કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતાના પદ પરથી સોમવારે રાજીનામું આપી દીધું છે. આ સાથે તેમણે પોતાની સત્તાધારી લિબરલ પાર્ટીના ટોચના નેતાનું પદ પણ છોડી દીધું છે. પાર્ટીએ હવે નવા નેતાની પસંદગી કરવાની રહેશે અને જ્યાં સુધી નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી જસ્ટિન ટ્રુડો કેનેડાના વડાપ્રધાન તરીકે યથાવત રહેશે.
સોમવારે સંબોધેલ પ્રેસ કોન્ફરન્સમાં આપેલા ભાષણને લઈને કેનેડાના સ્થાનિક મીડિયામાં વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. આમાં ઘણા અખબારોએ વિદેશ નીતિના મોરચે ટ્રુડોની આકરી ટીકા કરી છે અને તેમના પર કાર્યકાળ દરમિયાન ભારત અને ચીન સાથેના સંબંધો સાથેના સંબંધો બગાડવાનો આરોપ લગાવ્યો છે. ઉપરાંત લાંબા સમયથી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પોતાના જ પક્ષમાં આંતરિક વિવાદોથી ઘેરાયેલા હતા સાથે કેનેડાની કથળતી અર્થવ્યવસ્થાએ જસ્ટિન ટ્રુડોના વિરોધીઓને પણ તક આપી હતી. ટ્રુડોએ તેમના બગાડ્યા હતા.
ધ ગ્લોબ એન્ડ મેલ – ટ્રુડો વિદેશ નીતિને સમજવામાં નિષ્ફળ
ધ ગ્લોબ એન્ડ મેલમાં પ્રકાશિત થયેલા એક લેખમાં પ્રોફેસર ટર્નર બલ લખે છે કે જસ્ટિન ટ્રુડોએ સરકાર અને તેમની પરંપરા પરથી નિયંત્રણ ગુમાવ્યું છે. સત્તામાં આવ્યા બાદ માત્ર દેશમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ યોગ્ય રીતે કોઈ કામ પૂર્ણ કરી શક્યા નથી. જ્યારે જસ્ટિન ટ્રુડો સત્તામાં આવ્યા ત્યારે પૂર્વ વડાપ્રધાન સ્ટીફન હાર્પરને યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં સ્થાન ન આપવા બદલ આકરી ટીકા કરી હતી, પરંતુ તેઓ પોતે પણ આ મામલે કંઈ કરી શક્યા ન હતા.
ચીન સાથેના સંબંધ
ટ્રુડોના કાર્યકાળના છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન ભારત અને ચીન સાથે કેનેડાના સંબંધો સતત બગડ્યા છે. થોડા વર્ષો પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ કેનેડા સાથે મોટી ડીલ કરવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ કેનેડામાં ટેક કંપની Huaweiની મહિલા એક્ઝિક્યુટિવની ધરપકડ બાદ આ ડીલ થઈ શકી ન હતી. વિરોધીઓએ પણ ચીન અંગે ટુડોની વિદેશ નીતિને અનુભવ વગરની ગણાવી હતી. તેમણે કહ્યું કે ટ્રુડો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની કેનેડિયન વિરોધી અને આક્રમક વિદેશ નીતિને સમજવામાં નિષ્ફળ ગયા.
ભારત સાથેના સંબંધ
ટ્રુડો કેનેડામાં ખાલિસ્તાનીઓને સમર્થન આપી રહ્યા છે, જેના વિશે ભારત સરકાર સતત વાંધો ઉઠાવી રહી છે. વર્ષ 2018માં ટ્રુડોની ભારતની સત્તાવાર મુલાકાતની પણ ખૂબ ચર્ચા રહી હતી જ્યારે તેઓ ઘણા દિવસો સુધી ભારતમાં ઘૂમ્યા હતા અને ભારતીય કપડા પહેરીને તેમના પરિવાર સાથે ફોટોગ્રાફ્સ માટે પોઝ આપતા જોવા મળ્યા હતા. ટ્રુડોની ભારતમાં આ મુલાકાત દરમિયાન થયેલ અવગણનાને આંતરરાષ્ટ્રીય મીડિયામાં શરમજનક ગણાવવામાં આવી હતી. આમ, કેનેડાએ ભારત પર ભારતીય બાબતોમાં દખલગીરીનો આરોપ લગાવીને સંબંધો બગાડ્યા હતા. બંને દેશો વચ્ચેના સંબંધો એટલા બગડ્યા કે ભારત અને ચીને રાજધાની ઓટ્ટાવાથી પોતાના રાજદ્વારી અધિકારીઓને પણ પાછા બોલાવી લીધા છે.
નેશનલ પોસ્ટ – ટ્રુડો કદાચ હજુ પણ સત્તા ઇચ્છે છે
રાજકીય વિશ્લેષક તાશા ખૈરિદ્દીનનો એક લેખ કેનેડાના સ્થાનિક અખબાર નેશનલ પોસ્ટમાં પ્રકાશિત થયો છે. તાશાના મત મુજબ ટ્રુડોએ રાજીનામું આપી દીધું છે પરંતુ કોણ જાણે છે કે તેની પાછળનો તેમનો ઇરાદો વધુ સત્તામાં રહેવાનો છે કે કેમ. ટ્રુડોએ ગવર્નરને 24 માર્ચ સુધી સંસદ સ્થગિત કરવાનું કહ્યું છે, તેનાથી એવું કહી શકાય કે તેમણે પોતાની પાર્ટી અને વિપક્ષને ફરી એકઠા થવાનો સમય આપ્યો છે અને મતદારોને ફસાવ્યા છે. હવે આગામી અઢી મહિના સુધી અવિશ્વાસનો મત અને ચૂંટણીની કોઈ શક્યતા નહીં રહે. તાશાએ કહ્યું કે એ પણ સંભવ છે કે વધુ ચૂંટણીઓ થશે અને જસ્ટિન ટ્રુડો સત્તામાં રહેશે.
ધ સ્ટાર – જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપીને જે કરવું હતું તે કર્યું
સ્થાનિક અખબાર ધ સ્ટાર માં પ્રકાશિત લેખમાં ઓટાવા સ્થિત કોમ્યુનિકેશન પ્રોફેશનલ ક્રેગ સ્ટેનબર્ગના મત મુજબ તેમનું ભાષણ બહુ અદભૂત નહોતું. પરંતુ તેમને જે કરવું હતું તે કરી દીધું. કદાચ આ તેઓ નિર્ણય લેવા ના માંગતા હોય, પરંતુ તેમની રાજકીય ચતુરાઈ એ છે કે તેમના અનુગામી જે કોઈ પણ હોય, તેમના પર કોઈ બોજ નાખ્યો નથી.
નેશનલ સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન્સ અને એટલાન્ટિક કેનેડા – ટ્રુડોને કોઈ જ પસ્તાવો નથી
નેશનલ સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન્સ અને એટલાન્ટિક કેનેડાના વાઇસ પ્રેસિડેન્ટ ડેવિડ ટેરેન્ટે લેખમાં જણાવ્યું હતું કે ટુડો હવે લોકપ્રિય નેતા નથી. ટ્રુડોના ભાષણમાં તેમણે લીધેલા કોઈપણ નિર્ણયો વિશે કોઈ પસ્તાવો કે નમ્રતા ન હતી જેના કારણે આ કટોકટી સર્જાઈ. પોતાના ભાષણમાં તેઓ માત્ર એટલું જ કહેવા માંગતા હતા કે તેઓ એક ફાઇટર છે અને તેમના કાર્યકાળ દરમિયાન તેમણે કેટલા મહાન કાર્યો કર્યા છે.