યમનમાં હુથિઓ પર હવાઈ હુમલા વચ્ચે શરમજનક ઘટસ્ફોટ થયો છે. લાલ સમુદ્રમાં અમેરિકી સૈન્યએ પોતાના જ ફાઈટર જેટ પર હુમલો કર્યો હતો. અમેરિકી સૈન્યએ નૌકાદળના પાઇલોટ્સ સાથે સંકળાયેલી ઘટનાને “ફ્રેન્ડલી ફાયર” અકસ્માત ગણાવ્યો હતો. બંને નૌકાદળના પાઇલોટ બચી ગયા હતા, પરંતુ અહેવાલો મુજબ એકને સામાન્ય ઈજા થઈ હતી.
સમગ્ર ઘટના એવી છે કે ઇઝરાયલના તેલ અવીવ પર હુથીના મિસાઈલ હુમલા પછી અમેરિકાએ હવાઈ હુમલાઓ શરૂ કર્યા હતા. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સના અનેક પ્રયાસો છતાં હુથી મિસાઈલને મારવામાં નિષ્ફળતા મળી. ત્યારે હુથિઓ પર હુમલો કરતી વખતે અમેરિકી સેના દ્વારા મોટી ભૂલ થઈ હતી. અમેરિકી નૌકાદળના પાઇલટ્સને અમેરિકી સૈન્ય દ્વારા લાલ સમુદ્ર પર હુથી વિસ્તારની નજીક મિસાઇલ વાગી હતી.
યુએસ નેવીએ આકસ્મિક રીતે લાલ સમુદ્રમાં પોતાનું F/A-18 ફાઇટર જેટ તોડી પાડ્યું હતું. આ એક ફાઈટર જેટ પડી જવાને કારણે અમેરિકાને 473 થી 484 કરોડ રૂપિયાનું તાત્કાલિક નુકસાન થયું છે. કારણ કે ફાઈટર જેટની કિંમત તેના વેરિએન્ટ પર નિર્ભર કરે છે. જેની વિગતો યુએસ નેવી દ્વારા હજુ આપવામાં આવી નથી. યુએસ સરકારે ભારતીય નૌકાદળના એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત માટે આ ફાઇટર જેટ તૈયાર કર્યું હતું. પરંતુ ફ્રાન્સના રાફેલ-એમએ તેને ઢાંકી દીધો. ભારતે રાફેલ માટે ડીલ કરી હતી. અમેરિકન ફાઇટર જેટે ઇનકાર કર્યો હતો. ચાલો હવે જાણીએ આ ફાઈટર જેટની શક્તિ..
ફાઇટર જેટ F/A-18
મેકડોનેલ ડગ્લાસ F/A-18 હોર્નેટ એ સુપરસોનિક, ટ્વીન-એન્જિન, કરિયર-સક્ષમ, મલ્ટીરોલ કોમ્બેટ એરક્રાફ્ટ છે, જે ફાઇટર અને એટેક એરક્રાફ્ટ એમ બંને તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે. એટલે કે ફાઇટરની સાથે એટેક પણ કરી શકે છે. મેકડોનેલ ડગ્લાસ અને નોર્થ્રોપ દ્વારા ડિઝાઇન કરાયેલ F/A-18 યુનાઇટેડ સ્ટેટ્સ નેવી અને મરીન કોર્પ્સ અને રોયલ ઓસ્ટ્રેલિયન એર ફોર્સ દ્વારા ઉપયોગમાં લેવાય છે. હોર્નેટનો ઉપયોગ અન્ય કેટલાક રાષ્ટ્રોના હવાઈ દળો દ્વારા પણ કરવામાં આવે છે અને અગાઉ યુએસ નેવીની ફ્લાઇટ ડેમોન્સ્ટ્રેશન સ્ક્વોડ્રન, બ્લુ એન્જલ્સ દ્વારા કરવામાં આવે છે.
પ્રદર્શન
પાવરપ્લાન્ટ: 2 × જનરલ ઇલેક્ટ્રિક F404-GE-402 ટર્બો ફેન
મહત્તમ ઝડપ: મેક 1.8 (1,193 mph અથવા 1,918 km/h)
રેન્જ: 330 nmi (378 mi અથવા 608 km)
સેવાની ટોચમર્યાદા: 50,000 ફૂટ (15,240 મીટર)
ચઢવાનો દર: 48,000 ફૂટ/મિનિટ (244 m/s)
શસ્ત્રાસ્ત્ર
બંદૂકો: 1 × 20 mm M61 વલ્કન તોપ
હાર્ડપોઇન્ટ્સ: 9 × કુલ (4 × વિંગ, 2 × ફ્યુઝલેજ, 3 × વિંગટિપ્સ)
રોકેટ: 2.75 in (70 mm) Hydra 70 રોકેટ
મિસાઇલ્સ: AIM-7 સ્પેરો, AIM-9 સાઇડવિન્ડર, AIM-120 AMRAAM
બોમ્બ: CBU-87 ક્લસ્ટર બોમ્બ, GBU-12 II, GBU-16 II
આટલા શસ્ત્રો લોડ થઈ શકે છે.