વેરાવળ એસ ટી ડેપો ખાતે ફરજ બજાવતા ટ્રાફિક ઇન્સ્પેકટર દયારામ બાપુ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેમને વિદાય આપવા સમારોહ યોજી વિદાય આપેલ હતી. એસ ટી ડેપોના કર્મચારીઓ દ્વારા યોજાયેલા આ વિદાય સમારોહમાં પ્રાસંગીક ઉદ્બોધનમાં ડેપો મેનેજર ડી.આર. શામળા સહીતનાએ જણાવેલ કે, જણાવેલ કે, એક કર્મઠ કર્મચારી જ્યારે અમારી વચ્ચેથી નિવૃત્ત થતાં હોય ત્યારે એમનું દુ:ખ અમને ચોક્કસ થશે. વ્યક્તિની વ્યકિતમતા વિશે દયારામબાપુ અમારા માટે હોકાયંત્ર સમાન હતા. મારા કાર્યકાળના અનુભવોમાં અડધી રાત્રે કોઈપણ પ્રકારનું વહીવટી કાર્ય અંગેની કોઈ ગુચ ઊભી થાય તો તેમનું નિરાકરણ તેમની પાસે હોય તેમજ કોઈ કામની ના નહિ અને ગમે તે પરિસ્થિતિમા ઉકેલ શોધી કાઢવાની તેમની આગવી સૂઝ અને તેમની કાર્ય કરવાની દીર્ઘદૃષ્ટિ અમને હંમેશા ખોટ રૂપ લાગશે તેવું જણાવેલ હતુ.