ર૪ પીડિત પરિવારો સાથે મુખ્યમંત્રીએ કરી ચર્ચા : પિડિતોને ન્યાય આપવાની આપી ખાતરી : ગૃહ રાજમંત્રી હર્ષ સંઘવી, શહેર ભાજપ પ્રમુખ સહિતના રાજકોટ ભાજપના આગેવાનો ,મંત્રી ભાનુબેન બાબરીયાની હાજરી
સમગ્ર ગુજરાતને હચમચાવી દેનાર ટીઆરપી આગકાંડમાં ચાર ચાર તપાસ સમિતિઓની તપાસ બાદ પણ બનાવના મૂળ સુધી જોડાયેલા અધિકારીઓ ,પદાધિકારીઓને પકડવામાં આવ્યા નથી.
આવા સંજોગોમાં વધતાં જતાં દબાણ વચ્ચે આજે મુખ્યમંત્રી ભૂપન્દ્રભાઇ પટેલ તરફથી ટીઆરપી આગકાંડના પીડિત પરિવારજનોને મળવા ગાંધીનગર ખાતે બોલાવાયા હતાં. ખુબ જ ઝડપથી આકાર લેતી રાજકિય ઘટનાઓ વચ્ચે આ મુલાકાત સમયે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય રમેશ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, દેવાંગ માંકડ, ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા અને માધવ દવે ઉપસ્થિત રહ્યા હતા.
સવારે ૧૧ પહેલાં જ આગેવાનો અને પિડિત પરવારજનો સાથે મુખ્યમંત્રી બંગલામાં પહોંચી ગયા હતાં. જયાં મુખ્યમંત્રી ,ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી તથા સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમા મીટીંગ થઇ હતી. મુખ્યમંત્રીએ પીડિતો સાથે સદભાવ પૂર્વક વાત ચીત કરી હતી. તેમણે સમગ્ર ઘટનાને કમનસીબ ગણાવી હતી. મુખ્યમંત્રીએ પીડિત પરિવારોને ન્યાયિક તપાસની ખાતરી આપી હતી. પીડિતોને અન્યાય ન થાય તેવી ખાતરી આપી હતી.
શું પીડિત પરિવારને કોંગ્રેસની મદદ લેવાથી રોકાશે ?
જે રીતે પીડિત પરિવારજનોએ રાજકોટ બંધમાં કોંગ્રેસને ટેકો આપ્યો હતો અને સરકાર તરફથી ન્યાય નથી મળ્યો એ મિડિયા સમક્ષ ખુલ્લંખુલ્લા કહયુ હતું તેથી સરકારની રહી સહી આબરુંના પણ ચિંથરા ઉડયા હતાં. ભાજપના કોઇ નેતા ભુગર્ભમાં ચાલ્યા ગયા હતાં. કેટલાકે તો રાજીનામા આપી દીધા હોવાની પણ ચર્ચા ચાલે છે.પરંતુ હવે સૌ પ્રથમ કોંગ્રેસના આંદોલનમાંથી હવા કાઢવા પીડિતોને અલગ થલગ કરવાની વ્યુહ રચના થાય એવું લાગે છે. આ માટે પીડિતોને મનાવવા પ્રયાસ થઇ રહયા છે. મુખ્યમંત્રી સાથે મુલાકાત તેનું પ્રથમ પગલું છે. જો કે પીડિતોને તેમના સ્વજનોની હત્યાના મૂળ ગુનેગારો સુધી તપાસ પહોંચે અને તેને સજા જોઇએ તેનાથી કશું જ ઓછું નથી જોઇતું તેવો વારંવાર ઉચ્ચાર કરે છે.
રાહુલ ગાંધી ઇફેકટ
છેલ્લા દોઢ માસથી રાજકોટના ટીઆરપી કાંડની તપાસ ચાલતી હતી. ભાજપના નેતા કે તપાસ એજન્સીઓએ આ મામલે મૌન સીવી લીધુ હતું. હરણી કાંડ, મોરબી ઝુલતાં પુલ, સુરત તક્ષશિલા કાંડની તપાસની જેમ રાજકોટ આગકાંડની તપાસની જેમ આ તપાસ પણ મુખ્ય ગૂનેગારોને પકડયા વગર પુરી કરી દેવામાં આવે તેવી શંકા છે. પરંતુ મિડિયા અને કોંગ્રેસની સતત લડતને કારણે સરકાર ભીંસમાં મૂકાઇ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમદાવાદની મુલાકાત લીધી અને રાજકોટ બંધ સજજડ રહયા બાદ સરકાર અંદરથી હચમચી ગઇ છે. આથી તાત્કાલીક ડેમેજ મેનેજમેન્ટ શરુ થયુ છે.
સ્થાનિક ભાજપના નેતાઓએ ગુપચુપ ઓપરેશન પાર પાડયુ
રાજકોટથી આગકાંડના પીડિતોનો સંપર્ક કરી ભાજપના સ્થાનિક આગેવાનો ગાંધીનગર લઇ ગયા તેની મિડિયાને આજે સવાર સુધી ભનક આવવા દીધી નહોતી. તમામ પીડિત પરિવારોને એકસેસ કરી શકાય એ માટે પોલીસ તંત્રની પણ તાજેતરમાં જ મદદ લેવામાં આવી હતી. આમ સમગ્ર મામલે ભાજપ ફરી એક વખત સક્રિય થયુ છે.
પીડિતોના પરિવારજનોને
મળશે આઉટ સોર્સિંગથી નોકરી
મુખ્યમંત્રી સમક્ષ પાંચ મુદાની રજૂઆત
સરકારનો સાનુકુૃળ પ્રતિસાદ
૧, એડિશ્નલ પી.પી. નહિ પી.પી.ની નિયુકતી
ર,એડિશ્નલ શબ્દ નિકળી જશે
3,પીડિત પરિવારની પસંદગીના પી.પી.નિમવા
૪ હાઇકોર્ટમાં ફાસ્ટ ટ્રેકમાં કેસ ચાલવો જોઇએ
પ, પીડિતોના પરિવારને ન્યાય મળવો જોઇએ