતમાં માસ્ટર હોય છે ઠગાઇમાં. ઠગાઇ એ એવી ચતુરાઇ છે જેમાં ક્રાઇમને વ્યહવારિકતાનું ફિકશન અપાય છે. કાનુની રીતે એ બિઝનેશ પણ કહિ શકાય. કાનુની રીતે બે વ્યકિતઓની આપસની ગરજમાં થયેલા મૌખિક કે વણલિખિત કરારો છે. જેમાં બન્ને વ્યકિત એક બીજાની મદદથી કંઇક મેળવી લેવાની લાલચમાં એક – મેક સાથે બિઝનેશથી જોડાય છે.
લોભે લખ્ખણ જાય એ કહેવત અહિં બરાબર બંધ બેસે છે. બિઝનેશની જરૂરિયાત માટે બન્ને સામાજીક સબંધો બાંધે છે. તેને રૂપાળા નામ આપે છે.ભોળા લોકો બન્નેના સબંધથી અંજાઇ જાય છે. લાલચુઓની ટોળી પણ આવા લોકોના ખેલમાં ફસાઇ જાય છે. ખેલ આગળ વધે છે. બન્ને કમાય છે. બન્નેની કમાણીથી બન્નેનો વિકાસ થાય છે. કોઇને પૈસા મળે છે. કોઇને સ્ટેજ મળે છે. કોઇની જરૂરિયાતો સંતોષાય છે.બન્નેના મોજ-શોખ પુરા થાય છે. સામાજીક નામના થાય છે. અહીંથી કહાની ટવીસ્ટ લ્યે છે. જે વ્યકિતએ ગુરુ તરીકે જે પાર્ટનરને સ્વીકાર્યા હતાં તેના કારણે અથવા તેની સીડી ચઢી નંબર ટુ તરીકે વિકસેલા વ્યકિતને નંબર વન થવાની એષણા જાગી. તેમની ઔકાત સમજ્યા વગર નંબર વનને કરેલી સહાય અંદાજે રૂપિયા બે કરોડથી વધુની રકમ નંબર વન પાસેથી પરત માંગી. તમે તેને લોન કહિ શકો.વ્યહવારીક ભાષામાં હાથ ઉછીના પૈસા હતાં. લેનાર નેતાને ખબર હતી કે એ લોન નથી. દેનારને એમ હતું કે લોન છે. અહિંથી કહાનીમાં ટવીસ્ટ આવે છે. ભરોસાના વ્યહવારમાં ઠગાઇ ભળે છે.નંબર ટુએ નંબર વનને આપેલી રકમ પરત માંગે છે. ઉઘરાણી વધુ કડક થતાં નંબર વન હાથ ઉંચા કરી દયે છે.શિકારી ખુદ શિકાર હો ગયા. એ બોલતાં નથી પણ એમ કહે છે કે તમે મારા નામ અને મારી મદદથી બગડમ કલબ ઉભી કરી ઠેલાવાળા તરીકે ખુબ નામના કમાયા. ડાયસ ઉપર ગેસ્ટને બેસાડવાના પૈસા લીધા.હું કંઇ બોલ્યો ? તમે ડોનેશનના નામે ઘણા ઉઘરાણા કર્યા હું કંઇ બોલ્યો ? તમે વ્યાજ વટાવનું કામ કરો છો હું કાંઇ બોલ્યો ?.સેવામાંથી વ્યાજ વટાવનો ધંધો કરવાની તાકાત તમારામાં કયાંથી આવી ? મારા થકી. તો આવી નાની રકમ માંગવાની ન હોય. તમે ઘરની વાત બહાર વહેતી મૂકી છે.ઘરના લુગડાં બહાર ન ધોવાય. મેલ તમારો પણ બહાર આવશે. તમે રાજકારણના કાચા ખેલાડી છો. સેવાની વાતોથી બગડમ કલબ ચલાવો. એવો સંદેશો નંબર વને નંબર ટુ ને વગર બોલ્યે મભમમાં આપી દીધો છે. પેલી રકમ તો હવે અદ્રશ્ય થઇ ગઇ છે. નંબર ટુ હવે ચોરની મા કોઠીમાં મોઢુ નાંખી રડે તેમ રડે છે. છાને ખુણે પોતાના પૈસા કઢાવી દેવા મદદ પણ માંગે છે. પરંતુ તૈયારી અલી તરીકે જાણીતા આ ભાઇના ઠેલા કયાંય લાગતાં નથી. મસાણે ગયેલા લાકડાં પાછા આવતાં નથી. રાજકોટમાં ઘણા ઘણા ઠગ છે. રાજકોટમાં કેટલાક મોટા સ્થાને બેઠેલા ઠગ પણ છે. મનપાના એક પૂર્વ પદાધિકારીએ તેના પાર્ટનરને ઝેર પીવા માટે મજબુ કર્યો હતો.આર્થિક રીતે એવો ગાળિયામાં લઇ લીધો હતો કે વ્યાજના ભારણમાં આ ભાઇ પતી જવાની તૈયારીમાં હતાં.અંતે ભોગ બનનાર આ ભાઇએ ઝેર પીધુ હતું. સદનસીબે બચી ગયા. બાદમાં પેલા રાજકારણીનો ફજેતો થયો. વધુ ફજેતો ન થાય એ માટે રાજકોટના કેટલાક પાવર બ્રોકર આ મામલામાં નેતા તરીકે સમાધાન કરાવવા આવ્યા. છાને ખુણે આ પ્રકરણ પતી ગયુ. પોલીસ ચોપડે ચડી ન શકે એવી ઠગાઇની અનેક કહાનીઓ રાજકોટમાં ધરબાયેલી પડી છે. પેલી કહેવત છે ને લાંબા જોડે ટુંકો જાય મરે નહિ તો માંદો પડે. એવી હાલત મોટા નામ અને ઝાકઝમાળથી અંજાઇને ફસાનારની થાય છે. કયારેક મોટા પ્રોજેકટમાં ફસાઇ જનાર ડાઇંગ ડેકલેરેશન જેવી ચીઠ્ઠી લખીને આપઘાત પણ કરે છે. થોડો સમય માટે શહેરમાં કરૂણા અને અરેરાટીનું મોજુ ફેલાય છે. ફરી બધા રૂટીનમાં આવી જાય છે. રાજકોટ તેના ઉદ્યમ માટે જાણીતું છે તો તેના ઠગ્સનો જો અપાય તો દેશમાં રાજકોટના ઠગને ચોકકસ મળવા પાત્ર થાય.આવ ઠગને ગીન્નેશ બુકમાં પણ ચોકકસ સ્થાન મળે. રાજકોટમાં મોટા મોટા લોકો સાથે ઉઠબેસ કરી તેમનું પારવ બ્રોકીંગ કરનારા અનેક પાટીયા સંસ્થાઓ પણ ચલાવે છે. જેનો અખબારોમાં પણ મોટો દબદબો છે.જેને બૌધિક લોકો કોસ્મેટિક બિઝનેશ કહે છે. આપણે દેખાડા માટેની સંસ્થા કહિશુ. ખાસ કરીને નવી નવી મોડસ ઓપરેન્ડી માટે તો ચોકકસ આ ઠગ્સને એવોર્ડ મળે. રાજકોટની હવામાં ઠગાઇ છે. બે દાયકા પહેલાં સામાન્ય નોકરી કરતાં કેટલાંક ઠગ સ્કુટરમાંથી બે કરોડની કારમાં રોલાં પાડતાં થઇ ગયા છે. રાજકોટમાં તમે કંઇ પણ પ્રગતિ કરો, તમારા જુવાન છોકરા છોકરીઓ કોઇ પણ પ્રવૃતિમાં જોડાય તો સાવધાન રહશો. એ તમારી જરૂરિયાત સમજીને બરાબરના ઉઠા ભણાવશે. કેટલાક બંગલાઓ ઉપર બોર્ડ માર્યુ હોય છે. બિવેર ઓફ ડોગ્સ. કુતરું તો માત્ર બટકુ ભરીને મૂકી દેશે. પણ આ ઠગ લોકો તમારુ લોહિ ચુસી લેશે. તેમની પહોંચ એટલી મોટી હોય છે કે તમે તેને પહોંચી નહિ શકો. આવા લોકોથી બચવાનો ઉપાય એક જ છે. તેમનાથી દૂર રહેવુ. તમારા પરિવારના સભ્યોને પણ દૂર રાખવા.ઠગ્સ ઓફ રાજકોટની વધુ કહાની ફરી કયારેક.