આગામી તા.૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યા મુકામે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે ઠેર ઠેર ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ સમગ્ર ઉત્સવ ને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને વિશ્વ ભરમાં કાયમી શાંતિ સ્થાપિત થાય તે હેતુથી મોરબીમાં પણ પત્રકાર એસોસિયેશન દ્વારા મોરબીના ઐતિહાસિક શ્રી રામ મહેલ મંદિર ખાતે વિશ્વ શાંતિ સરસ્વતી મહા યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબીમાં ઐતિહાસિક શ્રી રામ મહેલ મંદિર ખાતે આજે મોરબી પત્રકાર એસોસિયેશન દ્વારા વિશ્વ શાંતિ સરસ્વતી મહાયગ્નનુ આયોજન કરાયું હતું અને આ યજ્ઞ માં મોરબી પત્રકાર એસોસિયેશનના પ્રમુખ સહિતના તમામ હોદેદારો અને સભ્યો સાથે મોરબી જિલ્લા કલેક્ટર જી. ટી.પંડ્યા ,મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા,ટંકારા ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરિયા તેમજ પૂર્વ મંત્રી બ્રીજેશભાઈ મેરજા તેમજ રાજકીય અગ્રણીઓ મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ બોપાલિયા અને વિનોદભાઈ ભાડજા તેમજ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ સંતોષભાઈ શેરસિયા ,મોરબી એસઓજી પીઆઈ એમ. પી .પંડ્યા,મોરબી તાલુકા પીઆઈ કે. એ.વાળા,મોરબી સીટી બી ડિવિઝન પીઆઈ પી. એ.દેકાવડિયા તેમજ એલસીબી પીએસઆઈ એન.એચ.ચુડાસમા,આઇબી પીએસઆઈ રાજદીપસીહ પરમાર ,તેમજ મોરબી જિલ્લા ભાજપના મંત્રી નીરજભાઈ ભટ્ટ,મોરબી તાલુકા ભાજપના અરવિંદભાઈ વાંસદડિયા ,જીગ્નેશભાઈ કૈલા,બ્રહ્મસમાજના યુવા અગ્રણી ચિંતનભાઈ ભટ્ટ, વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી ભાવિકભાઈ ભટ્ટ હોદેદારો તેમજ હિન્દુ યુવા વાહીનીના કમલેશભાઈ બોરીચા, ચિન્ટુ ભાઈ પાટડિયા અને અંકિત કેલા સહિતના તેમજ માર્ગ અને મકાન વિભાગના હિતેશભાઈ આદ્રોજા મહાનુભાવોએ ઉપસ્થિત રહીને ભવ્ય મહાયજ્ઞ યોજીને પ્રભુશ્રી રામની મહાઆરતી યોજી હતી અને ૨૨ જાન્યુઆરીના રોજ યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય અને સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય તેવી પ્રાર્થના કરી હતી તેમજ જાહેર જનતાએ પણ આ મહાયજ્ઞમાં આહુતિ આપવાનો લ્હાવો લીધો હતો.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પત્રકાર એસોસિએશનના પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામી, ઉપપ્રમુખ રવી ભાઈ ભડાનીયા, મહામંત્રી ભાસ્કર ભાઈ જોશી,સહમંત્રી આર્યનભાઈ સોલંકી ખજાનચી પંકજ ભાઈ સનારિયા એ ભારે જહેમત ઉઠાવી જેમાં મોરબી પત્રકાર એસોસિએશન કારોબારી સભ્ય અતુલભાઈ જોશી, ઋષિભાઈ મહેતા, સંદીપ વ્યાસ અલ્પેશભાઈ ગોસ્વામી તેમજ સભ્ય પ્રવીણભાઈ વ્યાસ,જીગ્નેશભાઈ ભટ્ટ, હિમાંશુ ભાઈ ભટ્ટ, હરનિશભાઈ જોશી, મહેન્દ્રસિંહ જાડેજાએ ઉપસ્થિત રહી યાજ્ઞમાં હાજરી આપી હતી.