બ્રિટનમાં આ સમયે મોટું સંકટ ઊભું થયું છે, બ્રિટનના મોટા રિટેલર્સે ચેતવણી આપી છે કે આ વર્ષે તેમને હજારો નોકરીઓ કાપવી પડી શકે છે. તેનું કારણ રિટેલ ઉદ્યોગ પર લાદવામાં આવતા ઊંચા કર અને રોજગાર ખર્ચમાં વધારો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે બ્રિટનમાં ક્રિસમસ શોપિંગ સીઝનનું વેચાણ અપેક્ષા કરતા ઘણું ઓછું હતું.
બ્રિટિશ રિટેલ કન્સોર્ટિયમ (બીઆરસી) એ જણાવ્યું હતું કે ઓક્ટોબરથી ડિસેમ્બરના સમયગાળા દરમિયાન, જેને વેચાણની દ્રષ્ટિએ ‘ગોલ્ડન ક્વાર્ટર’ કહેવામાં આવે છે, વેચાણ લગભગ અટકી ગયું હતું. આ વર્ષનો એવો સમય છે જ્યારે કંપનીઓ સૌથી વધુ કમાણી કરે છે.
બ્રિટનમાં મુશ્કેલીમાં રિટેલ ઉદ્યોગ
રિટેલ ઉદ્યોગમાં વધતી જતી મોંઘવારી અને સતત વધતા ટેક્સને કારણે રિટેલરોને તેમના કર્મચારીઓને પગાર ચૂકવવામાં મુશ્કેલી પડી રહી છે, જેના કારણે નોકરીની સુરક્ષાનું જોખમ વધી ગયું છે. મોંઘવારીના કારણે લોકો વર્ષે પણ ખરીદીમાં ઘટાડો કરી રહ્યા છે. બીઆરસીના જણાવ્યા મુજબ ડિસેમ્બરના ત્રણ મહિનામાં બ્રિટિશ રિટેલ વેચાણમાં માત્ર 0.4 ટકાનો વધારો થયો છે. તહેવારોની સિઝનમાં લોકોએ ખાદ્યપદાર્થો અને પીણાં પર વધુ ખર્ચ કર્યો હતો, જેના કારણે અન્ય ઉત્પાદનોના વેચાણમાં ઘટાડો થયો હતો.
વર્ષ 2024માં કુલ વેચાણ વર્ષ 2023ની સરખામણીમાં 0.7 ટકા વધશે, જે દર્શાવે છે કે લોકો ખર્ચ કરવા અંગે સાવચેત છે, કારણ કે બ્રિટન હાલમાં દાયકાઓમાં સૌથી ખરાબ ફુગાવાનો સામનો કરી રહ્યું છે.
નિષ્ણાતોએ આપી હતી ચેતવણી
બજારના નિરીક્ષકોએ ચેતવણી આપી છે કે લેબર પાર્ટીના બજેટમાં કરાયેલા ફેરફારો, જેમાં એપ્રિલથી એમ્પ્લોયરના રાષ્ટ્રીય વીમા યોગદાનમાં £25 બિલિયનનો વધારો અને રાષ્ટ્રીય લઘુત્તમ વેતનમાં 6.7 ટકાનો વધારો સામેલ છે, તે કંપનીઓને નોકરીમાં ઘટાડો કરી શકે છે અથવા કિંમતો ઓછી કરી શકે છે.
રિટેલ ઉદ્યોગના વિશ્લેષકે જણાવ્યું હતું કે તેમને 2025 માટે તેમના ખાદ્ય ફુગાવાના અનુમાનને 1.5 ટકાથી વધારીને 3 ટકા કર્યું છે. તેમને કહ્યું કે યુકે સરકારની નીતિ હવે કરિયાણાના ભાવમાં વધારાનું મુખ્ય કારણ બની ગઈ છે.