હિમાક્ષી કાનાબારે પોતાના લગ્નમાં 70 જેટલા મનોદિવ્યાંગને તેમના જ નામથી ખાસ આમંત્રણ પત્રિકા મોકલી સમાજને પ્રેરણા આપી : લગ્ન પ્રસંગે દાંડિયારાસમાં પરિવારજનો અને મહેમાનો આ દિવ્યાંગ બાળકો સાથે ગરબા લેશે
અગ્ર ગુજરાત, રાજકોટ
સામાન્ય રીતે લગ્ન એ પરિવાર માટે ખુશીનો અવસર હોય છે. આ પ્રસંગ યાદગાર બને તે માટે પરિવારજનો અનેક પ્રયત્નો કરતા હોય છે. અત્યારે લગ્નમાં વીઆઈપી ને ખાસ બોલાવીને પ્રસંગને યાદગાર બનાવવાનો ટ્રેન્ડ છે ત્યારે રાજકોટમાં કાનાબાર પરિવારની પુત્રીએ પોતાના લગ્નમાં વીઆઈપી મહેમાન તરીકે 70 જેટલા મનોદિવ્યાંગ બાળકોને તેમના નામ સાથે આમંત્રણ કાર્ડ આપીને લગ્ન માટે આમંત્રિત કર્યા છે. આપ્યું છે અત્યારની નવી પેઢી જુદા જુદા જુદી થીમ અને કંઈક નવું કરવા માટે પ્રયત્ન કરતી હોય છે ત્યારે કાનાબાર પરિવારની દીકરી હિમાક્ષી કાનાબારે એક નવો માર્ગ નવી પેઢીને બતાવ્યો છે અને સમાજને પણ પ્રેરણા આપી છે. આ વાત છે રાજકોટમાં સ્નેહ નીર્ઝર મનોદિવ્યાંગ તાલીમ કેન્દ્ર સાથે સંકળાયેલા હિતેશભાઈ કાનાબાર અને ધર્મિષ્ઠાબેન કાનાબારની પુત્રી હિમાક્ષી કાનાબારની.
સામાન્ય રીતે દિવ્યાંગ બાળકોને સમાજમાં અલગ નજરથી જોવાય છે. કોઈ સ્નેહનો સંબંધ તેની સાથે બંધાવવાનો નથી અને સમાજમાં આગવું સ્થાન પણ તેઓ મેળવી શકવાના નથી ત્યારે તેમના નામે કોઈ પોસ્ટ ટપાલ કે કંકોત્રી આવે તેવી પણ શક્યતા નથી ત્યારે કાનાબાર પરિવારના હિતેશભાઈ કાનાબારે જણાવ્યું હતું કે ,”દીકરીના લગ્ન પ્રસંગે તા.26ના રોજ ગોકુલ પાર્ટી લોન્સ ખાતે દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે દરેક દિવ્યાંગ બાળકને તેના નામથી જ તેના પરિવારજનને કંકોત્રી મોકલવામાં આવી છે અને તેને સ્પેશિયલ ફિલ કરાવવા માટે તેમની આગતા સ્વાગતતા પણ એ જ રીતે કરાવવામાં આવશે. સમાજમાં તેમને એક સ્થાન મળે અને સમાજની તેમને જોવાની દ્રષ્ટિ બદલાય તે હેતુસર દીકરીએ આ પ્રેરણા સફર પગલું ભર્યું છે જેને સમગ્ર કાનાબાર પરિવાર એ આવકાર્યું છે”. મનો દિવ્યાંગ બાળકની સ્થિતિ કેવી હોય અને તેના પરિવારજનો શું અનુભવતા હોય તે હિતેશભાઈ ખૂબ સારી રીતે જાણે છે કારણ કે તેમના નાનાભાઈ રાજેશભાઈ કાનાબાર દિવ્યાંગ છે અને પોતે તેમજ પોતાનો સમગ્ર પરિવાર ભાઈની કાળજી રાખી રહ્યો છે. તેમના પિતા સ્વ.નાનાલાલ કાના બારે આ સંસ્થાનો પ્રારંભ પુત્ર માટે થઈને જ કર્યો હતો જેમાં આજે 70 જેટલા મનો દિવ્યાંગ બાળકો પ્રવૃત્તિ કરી પોતાના જીવનને એક નવી દિશા આપી રહ્યા છે. આ પ્રેરણાત્મક અને સમાજને દિશા ચિંધનાર નિર્ણય બાબત હિતેષભાઈએ જણાવ્યું હતું કે, સમાજમાં જે મનોદિવ્યાંગ બાળકો છે એ ઈશ્વરના દેવદૂત છે પરંતુ ક્યારેક સમાજ દ્વારા તેઓની અવગણના કરવામાં આવે છે અને ક્યારેક તેને બિચારા અને લાચાર ગણવામાં આવે છે. સમાજની આ દ્રષ્ટિ બદલવા પ્રયાસરૂપે દીકરી હેમાક્ષી અને જયના લગ્ન પ્રસંગમાં 70 મનો દિવ્યાંગ ને ખાસ મહેમાન બનાવી તેમના નામ સાથે આમંત્રણ મોકલવામાં આવ્યું છે દીકરીએ જાતે જ જઈને દરેકને પોતાના હાથે આમંત્રણ આપ્યું ત્યારે તે લોકોને ખુશીનો પાર નહોતો. કંકોત્રીમાં પરિવારના મનોદિવ્યંગ વડીલ ભાઈ રાજેશભાઈ કાનાબાર નો પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે તેમના માતા પિતા પણ લાગણીશીલ બન્યા હતા કારણ કે અત્યાર સુધી એ સંતાનોને કોઈએ મહત્વ આપ્યું નથી કે તેમના નામે કોઈ આમંત્રણ મળ્યું નથી તેથી માતા-પિતાની આંખોમાં હર્ષાશ્રુ આવ્યા હતા. આ એ મનો દિવ્યાંગ લોકો છે કે જેને ક્યારેય પોતાના કુટુંબનો માળો બનવાનો નથી આવા સમયે તેમને પોતાના પરિવારજનની જેમ આમંત્રણ આપવાથી તેઓ અત્યંત ખુશ થયા હતા.