મોરબી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરાયેલા આ આયોજનમાં જિલ્લા કલેકટર,એસપી,ધારાસભ્ય સહિતના આગેવાનો અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ પોલીસ જવાનો એ ઉપસ્થિત રહી અને યોગ કર્યા હતા.
મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ આ યોગ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નું લાઈવ પ્રસારણ,વડાપ્રધાન મોદી નું લાઈવ પ્રસારણ નિહાળી દરેક લોકોએ યોગ વિશે માહિતી મેળવી હતી અને યોગ ને કારણે થતા ફાયદાઓ અંગે માહિતગાર થયા હતા.ત્યાર બાદ યોગ ટીચર દ્વારા તમામ લોકોને યોગ કરાવવામાં આવ્યા હતા જેમાં મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી,જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી,મોરબી ધારાસભ્ય કાંતિ અમૃતિયા સહિત મોરબી જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ,તેમજ શાળાના બાળકો અને પોલીસ જવાનો મળી ને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સર્વે એ સાથે મળીને યોગ કર્યા હતા.