પંડવા મંડોર વિડીના પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં ત્રણેય યુવકો બાઈક સાથે ઘુસ્યા હતા
ગીર જંગલ વિસ્તારમાં છાશવારે ગેરકાયદેસર સિંહ દર્શન અને સિહોની પજવણીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે વેરાવળના ત્રણ યુવકોને ગેરકાયદે સિંહ દર્શન કરવાનો ઇરાદો ભારે પડયાની ઘટના સામે આવી છે. વેરાવળ નજીકના જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દિવસના ઇરાદે પ્રવેશેલા ત્રણ યુવકોને વન વિભાગએ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અઢી લાખનો દંડ વસુલયો છે.
આ અંગે વેરાવળ રેન્જ ફોરેસ્ટર ખીમાનંદ પંપાણીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વેરાવળ નજીકના પંડવા મંડોર વિડી વિસ્તાર કે જે પ્રતિબંધિત જંગલ વિસ્તાર છે આ જંગલ વિસ્તારમાં તારીખ 21 ની રાત્રિના અમુક ઈસમો ગેરકાયદેસર સિંહ દર્શનના ઇરાદે પ્રવેશ કર્યા હતા અને જેની જાણ પેટ્રોલિંગમાં રહેલ વન વિભાગના સ્ટાફને સ્થાનિકો દ્વારા કરવામાં આવતા વન વિભાગ નો સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં વન વિભાગની ટીમને જોઈ ત્રણે ઈસમો ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા વન વિભાગ દ્વારા ઘટના સ્થળેથી આ યુવકોની ત્રણ મોટરસાયકલ કબજે લેવામાં આવી હતી અને બાદમાં સિંહ દર્શનના ઇરાદે જંગલમાં ગેરકાયદેસર પ્રવેશેલા આ ત્રણેય ઈસમો વેરાવળ વન વિભાગ સમક્ષ હાજર થતા ત્રણેય વેરાવળ ના બહાર કોટ વિસ્તારમાં રહેતા મુસ્લિમ કાકાસીયા અબદુલાહ અંજુમ ઉ.વ 21, કાપડિયા અંબાર સોયબ ઉ.વ 17, અને પંજા અબ્દુલ્લા આરીફ ઉ.વ 17 હોવાનું સામે આવ્યું હતું.
આ ત્રણેય યુવકોને રાઉન્ડ અપ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને તપાસના અંતે ત્રણેય ઈસમોને ગેરકાયદેસર જંગલમાં પ્રવેશ કરવો અને ગેરકાયદે સિંહ દર્શનના ઇરાદા સબબ અઢી લાખનો દંડ ફટકારી ધોરણેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.