- વડોદરા મનપા જુ. ક્લાર્કની પરીક્ષા
- 4 શહેરોમાં યોજાઈ રહી છે પરીક્ષા
- 1.09 લાખથી વધુ ઉમેદવારો થશે સામેલ
વડોદરા મહાનગરપાલિકાની 512 જુનિયર ક્લાર્કની જગ્યાઓ માટે આવતીકાલે એટલે કે 07 ઓક્ટોબર, 2023ના રોજ પરીક્ષા યોજાવા જઈ રહી છે. જેમાં બપોરે 1થી 3ના ગાળામાં ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને નડિયાદમાં પરીક્ષા યોજાશે.
વડોદરા મનપાની બહુપ્રતીક્ષિત 512 જુ. ક્લાર્કની પરીક્ષા આવતી કાલે યોજાવાની છે. જેમાં 1.09 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષામાં બેસવાના છે. આ પરીક્ષા માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જેમાં 200 માર્કનું પેપર હશે અને ખોટા જવાબ માટે નેગેટિવ માર્કિંગની સિસ્ટમ છે. આ ઉપરાંત Aથી F સીરીઝના પેપર આપવામાં આવશે.
વડોદરા મનપાના જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે તૈયારી કરતા યુવાનો માટે આ મોટા સમાચાર છે. પરીક્ષાને લઈને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુજરાતના 4 શહેરો અમદાવાદ, આણંદ, ગાંધીનગર અને નડિયાદમાં પરીક્ષા યોજાશે. આ પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેના માટે પણ ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
વડોદરા મનપાની જૂનિયર ક્લાર્ક વર્ગ 3ની આ પરીક્ષા છે જેનું પેપર 2 કલાકનું રહેશે. જેમાં 512 બેઠકો પર ભરતી માટે પરીક્ષાનું આયોજન કરવામા આવ્યું છે. કુલ 1 લાખ 9 હજારથી વધુ ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી છે.