તાનાશાહોના મોત ઉપર આંસુ સારવા એ ડિપ્લોમસીનું કામ છે,
પત્રકાર,લેખક,સર્જક વિચારકનું કામ કંઇ ઔર છે
જય વસાવડાની સર્જક ચેતના જગાવતી પોસ્ટ જીવંત સમાજની નિશાની છે
ઇરાનના પ્રમુખ રઇસીનું હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ થયુ છે. પ્રોટોકોલ મુજબ દેરક દેશ તેમના મૃત્યુના શોકમાં રાજકિય સન્માન આપશે. ડિપ્લોમસી કરશે. એ સરકારનું કામ છે. ડિપ્લોમસી એ વાસ્વતિક ધરી છે જેને નકારી શકાય નહિ.પરંતુ વિશ્વ બંધુત્વ,વસુવધૈવ કુટુમ્બકમ,મહાવીરની જીવદયા,બુધ્ધની કરુણા,ઋષિઓનું બૌધિક ચૈતન્ય એ બધુ મળે ત્યારે એક ભારત બને છે. જે સમાજ સમયોચિત આઘાત પ્રત્યાઘાત વ્યકત કરવાથી પર થઇ જાય અથવા પચાવી જાય એ સમાજ જડ થઇ જાય. સોશિયલ મિડિયામાં આજે માહિતીનો જાણે કે દરિયો ઠલવાઇ જાય એટલું કન્ટેન્ટ આવે છે. લગભગ મોનોટોનસ હોય છે.પરંતુ જેમ જંગલમાં કેટલાક આગિયા રાત્રીના ચમકારા બની જાય છે એ જ રીતે કેટલાક કન્ટેન્ટ,કેટલીક પોસ્ટ,કેટલાક સંગીતના પીસ, કેટલીક ભાષામાં ન સમજાય એવા ગાયક ગાયિકાની સૂર સંવેદના આઉટ ઓફ બોકસ ચિતવનને અસર કરી જાય છે.
આજે જામનગરથી મિત્ર ચેતનભાઇની પોસ્ટ આવી. પોસ્ટનું લખાણ વાંચતાં જ સ્પાર્ક દેખાયો. પોસ્ટ આગળ વંચાતી ગઇ તેમ તેમ શૈલી ઉપરથી ખ્યાલ આવ્યો કે આ તો ભાઇ જય વસાવડાનો વિપ્લવી સૂર છે. છતાં નામ કન્ફર્મ કરવા માટે છેલ્લે સુધી જઇને જોયુ તો કન્ફર્મ થયુ. બ્રાન્ડ જય વસાવડા. કોઇ લેખક,સર્જક,કવિ તેની પૂર્ણ ચેતનામાં હોય ત્યારે તે યુનિવર્સ સાથે કનેકટ હોય છે. કન્ડીશનલ એરેસ્ટ નથી હોતો. ખુલા આસમાનના બાજ પક્ષી જેવો પાંખો મજબુત,આંખો ધારદાર,ઉડાન દમદાર.જય વસાવડાએ ઇરાનના પ્રમુખ રઇસીને શ્રધ્ધાંજલી ન આપી. મૃત્યાંજલી આપી. એટલા માટે કે ઇરાનના પ્રમુખ સ્ત્રીઓ માટે દમનકારી શાસક હતાં. સુધારાવાદી મુસ્લીમ યુવતીઓનો અવાજ કચડવા માટ તે પ્રખ્યાત હતાં. વૈશ્વીક બાબતોથી વાકેફ રહેતાં અને વિશ્વમાં સતત હરતાં ફરતાં રહેતાં જય વસાવડાએ વિષયને સમયોચિત કનેકટ કર્યો. મહિલા,નારી એટલે ભારતની જ નહિ. વિશ્વની નારી સમાન છે. એમની પીડા પણ આપણી પીડા હોઇ શકે. આ જ સાચુ વસુવધૈવ કુટુમ્બકમ છે. ખાસ કરીને જ હેલીકોપ્ટરવાળી તસવીર મૂકી છે એ કાબિલે દાદ છે.
પ્રજા એટલી પરાવલંબી છે કે તેઓ પોતાના હકક હિતના રક્ષણ માટે શાસકોને પસંદ કરે છે. શાસકો આ પરાવલંબી પણાને ગુલામીમાં પરાવર્તિત કરવામાં કયારેય પાછી પાની નથી કરતાં. આ યુનિવર્સલ ટ્રુથ છે. વચન દ્રોહ એ કદાચ શાસકનોની ફિતરત છે. અપેક્ષા ભંગ એ પ્રજાની નિયતી છે. વકત ને કિયા કયા હસીન સિતમ ,તુમ રહે ન તુમ હમ રહે ન હમ… આ ભાવ પણ વ્યાપક રહે છે.
આજનો દિવસ તો જય વસાવડાની પોસ્ટના પંચને પામવાનો છે.
મૃત્યાંજલી
— by jay vasavada
બેહદ ખૂબસૂરત ગોલશિફતેહ ફરહાની ઈરાનમાં જન્મીને મોટી થઈને હવે ફ્રાન્સમાં રહેતી લાજવાબ અભિનેત્રી છે. એશિયન ના હોત તો ઓસ્કાર મળી ચૂક્યો હોત એવી. બોલ્ડ, બેબાક, બિન્દાસ. “તહેરાનના કસાઈ” નામથી ઓળખતા ને ઈરાનમાં ભવિષ્યના સુપ્રીમ લીડર થવાનું નિશ્ચિત હતું એવા સ્ત્રીસ્વાતંત્ર્ય ઘોર વિરોધી અને જડસુ ઈસ્લામિક મુલ્લાશાહીના સિમ્બોલ જેવા પ્રમુખ રઈસીનું હેલિકોપ્ટર ક્રેશમાં મોત થયું, એમાં હજુ સુધી કોઈ કાવતરાંની વિગત નથી આવી. અચાનક થયેલું ખરાબ હવામાન કારણ છે. માસૂમ દીકરીઓ સામે નજીવા અપરાધ બદલ પોતાને ચોક વચ્ચે લટકાવી દેવા કે કલાકારો / ખેલાડીઓ ને મોતની અમાનુષી ને અન્યાયી સજા કરવી એ ઈરાનના સરકારી કરતૂતમાં વડા રઇસીની રજામંદી રહેતી. એમનો કઠોર આજ્ઞાને લીધે ફરજિયાત હિજાબ સામે આંદોલન કરતી ઈરાનની 400 થી વધુ નિર્દોષ મહિલાઓને મોતને ઘાટ ઉતારી દેવાઈ ને સેંકડો હજુ જેલમાં છે, એવા રિપોર્ટસ છે. ખાલી સેક્સી તસવીરો જોઈને જ છાજિયાં લેવા લાગતી પોદળાપંચાતટોળીને એ ખબર જ નહિ હોય કે ઈરાની મહિલાઓની એટ્રોસિટી બાબતે મેઈન સ્ટ્રીમ ગુજરાતી કોલમમાં પહેલો ને કદાચ એકમાત્ર રોકડો વિરોધનો અવાજ ઉઠાવતો લેખ મેં લખેલો. ( નવરાત્રિ, 2022 ). આવી માનસિકતા અહીં ધર્મના નામે જોઈતી નથી એટલે જ એવા ફોલ્ડરોને હું એકલે હાથે રમકાવું છું. એની વે, ખરેખર વિપ્લવી મિજાજની ગોલ્શિફતેહ ફરહાનીએ ક્રિએટિવ આર્ટના માધ્યમે એવો સોલિડ ફટકો માર્યો છે કે વાહ ને આહ નીકળી જાય ને એણે લખ્યું એમ નો કૉમેન્ટ્સ જ લખવાનું રહે. કારણ કે આખા ચિત્રની કાતિલ તીવ્રતા આ બધા લખાણમાં મંદ થઈ જાય. પણ હવેની વિડિયોચાટણ પરજા આગળપાછળના સંદર્ભો સમજે એટલા ઇન્ટરનેશલ ન્યુઝ વાંચતી ના હોય તો એમના ખાતર આટલું લખ્યું. કકળતી આંતરડીનો ખૌફ તો અલ્લાહનો નેક ઈમાન છે, બુલંદ ઇન્સાફ છે. પણ મુલ્લાઓ એ સત્તામાં આવી ભૂલી જાય છે. તુલસી હાય ગરીબ કી, કભી ન ખાલી જાય.. મૂએ ઢોર કે ચામ સે લોહા ભસમ હો જાય ! બરાબર જુઓ ને સમજો ને ચિત્તમાં ઉતારો આ ચિત્ર.
~ જય વસાવડા #JV