- આજે ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ
- પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મેચ
- ન્યુઝીલેન્ડ 6 મેચમાં 8 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને
આજે વર્લ્ડકપ 2023ની 32મી મેચ ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઇ રહી છે. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (MCA)માં રમાઇ રહી છે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યાથી શરૂ થશે. આ ટૂર્નામેન્ટમાં બંને ટીમોએ 6-6 મેચ રમી છે. જેમાં સાઉથ આફ્રિકાએ 5 મેચ જીતીને 10 પોઇન્ટ સાથે બીજા નંબરે છે. જ્યારે ન્યુઝીલેન્ડને છેલ્લી 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સેમી ફાઈનલનને ધ્યાનમાં રાખીને ન્યુઝીલેન્ડ માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પોઈન્ટ ટેબલમાં ન્યુઝીલેન્ડ 6 મેચમાં 8 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.
ન્યુઝીલેન્ડની ઇનિંગ શરૂ
આજે સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી વર્લ્ડકપની મેચમાં બીજી ઇનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઇ છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમે 357 રન બનાવ્યા છે. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડ ટીમે 25 ઓવર બાદ 6 વિકેટના નુકસાને 109 રન બનાવ્યા છે. ન્યુઝીલેન્ડ તરફથી સૌથી વધુ રન વિલ યંગે 37 બોલમાં 33 રન અને ડેરિલ મિચલે 30 બોલમાં 24 રન બનાવ્યા છે. હાલમાં ન્યુઝીલેન્ડ તરફથી ગ્લેન ફલિપ્સ અને ટીમ સાઉથી ક્રિઝ પર છે. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો માર્કો યાન્સને 5 ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ ઝડપી છે. જ્યારે કેશવ મહારાજે 3 ઓવરમાં 8 રન આપીને 3 વિકેટ ઝડપી છે. કગીસો રબાડા અને ગેરાલ્ડ કોએત્ઝી એક- એક વિકેટ ઝડપી છે.
ન્યૂઝીલેન્ડનો સ્કોર 13 ઓવર બાદ 3 વિકેટે 62 રન છે. હાલમાં ડેરીલ મિચેલ અને ટોમ લાથમ ક્રીઝ પર છે. જ્યારે ડ્વેન કોનવે, રચિન રવિન્દ્ર અને વિલ યંગ પેવેલિયન પરત ફર્યા છે. સાઉથ આફ્રિકા તરફથી માર્કો યાન્સને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે ગેરાલ્ડ કૌત્ઝેને 1 સફળતા મળી છે.
આજે સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઇ રહી છે. સાઉથ આફ્રિકાએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 357 રન બનાવ્યા છે. જેથી ન્યુઝીલેન્ડને જીત માટે 358 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડ ટીમ તરફથી ડેવોન કોનવે અને વિલ યંગ એપનિંગ કરવા આવ્યા છે. સાઉથ આફ્રિકા તરફથી માર્કો યાન્સને પ્રથમ ઓવરની શરૂઆત કરી છે.
સાઉથ આફ્રિકાની ઇનિંગ શરૂ
આજે સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી વર્લ્ડકપની મેચમાં પ્રથમ ઇનિંગ પૂર્ણ થઇ છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમે 50 ઓવર બાદ 4 વિકેટના નુકસાને 357 રન બનાવ્યા છે. સાઉથ આફ્રિકા તરફથી સૌથી વધુ રન રાસી વાન ડેર ડુસેન 118 બોલમાં 133 રન બનાવ્યા હતા. જેમાં તેણે 9 બાઉન્ડ્રી અને 5 સિક્સ ફટકારી હતી. ક્વિન્ટન ડી કોક 116 બોલમાં 10 ફોર અને 3 સિક્સની મદદથી 114 રન બનાવ્યા હતા. કેપ્ટન ટેમ્બા બવુમાએ 28 બોલમાં 24 રન બનાવ્યા હતા. જ્યારે ડેવિડ મિલરે 30 બોલમાં 2 ફોર અને 4 સિક્સ મદદથી 53 રન બનાવીને આઉટ થયો હતો. એડમ માર્કરામ 1 બોલમાં 6 રન અને હેનરી ક્લાસને 7 બોલમાં 15 રન કરીને અણનમ પરત ફર્યા છે. ન્યુઝીલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો ટીમ સાઉથીએ 10 ઓવરમાં 77 રન આપીને 2 વિકેટ ઝડપી છે. ટ્રેન્ટ બોલ્ટે 10 ઓવરમાં 49 રન આપીને 1 વિકેટ ઝડપી છે. જ્યારે મેટ હેનરીએ 5.3 ઓવરમાં 31, ગ્લેન ફલિપ્સે 7 ઓવરમાં 52 અને મિચેલ સેન્ટનર 10 ઓવરમાં 58 રન આપ્યા છે.
આજે સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી વર્લ્ડકપની મેચમાં પ્રથમ ઇનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઇ છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમે 25 ઓવર બાદ 1 વિકેટના નુકસાને 124 રન બનાવ્યા છે. સાઉથ આફ્રિકા તરફથી કેપ્ટન ટેમ્બા બવુમાએ 28 બોલમાં 24 રન કરીને આઉટ થયો છે. જ્યારે ક્વિન્ટન ડી કોક 75 બોલમાં 57 રન અને રાસી વાન ડેર ડુસેન 47 બોલમાં 36 રન કરીને બેટિંગ કરી રહ્યા છે. ન્યુઝીલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો ટ્રેન્ટ બોલ્ટે 5 ઓવરમાં 12 રન આપીને 1 વિકેટ ઝડપી છે. જ્યારે મેટ હેનરીએ 5 ઓવરમાં 30, ટીમ સાઉથીએ 4 ઓવરમાં 25 અને મિચેલ સેન્ટનર 5 ઓવરમાં 23 રન આપ્યા છે.
સાઉથ આફ્રિકાએ 12 ઓવરમાં 54 રન બનાવ્યા છે. આફ્રિકાની એક વિકેટ કેપ્ટન બાવુમાના રૂપમાં પડી છે. ડી કોક 19 રન બનાવીને ક્રિઝ પર છે. ન્યુઝીલેન્ડને પ્રથમ સફળતા ટ્રેન્ટ બોલ્ટે અપાવી હતી.
આજે સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપની મેચ શરૂ થઇ છે. આ મેચમા ટોસ જીતીને ન્યુઝીલેન્ડે બોલિંગ પસંદ કરી છે. જેથી સાઉથ આફ્રિકા તરફથી ક્વિન્ટન ડી કોક અને ટેમ્બા બવુમા ઓપનિંગ કરવા આવ્યા છે. જ્યારે ન્યુઝીલેન્ડ તરફથી પ્રથમ ઓવરની શરૂઆત ટ્રેન્ટ બોલ્ટે કરી છે. આજે બંને ટીમોએ એક- એક ફેરફાર કર્યો છે. ન્યુઝીલેન્ડે લોકી ફર્ગ્યુસનની જગ્યાએ ટીમ સાઉથી અને સાઉથ આફ્રિકાએ તબરેઝ શમ્સીની જગ્યાએ કગીસો રબાડાને સ્થાન આપ્યું છે.
ન્યુઝીલેન્ડે ટોસ જીત્યો
ICC વનડે વર્લ્ડકપ 2023ની 32મી મેચ ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. આ મેચ માટે ટોસ થયો છે. જે ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં રમવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા બંને ટીમ વર્લ્ડકપમાં 6-6 મેચ રમી છે. જેમાં સાઉથ આફ્રિકાની 5 અને ન્યુઝીલેન્ડની 4માં જીત થઈ છે.
પિચ રિપોર્ટ
ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. MCAની પિચને લઈ કહેવામાં આવી રહ્યું છે કે, આ પિચમાં બેટ્સમેનને મદદ મળે છે. જેથી આજની મેચ હાઈસ્કોરિંગ જોવા મળી શકે છે. આ મેદાનમાં અત્યાર સુધી કુલ 8 વનડે મેચ રમાઈ છે. જેમાં દરેક મેચમાં 300થી વધુનો સ્કોર થયો છે.પુણેનું હવામાન ગરમ અને શુષ્ક છે, તેથી વધુ ઝાકળ પડવાની કોઈ શક્યતા નથી. આ મેદાનમાં છેલ્લી બે મેચમાં ટાર્ગેટનો પીછો કરનાર ટીમ સરળતાથી જીતી ગઈ છે, આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે.
બંને દેશોની પ્લેઈંગ ઈલેવન
સાઉથ આફ્રિકાઃ ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાસી વાન ડેર ડુસેન, એડેન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો યાન્સન, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, કગીસો રબાડા, લુંગી એનગિડી
ન્યુઝીલેન્ડઃ ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિચેલ, ટોમ લાથમ (કેપ્ટન અને વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, જીમી નીશમ, મિચલ સેન્ટનર, મેટ હેનરી, ટીમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ